Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 8:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પછી ચોથા દૂતે વગાડયું, ત્યારે સૂર્યના ત્રીજા ભાગ પર તથા ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો, જેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરૂપ થાય, અને દિવસનો ત્રીજો ભાગ, તેમ જ રાતનો ત્રીજો ભાગ, પ્રકાશરહિત થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 પછી ચોથા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે સૂર્યના ત્રીજા ભાગ પર, ચંદ્રના ત્રીજા ભાગ પર અને ત્રીજા ભાગના તારાઓ પર ઘા થયો. તેથી તેમનું ત્રીજા ભાગનું તેજ જતું રહ્યું. દિવસના ત્રીજા ભાગ દરમિયાન અને રાત્રિના ત્રીજા ભાગ દરમિયાન પ્રકાશ નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી ચોથા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે સૂર્યના ત્રીજા ભાગ, ચંદ્રના ત્રીજા ભાગ અને તારાઓનાં ત્રીજા ભાગ પર પ્રહાર થયો, જેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરૂપ થયો. દિવસનો ત્રીજો ભાગ તથા રાતનો ત્રીજો ભાગ પ્રકાશરહિત થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તે ચોથા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી સૂર્યના ત્રીજા ભાગ પર અને ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો, તેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરુંપ થાય. દિવસ અને રાતનો ત્રીજો ભાગ પ્રકાશરહિત થાય.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 8:12
26 Iomraidhean Croise  

આકાશના તારાઓ તથા નક્ષત્રો પ્રકાશ આપશે નહિ; સૂર્ય ઊગતાં જ અંધરાશે, ને ચંદ્રનો પ્રકાશ પડશે નહિ.


ત્યારે ચંદ્રને લાજ લાગશે, ને સૂર્ય શરમાશે; કેમકે સૈન્યોના [ઈશ્વર] યહોવા સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં રાજ કરશે, અને તેના વડીલોની આગળ [પ્રભુનું] ગૌરવ દેખાશે.


મેં પૃથ્વીને જોઈ, તો જુઓ, તે અસ્તવ્યસ્ત હતી. અને આકાશોને જોયાં, તો તેઓમાં અજવાળું નહોતું.


તેઓની આગળ ધરતી કાંપે છે, આકાશો થથરે છે, સૂર્ય તથા ચંદ્ર અંધરાય છે, ને તારાઓ ઝાંખા થઈ જાય છે.


યહોવાનો મોટો તથા ભયંકર દિવસ આવે તે પહેલાં સૂર્ય અંધકારરૂપ તથા ચંદ્ર લોહીરૂપ થઈ જશે.


સૂર્ય તથા ચંદ્ર અંધરાય છે, તારાઓનો પ્રકાશ ઝાંખો પડ્યો છે.


તે દિવસે હું સૂર્યને ખરે બપોરે અસ્ત પમાડીશ, ને હું ધોળે દિવસે પૃથ્વીને અંધકારમય કરીશ, ” એમ પ્રભુ યહોવા કહે છે.


અને તે દિવસોની વિપત્તિ પછી સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે, ને આકાશથી તારા ખરશે, ને આકાશનાં પરાક્રમો હલાવાશે.


છઠ્ઠા કલાકથી તે નવમા કલાક સુધી આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો.


પણ તે દિવસોમાં, એ વિપત્તિ પછી સૂર્ય અંધકારૂપ થઈ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે,


છઠ્ઠો કલાક થયો ત્યારે આખા દેશમાં નવમા કલાક સુધી અંધકાર છવાઈ રહ્યો.


સૂરજ, ચંદ્ર તથા તારાઓમાં ચિહ્નો થશે. પૃથ્વી ઉપર પ્રજાઓ સમુદ્ર તથા મોજાંઓની ગર્જનાથી ત્રાસ પામીને ગભરાશે.


પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ, અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે.


તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય [તેઓ પર] ન થાય.


તેનાં પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને જે સ્‍ત્રીને પ્રસવ થવાનો હતો, તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે [અજગર] તેની આગળ ઊભો રહ્યો હતો.


પછી પાંચમાએ પોતાનું પ્યાલું શ્વાપદના રાજયાસન પર રેડી દીધું. એટલે તેના રાજયમાં અંધકાર વ્યાપી ગયો. અને તેઓએ વેદનાને લીધે પોતાની જીભો કરડી,


જ્યારે તેણે છઠ્ઠી મુદ્રા તોડી, ત્યારે મેં જોયું, તો મોટો ધરતીકંપ થયો અને સૂર્ય વાળના કામળા જેવો કાળો થઈ ગયો, અને આખો ચંદ્ર લોહી જેવો કાળો થઈ ગયો.


માણસોના ત્રીજા ભાગને મારી નાખવા માટે જે ચાર દૂતોને નિર્મિત ઘડી, દિવસ, મહિના તથા વર્ષને માટે તૈયાર રાખેલા હતા, તેઓને છોડવામાં આવ્યા.


એ ત્રણ અનર્થથી, એટલે તેઓનાં મોમાંથી નીકળતા અગ્નિથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan