Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 6:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે; અને કોનાથી ઊભું રહેવાય?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તેમના કોપનો મહાન દિવસ આવી લાગ્યો છે અને તેમની સામે કોણ ટકી શકે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે; એટલે કોણ તેનાથી બચી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 કારણ કે તેઓના મહાન કોપનો દિવસ આવ્યો છે. તેની સામે કોઈ વ્યક્તિ ઊભો રહી શકશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 6:17
20 Iomraidhean Croise  

જે‍ પ્રભુ તમારે જમણે હાથે છે તે પોતાના કોપને દિવસે રાજાઓના કકડેકકડા કરી નાખશે.


પુત્રને ચુંબન કરો, રખેને તેમને‍‍ રોષ ચઢે, અને તમે રસ્તામાં નાશ પામો, કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠશે. જેઓ તેમના પર ભરોસો રાખે છે, તે બધાને ધન્ય છે!


તમે, એકલા તમે જ ભયાવહ છો; તમને રોષ ચઢે ત્યારે તમારી દષ્ટિ આગળ કોણ ટકી શકે?


કેમ કે મારા હ્રદયમાં પ્રતિકારના દિવસોનો [વિચાર] હતો, હવે મારા ઉદ્ધારનું વર્ષ આવ્યું છે.


હાય હાય! તે દિવસ એવો ભારે છે કે તેના જેવો બીજો કોઈ નથી. તે તો યાકૂબના સંકટનો વખત છે; તોપણ તે તેમાંથી બચશે.”


તે દિવસને માટે અફસોસ! કેમ કે યહોવાનો દિવસ નજીક છે, ને તે સર્વશક્તિમાનની પાસેથી વિનાશરૂપે આવશે.


સિયોનમાં રણશિંગડું વગાડો, ને મારા પવિત્ર પર્વતમાં ભયસૂચક [નગારું] વગાડો. દેશના સર્વ રહેવાસીઓ, તમે કાંપો; કેમ કે યહોવાનો દિવસ આવે છે, ને તે છેક નજીક [આવી પહોંચ્યો] છે.


યહોવા પોતાના સૈન્યને મોખરે મોટે અવાજે પોકારે છે. તેમની છાવણી બહું મોટી છે. જે તેમનું વચન અમલમાં લાવે છે તે સમર્થ છે. યહોવાનો દિવસ મોટો તથા મહા ભયંકર છે; કોણ તેને સહન કરી શકે?


યહોવાનો મોટો તથા ભયંકર દિવસ આવે તે પહેલાં સૂર્ય અંધકારરૂપ તથા ચંદ્ર લોહીરૂપ થઈ જશે.


પ્રભુના રોષ આગળ કોણ ઊભું રહી શકે? અને તેમના કોપના આવેશ સમયે કોણ ટકી શકે? તેમનો ઉગ્ર ક્રોધ અગ્નિની જેમ રેડાય છે, ને તેનાથી ખડકો તૂટીને તેમના કકડા થઈ જાય છે.


પણ તેમના આવવાનો દિવસ કોણ સહન કરી શકે? અને તે પ્રત્યક્ષ હાજર થશે ત્યારે કોણ ઊભો રહી શકશે? કેમ કે તે ધાતુ ગાળનારના અગ્નિરૂપ તથા ધોબીના સાબુરૂપ છે;


પણ બધો વખત જાગતા રહો, અને વિનંતી કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”


તું તો તારા કઠણ તથા પશ્ચાત્તાપસહિત અંત:કરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે.


વળી જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહિ, પણ પોતાનું સ્થાન છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયકરણ સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે.


દેશોના લોકો ક્રોધે ભરાયા, અને તમારો કોપ પ્રગટ થયો, અને મૂએલાંનો ઇનસાફ થવાનો અને તમારા સેવકો, એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો, તથા જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે.”


કેમ કે તેઓ ચમત્કારો કરનારા દુષ્ટ આત્માઓ છે, જેઓ સર્વ શક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈને માટે આખા જગતના રાજાઓને એકત્ર કરવા માટે તેઓની પાસે બહાર જાય છે.


ત્યારે બેથ-શેમેશના માણસોએ કહ્યું, “યહોવા એટલે આ પવિત્ર ઈશ્વર આગળ કોણ ઊભું રહી શકે? અને અમારી પાસેથી બીજા કોને ત્યાં તે જાય?”


Lean sinn:

Sanasan


Sanasan