Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 5:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું, “તું રડ નહિ, જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા તેની સાત મુદ્રા [તોડવાને] વિજયી થયો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 ત્યારે એક વડીલે મને કહ્યું, “રડીશ નહિ, જો યહૂદાના કુળના સિંહે, એટલે દાવિદના કુળના વંશજે વિજય પ્રાપ્ત કર્યો છે અને તે સાત મુદ્રાઓ તોડીને એ પુસ્તક ઉઘાડવાને સમર્થ છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડીશ નહીં; જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓળિયું ખોલવાને તથા તેના સાત મહોર તોડવાને વિજયી થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પરંતું વડીલોમાંના એકે મને કહ્યું કે, “રડીશ નહિ! યહૂદાના કુટુંબના સમુહમાથી તે સિંહે (ખ્રિસ્તે) વિજય પ્રાપ્ત કર્યો છે. તે દાઉદનો વંશજ છે. તે ઓળિયું તથા તેની સાત મુદ્રાઓને ખોલવાને શકિતમાન છે.”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 5:5
25 Iomraidhean Croise  

છ પગથિયાં પર આ બાજુએ તથા બીજી બાજુએ બાર સિંહો ઊભેલા હતાં. આના જેવું [સિંહાસન] કોઈ પણ રાજ્યમાં બનાવવામાં આવ્યું ન હતું.


સિંહાસનને છ પગથિયાં તથા સોનાનું એક પાયાસન હતું. તેઓ સિંહાસનની સાથે જડેલાં હતાં, ને બેઠકની જગા પાસે બન્ને બાજુએ હાથા હતાં, ને હાથાઓની બન્ને બાજુએ બે સિંહ ઊભા હતા.


[તેનાં] મજબૂત ભીંગડાંનું [તેને] અભિમાન છે, તેઓ એકબીજા સાથે સજડ જકડાઈ ગયાં છે.


યિશાઈના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, ને તેની જડમાંથી ઊગતી એક ડાળીને ફળ આવશે.


તે સમયે યિશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું રહેઠાણ મહિમાવંત થશે.


યહોવા કહે છે કે, તું વિલાપ કરીને રુદન કરવાનું ને તારી આંખોમાંથી આંસુ પાડવાનું બંધ કર; કેમ કે તારો શ્રમ સફળ થશે, એવું યહોવા કહે છે; તેઓ શત્રુના દેશમાંથી પાછા આવશે.


જેઓ પાસે ઊભા રહ્યા હતા તેઓમાંના એકની પાસે જઈને મેં તેને આ સર્વ બાબતનો ખરો અર્થ પૂછ્યો. તેણે તે મને કહ્યો, ને એ વાતોનો ખુલાસો મારી આગળ કર્યો.


તે સિંહની માફક તથા સિંહણની માફક લપાઈને સૂતો; તેને કોણ ઉઠાડશે? જે તને આશીર્વાદ આપે તે સર્વ આશીર્વાદિત થાઓ, અને જે તને શાપ આપે તે સર્વ શાપિત થાઓ.”


પણ ઈસુએ તેઓની તરફ પાછા ફરીને કહ્યું, “યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડો નહિ, પણ પોતાને માટે તથા પોતાનાં છોકરાંને માટે રડો.


વિધવાને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી, અને તેમણે તેને કહ્યું, “રડ નહિ.”


છોકરીને માટે બધાં રડતાં તથા વિલાપ કરતાં હતાં. પણ તેમણે તેઓને કહ્યું, “રડો નહિ; કેમ કે તે મરી ગઈ નથી, પણ ઊંઘે છે.”


તેઓ તેને પૂછે છે, “બહેન, તું કેમ રડે છે?” તે તેઓને કહે છે, “તેઓ મારા પ્રભુને લઈ ગયા છે, અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે [હું રડું છું].”


તે [સુવાર્તા] તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેની છે, એ મનુષ્યદેહે તો દાઉદના વંશજ હતા,


વળી યશાયા કહે છે, “યિશાઈની જડ, એટલે વિદેશીઓ ઉપર રાજ કરવાને જે ઊભો થવાનો છે, તે થશે. તેના પર વિદેશીઓ આશા રાખશે.”


કેમ કે સર્વ જાણે છે કે, યહૂદા [ના કુળ] માં આપણા પ્રભુનો જન્મ થયો. તે કુળમાંના યાજકપદ સંબંધી મૂસાએ કંઈ કહ્યું નથી.


ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિષેનું પ્રકટીકરણ, જે પોતાના સેવકોને કહી બતાવવા માટે ઈશ્વરે તેમને આપ્યું તે. તેમણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું.


મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને માટે આ સાક્ષી તમને આપે. હું દાઉદનું થડ તથા સંતાન, અને પ્રભાતનો પ્રકાશિત તારો છું.


જે જીતે છે તેને હું મારા રાજયાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ.


ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે, ને જે સદાસર્વકાળ જીવંત છે તેમની આરાધના કરશે, ને રાજ્યાસન આગળ પોતાના મુગટ નાખી દઈને કહેશે,


રાજ્યાસનની આસપાસ ચોવીસ આસનો હતાં. તે આસનો પર ચોવીસ વડીલોને બેઠેલા મેં જોયા, તેઓએ ઊજળાં વસ્‍ત્ર પહેરેલાં હતાં, અને તેઓના માથા પર સોનાના મુગટ હતા.


હું બહુ રડયો, કારણ કે તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય જડયો નહિ.


જ્યારે હલવાને તે સાત મુદ્રામાંની એકને તોડી ત્યારે મેં જોયું, તો ચાર પ્રાણીઓમાંના એકને મેં બોલતાં સાંભળ્યું, જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી [તેણે] કહ્યું, “આવ.”


પછી તે વડીલોમાંના એકે મને પૂછયું, “જેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા છે તેઓ કોણ છે, અને કયાંથી આવ્યા છે?”


Lean sinn:

Sanasan


Sanasan