Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 6:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, ને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું, અને તેને મુગટ આપવામાં આવ્યો, અને તે જીતતો તથા જીતવા માટે નીકળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 અને મેં જોયું તો એક સફેદ ઘોડો હતો. તેની પર સવાર થયેલ વ્યક્તિના હાથમાં એક ધનુષ હતું અને તેને એક મુગટ આપવામાં આવ્યો હતો. તે વિજેતાની અદાથી જીતવા નીકળી પડયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું; તેને મુગટ આપવામાં આવ્યો, તે પોતે વિજેતા હજી વધુ જીતવા સારુ નીકળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 મેં જોયું તો ત્યાં મારી આગળ એક સફેદ ઘોડો હતો. ઘોડા પરના સવાર પાસે એક ધનુષ્ય હતું; તે સવારને એક મુગટ આપવામા આવ્યો હતો. તે ફરીથી વિજય મેળવવા જતો હોય તે રીતે સવાર થઈને નીકળ્યો.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 6:2
22 Iomraidhean Croise  

યહોવા સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ મોકલશે; તમારા શત્રુઓ ઉપર રાજ કરો.


તમે, એકલા તમે જ ભયાવહ છો; તમને રોષ ચઢે ત્યારે તમારી દષ્ટિ આગળ કોણ ટકી શકે?


યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.


પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવા સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે; અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે:કેમ કે યહોવાનું વચન એવું છે.


મને રાત્રે સંદર્શન થયું, ને જુઓ, રાતા ઘોડા પર સવાર થયેલો એક પુરુષ ખીણમાંની મેંદીઓમાં ઊભો હતો. તેની પાછળ રાતા, કાબરા તથા ધોળા ઘોડા હતા.


અને ઈસુએ ત્યાં આવીને તેઓને ક્હ્યું, “આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.


કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ નીચે નહિ દાબે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ.


પછી સાતમા દૂતે વગાડયું, ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું, “આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે. તે સદાસર્વકાળ રાજ કરશે.”


દેશોના લોકો ક્રોધે ભરાયા, અને તમારો કોપ પ્રગટ થયો, અને મૂએલાંનો ઇનસાફ થવાનો અને તમારા સેવકો, એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો, તથા જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે.”


પછી મેં જોયું, તો જુઓ, ઊજળું વાદળું ને તેના પર મનુષ્યપુત્રના જેવા એક [પુરુષ] બેઠેલા હતા. તેમના માથા પર સોનાનો મુગટ હતો, અને તેમના હાથમાં ધારવાળું દાતરડું હતું.


પછી મેં જાણે કે અગ્નિમિશ્રિત ચળકતો સમુદ્ર જોયો, અને જેઓએ શ્વાપદ પર, તેની મૂર્તિ પર તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો, તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઊભા રહેલા હતા, ને તેઓની પાસે ઈશ્વરની વીણાઓ હતી.


તેઓ હલવાનની સાથે લડશે, અને હલવાન તેઓને જીતશે, કેમ કે એ પ્રભુઓના પ્રભુ તથા રાજાઓના રાજા છે. અને એમની સાથે જેઓ છે, એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ [પણ જીતશે].”


આકાશમાંનાં સૈન્યો શ્વેત ઘોડા પર સવાર થઈને ઊજળાં તથા શુદ્ધ બારીક શણનાં વસ્‍ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યાં.


જે જીતે છે તેને હું મારા રાજયાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ.


તે તીડોના આકાર લડાઈને માટે સજ્જ થયેલા ઘોડાઓના જેવા હતા. અને તેઓનાં માથાં પર સોનાના જેવા મુગટો હતા, ને તેઓનાં મુખ માણસોનાં મુખ જેવાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan