Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 6:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જ્યારે તેણે પાંચમી મુદ્રા તોડી, ત્યારે ઈશ્વરના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં વેદી નીચે જોયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પછી હલવાને પાંચમી મુદ્રા તોડી, ત્યારે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવા માટે અને સાક્ષી પૂરવાને લીધે માર્યા ગયેલા શહીદોના આત્માઓને મેં વેદીની નીચે જોયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જયારે તેણે પાંચમુ મહોર તોડ્યું, ત્યારે ઈશ્વરના વચનને લીધે તથા પોતાની મક્કમ સાક્ષીને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં યજ્ઞવેદી નીચે જોયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તે હલવાને પાંચમી મુદ્રા ઉઘાડી. પછી મેં કેટલાક આત્માઓને વેદી નીચે જોયા. તે એ લોકોના આત્માઓ હતા જેઓ દેવના સંદેશને વફાદાર હતા. તથા જે સત્ય તેઓને પ્રાપ્ત થયુ હતું, તેમાં તેઓ વિશ્વાસુ હતા તેથી તેઓને મારી નાખવામાં આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 6:9
21 Iomraidhean Croise  

અને તેમણે કહ્યું, “આ તેં શું કર્યું છે? તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાંક મારે છે.


અને વાછરડાના રક્તમાંથી લઈને તેને તારી આંગળી વડે વેદીનાં શિંગ પર લગાડ; અને તું વેદીના પાયા પાસે બધું રકત રેડી દે.


અને સુવાસિત ધૂપની જે વેદી મુલાકાતમંડપમાં યહોવાની સમક્ષ છે તેનાં શિંગ પર યાજક તે રક્તમાંથી લગાડે. અને જે યજ્ઞવેદી મુલાકાતમંડપના દ્વાર પાસે છે તેના થડમાં વાછરડાનું બધું રક્ત તે ઢોળી દે.


તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.


માટે અમે હિંમતવાન છીએ, અને શરીરથી વિયોગી થવું તથા પ્રભુની પાસે વાસો કરવો, એ અમને વધારે પસંદ છે.


કેમ કે આ બે વચ્ચે હું ગૂંચવણમાં છું: [દેહમાંથી] નીકળવાની તથા ખ્રિસ્તની સાથે રહેવાની મારી ઇચ્છા છે, કેમ કે તે ઘણે દરજ્જે વધારે સારું છે.


પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર પેયાર્પણ તરીકે રેડાઉં છું, તો હું આનંદ પામું છું, ને તમ સર્વની સાથે પણ હરખાઉં છું.


માટે આપણા પ્રભુની સાક્ષી વિષે, અને હું જે તેનો બંદીવાન છું, તેના વિષે તું શરમાઈશ નહિ. પણ સુવાર્તાને લીધે ઈશ્વરના સામર્થ્ય પ્રમાણે મારી સાથે દુ:ખ ભોગવ.


કેમ કે હું અત્યારે પેયાર્પણ તરીકે રેડાઉં છું, અને મારો પ્રયાણકાળ પાસે આવ્યો છે.


પ્રથમ જન્મેલા જેઓનાં નામ આકાશમાં લખેલાં છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર ઈશ્વરની પાસે, અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે,


અને એણે ઈશ્વરનાં વચન વિષે તથા ઈસુ ખ્રિસ્તની શાહેદી વિષે, એટલે જેટલું પોતે જોયું હતું તે વિષે, સાક્ષી આપી.


હું યોહાન તમારો ભાઈ, અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર, ઈશ્વરના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે, પાત્મસ નામે બેટમાં હતો.


અને બીજો એક દૂત, એટલે જેને અગ્નિ પર અધિકાર છે તે, વેદી પાસેથી બહાર આવ્યો. તેણે જેની પાસે ધારવાળું દાતરડું હતું તેને મોટે સ્વરે કહ્યું, “તું તારું ધારવાળું દાતરડું લગાડીને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને લણી લે, કેમ કે તેની દ્રાક્ષા પાકી ચૂકી છે.”


ત્યારે મેં વેદીને એમ કહેતાં સાંભળી, “હા, હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારા ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે.”


ત્યારે તેનું વંદન કરવાને હું તેને પગે પડયો. પણ તેણે મને કહ્યું, “જોજે, એવું ન કરતો; હું તો તારો તથા ઈસુની સાક્ષીને વળગી રહેનારા તારા ભાઈઓનો સાથીદાર છું. ઈશ્વરની આરાધના કર; કેમ કે ઈસુ વિષેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે.”


તું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં.વળી તું મારા નામને વળગી રહે છે, અને જયારે મારા વિશ્વાસુ શાહેદ અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ તેં મારા પરના વિશ્વાસને નાકબૂલ કર્યો નહિ.


પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ ઉપર જે લોકો બેઠેલા હતા, તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરનાં વચનને લીધે જેઓનો શિરચ્છેદ થયો હતો, તથા જેઓએ શ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી, અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને [મેં જોયા]. તેઓ જીવતા થયા, ને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ કર્યું.


ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઊભો રહ્યો, તેના હાથમાં સોનાની ધૂપદાની હતી. અને તેને પુષ્કળ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે, રાજયાસનની સામેની સોનાની વેદી પર તે તેને અર્પણ કરે.


પછી છઠ્ઠા દૂતે વગાડયું, ત્યારે ઈશ્વરની સંમુખની સોનાની વેદીનાં શિંગડામાંથી [નીકળતી] એક વાણી મેં સાંભળી.


Lean sinn:

Sanasan


Sanasan