Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 8:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પછી બીજા દૂતે વગાડયું, ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કંઈ સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. એટલે સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પછી બીજા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે અગ્નિથી સળગતા એક મોટા પર્વત જેવું કંઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. તેથી સમુદ્રનો ત્રીજો ભાગ રક્તમાં ફેરવાઈ ગયો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી બીજા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કશુંક સમુદ્રમાં નંખાયું, અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થયો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 બીજા દૂતે તેનું રણશિંગડું વગાડ્યું પછી મોટી આગથી સળગતા પહાડ જેવું કઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો,

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 8:8
13 Iomraidhean Croise  

યહોવા કહે છે, “રે આખી પૃથ્વીને નષ્ટ કરનાર વિનાશક પર્વત, તું જો, હું તારી વિરુદ્ધ છું! હું મારો હાથ તારા પર લાંબો કરીને તને ખડકો પરથી ગબડાવીશ, ને તને અગ્નિથી ભસ્મ થઈ ગયેલા પર્વત જેવો કરી નાખીશ.


વળી જો પ્રબોધક ભોળવાઈને વચન બોલે, તો મેં યહોવાએ તે પ્રબોધકને ભોળવ્યો છે, ને હું મારો હાથ તેના પર લંબાવીને મારા ઇઝરાયલ લોકોમાંથી તેનો નાશ કરીશ.


વળી પ્રભુ યહોવાએ મને આ પ્રમાણે દર્શાવ્યું:પ્રભુ યહોવાએ અગ્નિથી વાદ કરવાની આજ્ઞા કરી. તેમણે મહા ઊંડાણને ભસ્મ કર્યું, ને ભૂમિનો પણ ભક્ષ કરત.


વળી યહોવા કહે છે, આખા દેશમાંના બે ભાગ સંહાર પામીને માર્યા જશે; પણ ત્રીજો ભાગ તેમાં જીવતો રહેશે.


અને તે ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ, ને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેમને શુદ્ધ કરીશ. તેઓ મારા નામની વિનંતી કરશે, ને હું તેમનું સાંભળીશ. હું કહીશ કે, તે મારા લોકો છે. અને તેઓ [માંનો દરેક] કહેશે, ‘યહોવા મારા ઈશ્વર છે.‘‘‘


કેમ કે હું તમને ખચીત કહું છું કે, જે કોઈ આ પર્વતને એમ કહે કે ખસી જા, ને સમુદ્રમાં નંખા! અને પોતાના હ્રદયમાં; સંદેહ ન લાવતાં વિશ્વાસ રાખશે કે, જે હું કહું છું કે, તે થશે; તો તે તેને માટે થશે.


તેઓને આકાશ બંધ કરવાની સત્તા છે કે, તેઓના પ્રબોધ કરવાના સમયમાં વરસાદ વરસે નહિ. અને તેઓને પાણીનું લોહી કરવાની સત્તા છે, અને તેઓ જયારે જયારે ચાહે ત્યારે ત્યારે તેઓ પૃથ્વી પર દરેક [જાતની] આફત લાવે.


તેનાં પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને જે સ્‍ત્રીને પ્રસવ થવાનો હતો, તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે [અજગર] તેની આગળ ઊભો રહ્યો હતો.


પહેલાએ વગાડયું, એટલે રક્તમિશ્રિત કરા તથા આગ થયાં, અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યાં. અને [તેથી] પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો, વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો, અને બધું લીલું ઘાસ બળી ગયું.


માણસોના ત્રીજા ભાગને મારી નાખવા માટે જે ચાર દૂતોને નિર્મિત ઘડી, દિવસ, મહિના તથા વર્ષને માટે તૈયાર રાખેલા હતા, તેઓને છોડવામાં આવ્યા.


એ ત્રણ અનર્થથી, એટલે તેઓનાં મોમાંથી નીકળતા અગ્નિથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan