Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 6:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પછી તેઓમાંના દરેકને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો. અને તેઓને એમ કહેવામાં આવ્યું, “તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી જેમ માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ થોડી વાર તમે વિસામો લો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 પછી તેમનામાંના દરેકને સફેદ ઝભ્ભો આપવામાં આવ્યો, અને જ્યાં સુધી તેમની જેમ વધ થનારા સાથીસેવકો અને ભાઈઓની સંખ્યા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને થોડો વધારે સમય આરામ લેવા જણાવવામાં આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી તેઓમાંના દરેકને સફેદ વસ્ત્ર આપવામાં આવ્યું; અને તેઓને એમ કહેવામાં આવ્યું કે ‘તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી માફક માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ થોડીવાર તમે વિસામો લો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેઓમાંના દરેક આત્માને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો. તે આત્માઓને જ્યાં સુધી આ બધા લોકોને મારી નાખવાનું પૂરું ન થાય ત્યાં સુધી રાહ જોવા કહ્યું. તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી પેઠે માર્યા જવાના છે. તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ વિસામો લો.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 6:11
19 Iomraidhean Croise  

પણ અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા; કેમ કે તું વિશ્રામ પામશે, ને તે મુદતને અંતે તું તારા હિસ્સા [ના વતન] માં ઊભો રહેશે.”


અને ભાઈ ભાઈને તથા પિતા દીકરાને મારી નંખાવવાને સોંપી દેશે, ને છોકરાં માબાપની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે.


પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, ‘સારામાં સારો જામો જલદી કાઢીને એને પહેરાવો; એને હાથે વીટીં પહેરાવો, પગમાં જોડા પહેરાવો.


તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.


પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું.


અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જવાળામાં પ્રગટ થશે, ત્યારે તે તમો દુ:ખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે.


હું સારી લડાઈ લડયો છું. મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે.


કેમ કે ઈશ્વરે આપણે માટે એથી વિશેષ સારું કંઈક નિર્માણ કર્યું હતું, જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ ન થાય.


પ્રથમ જન્મેલા જેઓનાં નામ આકાશમાં લખેલાં છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર ઈશ્વરની પાસે, અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે,


કેમ કે જેમ ઈશ્વરે પોતાનાં [કામો] થી [વિશ્રામ લીધો] , તેમ [ઈશ્વસ્ના] તેણે પણ પોતાનાં કામથી વિશ્રામ લીધો છે.


અને જે સદાસર્વકાળ જીવંત છે, જેમણે આકાશ તથા તેમાં જે કંઈ છે તે, ને પૃથ્વી પર તથા તેમાં જે કંઈ છે તે, અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે સર્વને ઉત્પન્‍ન કર્યું, તેમના સમ ખાઈને તેણે કહ્યું, “હવે વિલંબ થશે નહિ.


અને એને એવું [સામર્થ્ય] આપવામાં આવ્યું કે તે શ્વાપદની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે શ્વાપદની મૂર્તિ બોલે અને જેટલાં માણસો શ્વાપદની મૂર્તિની આરાધના ન કરે તેટલાંને, તે મારી નંખાવે.


પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી, “તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મરણ પામે છે, તેઓને ધન્ય છે. આત્મા કહે છે, હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે; કેમ કે તેઓનાં કામ તેઓની સાથે આવે છે.”


મેં તે સ્‍ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી જોઈ. હું તેને જોઈને અતિશય આશ્ચર્ય પામ્યો.


તેને મેં કહ્યું, “મારા મુરબ્બી, તમે જાણો છો.” તેણે મને કહ્યં, “જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાનાં વસ્‍ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં.


આ બિનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ રાજયાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.


Lean sinn:

Sanasan


Sanasan