Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 7:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેને મેં કહ્યું, “મારા મુરબ્બી, તમે જાણો છો.” તેણે મને કહ્યં, “જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાનાં વસ્‍ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 મેં જવાબ આપ્યો, “મહાશય, તમે તે જાણો છો.” તેણે મને કહ્યું, “એ લોકો તો ભારે સતાવણીમાં પસાર થઈને આવેલા છે અને તેમણે પોતાનાં વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને ઊજળાં કર્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેમને મેં કહ્યું કે, ‘ઓ મારા મુરબ્બી, તમે જાણો છો.’” અને તેમણે મને કહ્યું, ‘જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે; અને તેઓએ પોતાના વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં સફેદ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 મેં કહ્યું કે, “સાહેબ, તેઓ કોણ છે તે તમે જાણો છો.” અને તે વડીલે કહ્યું કે, “જેઓ મોટી આફતમાથી પસાર થયા તે આ લોકો છે. તેઓએ હલવાનના રક્તથી તેમના ઝભ્ભા ધોયાં છે. હવે તેઓ ઊજળાં અને સ્વચ્છ છે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 7:14
30 Iomraidhean Croise  

કેમ કે તું તારું દુ:ખ વીસરી જશે, વહી ગયેલા પાણીની જેમ તે તને યાદ આવશે.


અને તેણે તેને ચાર પાયાએ સોનાનાં ચાર કડાં ઢાળ્યાં; એટલે તેની એક બાજુએ બે કડાં, તથા તેની બીજી બાજુએ બે કડાં.


યહોવા કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ:તમારાં પાપ જો કે લાલ [વસ્ત્રના] જેવાં હોય, તોપણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કીરમજના જેવાં રાતાં હોય, તોપણ તેઓ ઊન સરખાં થશે.


સુજ્ઞોમાંના કેટલાક તેઓને પવિત્ર કરવા માટે તથા શુદ્ધ કરવા માટે તથા તેમને શ્વેત કરવા માટે, છેક અંતના સમય સુધી પ્રયત્ન કરતાં નાશ પામશે; કેમ કે ઠરાવેલો વખત હજુ આવનાર છે.


તે સમયે મહાન સરદાર મિખાયેલ, જે તારા લોકોના પક્ષમાં ઊભો રહે છે, તે ખડો થશે; અને એવા સંકટનો સમય આવશે કે [પહેલવહેલી] પ્રજા ઉત્પન્‍ન થઈ ત્યારથી એ સમય સુધીમાં એવો કદી આવ્યો નહોતો. એ સમયે તારા લોકોમાંના જેઓ [નાં નામ] પુસ્તકમાં નોંધાયેલાં માલૂમ પડશે તે દરેકનો બચાવ થશે.


જેઓ પાસે ઊભા રહ્યા હતા તેઓમાંના એકની પાસે જઈને મેં તેને આ સર્વ બાબતનો ખરો અર્થ પૂછ્યો. તેણે તે મને કહ્યો, ને એ વાતોનો ખુલાસો મારી આગળ કર્યો.


સૈન્યોના ઈશ્વર પ્રભુ કહે છે: “તે દિવસે દાઉદના વંશજોનાં તથા યરુશાલેમના રહેવાસીઓનાં પાપ તથા અશુદ્ધતા [દૂર કરવા] ને માટે એક ઝરો ઉઘાડવામાં આવશે.


કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ.


કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે, તેવી [વિપત્તિ] ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે હજી સુધી થઈ નથી ને થશે પણ નહિ.


મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યાં છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”


તેઓએ શિષ્યોનાં મન દઢ કરતાં તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો, અને [કહ્યું કે,] “આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.”


અને માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને,


વળી તમારામાંના કેટલાક એવા હતા; પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.


માટે તમારા પર જે સર્વ સતાવણી થાય છે તથા જે વિપત્તિ તમે સહન કરો છો, તેમાં તમે જે સહનશીલતા તથા વિશ્વાસ રાખો છો તેને લીધે અમે પોતે ઈશ્વરની મંડળીઓમાં તમારાં વખાણ કરીએ છીએ.


માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મરણ સહ્યું.


તો ખ્રિસ્ત, જેમણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન ઈશ્વરને આપ્યું, તેમનું રક્ત તમારા હ્રદયને જીવતા ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે?


પણ ખ્રિસ્ત જે, નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે, તેમના મૂલ્યવાન રક્તથી, તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે


પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે, અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મૂએલાંમાંથી પ્રથમજનિત, અને પૃથ્વીના રાજાઓના અધિપતિ છે તેમના તરફથી, તમારા પર કૃપા તથા શાંતિ હોજો. જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી મુક્ત કર્યા,


તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે; અને છેક મરતાં સુધી તેઓએ પોતાના જીવને વહાલો ગણ્યો નહિ.


પછી મેં જાણે કે અગ્નિમિશ્રિત ચળકતો સમુદ્ર જોયો, અને જેઓએ શ્વાપદ પર, તેની મૂર્તિ પર તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો, તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઊભા રહેલા હતા, ને તેઓની પાસે ઈશ્વરની વીણાઓ હતી.


મેં તે સ્‍ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી જોઈ. હું તેને જોઈને અતિશય આશ્ચર્ય પામ્યો.


હું તારી વિપત્તિ તથા તારી દરિદ્રતા જાણું છું (તોપણ તું ધનવાન છે), અને જે કહે છે કે, અમે યહૂદી છીએ પણ તેઓ એવા નથી પણ શેતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું.


જીવનના ઝાડ પર તેઓને હક મળે, અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે, એ માટે જેઓ પોતાનાં વસ્‍ત્ર ધુએ છે તેઓને ધન્ય છે.


તેઓ નવું કીર્તન ગાતાં કહે છે, “તમે ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, ને તમે તમારા રક્તથી ઈશ્વરને માટે સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના [લોકોને] વેચાતા લીધા છે.


આ બિનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ રાજયાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.


Lean sinn:

Sanasan


Sanasan