Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 8:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જેથી સમુદ્રમાંનાં જીવતાં પ્રાણીઓનો ત્રીજો ભાગ મરણ પામ્યો; અને વહાણોના ત્રીજા ભાગનો નાશ થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 સમુદ્રના ત્રીજા ભાગનાં પ્રાણીઓ મરી ગયાં અને ત્રીજા ભાગનાં વહાણોનો નાશ થયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેને લીધે સમુદ્રમાંનાં જે પ્રાણીઓ જીવતાં હતાં, તેઓમાંનાં ત્રીજા ભાગનાં મૃત્યુ પામ્યા. અને વહાણોનો ત્રીજો ભાગ નાશ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જેથી સમુદ્રમાંના જીવતાં પ્રાણીઓનો ત્રીજો ભાગ મૃત્યુ પામ્યો; અને વહાણોનો ત્રીજો ભાગ નાશ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 8:9
13 Iomraidhean Croise  

તમે પૂર્વના વાયુએ તાર્શિશનાં વહાણોને ભાંગી નાખો છો.


અને નદીનાં માછલાં મરી ગયાં. અને નદીનું પાણી પી શકયા નહિ; અને આખા મિસર દેશમાં લોહી લોહી થઈ રહ્યું.


તાર્શીશનાં સર્વ વહાણો પર, અને સર્વ મનોરંજક દેખાવો પર [તે દિવસ આવનાર છે].


તૂર વિષે ઈશ્વરવાણી:હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તે પાયમાલ થયું છે, અને પ્રવેશ કરવાની ગોદી નથી; કિત્તીમ દેશથી આવતાં તેઓને એવી ખબર મળે છે.


વળી યહોવા કહે છે, આખા દેશમાંના બે ભાગ સંહાર પામીને માર્યા જશે; પણ ત્રીજો ભાગ તેમાં જીવતો રહેશે.


અને તે ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ, ને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેમને શુદ્ધ કરીશ. તેઓ મારા નામની વિનંતી કરશે, ને હું તેમનું સાંભળીશ. હું કહીશ કે, તે મારા લોકો છે. અને તેઓ [માંનો દરેક] કહેશે, ‘યહોવા મારા ઈશ્વર છે.‘‘‘


તેનાં પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને જે સ્‍ત્રીને પ્રસવ થવાનો હતો, તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે [અજગર] તેની આગળ ઊભો રહ્યો હતો.


પછી બીજાએ પોતાનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું; એટલે સમુદ્ર શબના લોહી જેવો થઈ ગયો, અને તેમાંનું દરેક સજીવ પ્રાણી મરણ પામ્યું.


પછી ત્રીજા દૂતે વગાડયું, એટલે દીવાના જેવો બળતો એક મોટો તારો આકાશમાંથી નદીઓના ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડ્યો.


પછી ચોથા દૂતે વગાડયું, ત્યારે સૂર્યના ત્રીજા ભાગ પર તથા ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો, જેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરૂપ થાય, અને દિવસનો ત્રીજો ભાગ, તેમ જ રાતનો ત્રીજો ભાગ, પ્રકાશરહિત થાય.


પહેલાએ વગાડયું, એટલે રક્તમિશ્રિત કરા તથા આગ થયાં, અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યાં. અને [તેથી] પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો, વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો, અને બધું લીલું ઘાસ બળી ગયું.


માણસોના ત્રીજા ભાગને મારી નાખવા માટે જે ચાર દૂતોને નિર્મિત ઘડી, દિવસ, મહિના તથા વર્ષને માટે તૈયાર રાખેલા હતા, તેઓને છોડવામાં આવ્યા.


એ ત્રણ અનર્થથી, એટલે તેઓનાં મોમાંથી નીકળતા અગ્નિથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan