Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 8:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તે તારાનું નામ કડવાદૌના છે અને તેથી પાણીનો ત્રીજો ભાગ કડવાદૌના રૂપ થયો, અને તે પાણી કડવાં થયાં, તેથી ઘણાં માણસો મરણ પામ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તે તારાનું નામ તો “કડવાશ” છે. તેનાથી ત્રીજા ભાગનું પાણી કડવું થઈ ગયું અને તે કડવું પાણી પીવાથી ઘણાં મરી ગયાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તે તારાનું નામ નાગદમન હતું. તેથી પાણીનો ત્રીજો ભાગ કડવો થયો અને એ પાણીથી ઘણાં માણસો મરી ગયા, કારણ કે પાણી કડવાં થયાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તે તારાનું નામ કડવાદૌના છે; અને સમગ્ર પાણીનો ત્રીજો ભાગ કડવો બન્યો. ઘણાં લોકો તે કડવું પાણી પીવાથી મૃત્યુ પામ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 8:11
17 Iomraidhean Croise  

અને તેઓ મારાહમાં આવ્યા ત્યારે મારાહનાં પાણી પી ન શક્યા, કેમ કે તે કડવાં હતાં; માટે તેનું નામ મારાહ પડયું.


પણ તેનું પરિણામ વિષ જેવું કડવું, અને બેધારી તરવાર જેવું તીક્ષ્ણ છે.


તે માટે પ્રબોધકો વિષે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તેઓને નાગદમણ ખવડાવીશ, ને તેઓને ઝેર પાઈશ; કેમ કે યરુશાલેમના પ્રબોધકોથી આખા દેશમાં અધર્મ ફેલાઈ ગયો છે.”


તે માટે સૈન્યોના [ઈશ્વર] યહોવા ઇઝરાયલના ઈશ્વર કહે છે, “હું તેમને નાગદમણ ખવડાવીશ, ને તેમને ઝેર પાઈશ.


મારું કષ્ટ તથા મારું દુ:ખ, મારાં નાગદમણ તથા પિત્ત, તેઓનું સ્મરણ કર.


તેમણે મારી આસપાસ પિત્તળના વિષનો તથા કષ્ટનો કોટ બાંધીને મને ઘેરી લીધો છે.


હે ઇનસાફને કડવાશરૂપ કરી નાખનારા, ને નેકીને પગ નીચે છૂંદનારાઓ,


શું ઘોડા ખડક પર દોડી શકશે? શું કોઈ ત્યાં બળદોથી ખેડશે? કેમ કે તમે ઇનસાફને ઝેરરૂપ, ને નેકીના ફળને કડવાશરૂપ કરી નાખ્યાં છે.


વળી યહોવા કહે છે, આખા દેશમાંના બે ભાગ સંહાર પામીને માર્યા જશે; પણ ત્રીજો ભાગ તેમાં જીવતો રહેશે.


અને તે ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ, ને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેમને શુદ્ધ કરીશ. તેઓ મારા નામની વિનંતી કરશે, ને હું તેમનું સાંભળીશ. હું કહીશ કે, તે મારા લોકો છે. અને તેઓ [માંનો દરેક] કહેશે, ‘યહોવા મારા ઈશ્વર છે.‘‘‘


[એ કરાર તથા પ્રતિજ્ઞા હું કરું છું] રખેને તમારામાં કોઈ પુરુષ કે સ્‍ત્રી કે કુટુંબ કે કુળ એવું હોય કે, જેનું મન આજે યહોવા તમારા ઈશ્વર તરફથી ફરી જઈને એ દેશજાતિઓના દેવોની સેવા કરવા લલચાય. રખેને પિત્ત તથા કડવાશરૂપી જડ તમારામાં હોય.


તમે બહુ સાવધ રહો, રખેને કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી જાય; રખેને કોઈ કડવાશરૂપી જડ ઊગે, અને તેમને ભ્રષ્ટ કરે, અને તેથી તમારામાંના ઘણાખરા અપવિત્ર થાય;


તેનાં પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને જે સ્‍ત્રીને પ્રસવ થવાનો હતો, તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે [અજગર] તેની આગળ ઊભો રહ્યો હતો.


પહેલાએ વગાડયું, એટલે રક્તમિશ્રિત કરા તથા આગ થયાં, અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યાં. અને [તેથી] પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો, વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો, અને બધું લીલું ઘાસ બળી ગયું.


માણસોના ત્રીજા ભાગને મારી નાખવા માટે જે ચાર દૂતોને નિર્મિત ઘડી, દિવસ, મહિના તથા વર્ષને માટે તૈયાર રાખેલા હતા, તેઓને છોડવામાં આવ્યા.


એ ત્રણ અનર્થથી, એટલે તેઓનાં મોમાંથી નીકળતા અગ્નિથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યો.


ત્યારે તેણે તેઓને કહ્યું, “મને નાઓમી [એટલે મીઠી] ન કહો, મને તો મારા [એટલે કડવી] કહો; કેમ કે સર્વસમર્થ ઈશ્વરે મારા પર ઘણી સખ્તાઈ ગુજારી છે.


Lean sinn:

Sanasan


Sanasan