Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 9:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તે સમયે માણસો મરણને માટે તલપી રહેશે પણ તે પામશે જ નહિ, અને તેઓ મરવાની બહુ ઇચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નાસી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 એ પાંચ મહિના દરમિયાન માણસો મરણ માગશે પણ મળશે નહિ. તેઓ મરણ ઝંખશે, પણ તે તેમનાથી દૂર ભાગતું રહશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તે દિવસોમાં માણસો મરણ માટે તળપશે પણ તે તેમને મળશે જ નહિ, તેઓ મરણ ઇચ્છશે પણ મરણ તેઓ પાસેથી જતું રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તે દિવસો દરમિયાન લોકો મરવાનો રસ્તો શોધશે પણ તેઓને તે જડશે નહિ, અને તેઓ મરવાની બહુ ઇચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નાસી જશે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 9:6
9 Iomraidhean Croise  

પછી તેમણે મને કહ્યું, ‘કૃપા કરીને મારી પડખે ઊભો રહીને મને મારી નાખ, કેમ કે મને ભારે વેદના થાય છે; કેમ કે હજી મારા ખોળિયામાં જીવ છે.’


યહોવા પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે માણસો તેમના ભયથી, તથા તેમના મહાત્મ્યના પ્રતાપથી ખડકોની ગુફાઓમાં તથા ભૂમિની ખોમાં સંતાઈ જશે.


વળી આ દુષ્ટ વંશમાં જેઓ બાકી રહેલા છે, જે સર્વ સ્થળે મેં તેઓને નસાડી મૂક્યા છે, ત્યાંના બાકી રહેલા સર્વ લોકો જીવવા કરતાં મરવું પસંદ કરશે, ” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.


ઇઝરાયલના પાપના કારણરૂપ આવેનનાં ઉચ્ચસ્થાનો નાશ પામશે; તેમની વેદીઓ ઉપર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે; તેઓ પર્વતોને કહેશે, ‘અમને ઢાંકી દો.’ અને ડુંગરોને [કહેશે] કે, ‘અમારા પર પડો.’


ત્યારે તેઓ પહાડોને કહેવા માંડશે કે, ‘અમારા પર પડો’; અને ટેકરાઓને [કહેશે] કે, ‘અમને ઢાંકી નાખો.’


તેઓ પહાડોને તથા ખડકોને કહે છે, “અમારા પર પડો, અને રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને સંતાડો.


Lean sinn:

Sanasan


Sanasan