Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 4:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 રાજયાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો. અને રાજયાસનની મધ્યે તથા રાજયાસનની આસપાસ આગળ પાછળ આંખોમાંથી ભરપૂર એવાં ચાર પ્રાણી હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 રાજ્યાસનની સામે સ્ફટિક જેવા નિર્મળ ક્ચના હોજ જેવું દેખાતું કંઈક હતું. રાજ્યસનની પ્રત્યેક બાજુએ ચાર જીવંત પ્રાણીઓ હતાં. તેઓ આગળપાછળ આંખોથી ભરપૂર હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો. રાજ્યાસનની મધ્યે તથા તેની આસપાસ આગળ પાછળ આંખોથી ભરપૂર એવાં ચાર પ્રાણી હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ત્યાં રાજ્યાસનની આગળ કાચના સમુદ્ર જેવું કાંઈક હતું. તે સ્ફટીકના જેવું સ્વચ્છ હતું. રાજ્યાસનની સામે અને તેની દરેક બાજુએ ત્યાં ચાર જીવતાં પ્રાણીઓ હતાં. આ જીવતાં પ્રાણીઓને તેમની બધી બાજુએ આગળ પાછળ આંખો હતી.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 4:6
25 Iomraidhean Croise  

વળી તેણે ભરતરનો સમુદ્ર બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુથી દશ હાથ હતો. તે ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી.


સોનું અને બિલોર તેની બરાબરી કરી શકે નહિ; અને ચોખ્ખ સોનાનાં આભૂષણ તેને તોલે આવી શકે નહિ.


અને તેણે મુલાકાતમંડપના દ્વાર આગળ સેવા કરનારી સ્‍ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા તેનું પિત્તળનું તળિયું બનાવ્યાં.


તેઓનું આખું અંગ, તેઓની પીઠો, તેઓના હાથ, તેઓની પાંખો તથા પૈડાં, એટલે એ ચારેનાં પૈડાં ચારે તરફ આંખોથી ભરપૂર હતાં.


તે દરેકને ચાર મુખ હતાં:પહેલું મુખ કરુબનું હતું, ને બીજું મુખ મનુષ્યનું હતું, ને ત્રીજું સિંહનું હતું, ને ચોથું ગરૂડનું હતું.


તેઓ રાજયાસનની આગળ અને ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું કીર્તન ગાય છે. પૃથ્વી પરથી જે એક લાખ ચુમ્માળીસ હજારને ખરીદવામાં આવ્યા હતા, તેઓ વગર બીજું કોઈ એ કીર્તન શીખી શકયું નહિ.


પછી મેં જાણે કે અગ્નિમિશ્રિત ચળકતો સમુદ્ર જોયો, અને જેઓએ શ્વાપદ પર, તેની મૂર્તિ પર તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો, તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઊભા રહેલા હતા, ને તેઓની પાસે ઈશ્વરની વીણાઓ હતી.


પછી ચાર પ્રાણીઓમાંના એકે સદાસર્વકાળ જીવંત ઈશ્વરના કોપથી ભરેલા સોનાનાં સાત પ્યાલાં તે સાત દૂતને આપ્યાં,


ત્યારે ચોવીસ વડીલોએ તથા ચાર પ્રાણીઓએ દંડવત પ્રણામ કરીને રાજયાસન પર બેઠેલા ઈશ્વરની આરાધના કરીને કહ્યું, “આમીન; હાલેલૂયા.”


તેનું તેજ યાસપિસ જેવા અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે સ્ફટિકના જેવું નિર્મળ હતું!


તેના કોટનું ચણતર યાસપિસનું હતું. અને નગર નિર્મળ કાચના જેવા ચોખ્ખા સોનાનું હતું.


તે બાર દરવાજા બાર મોતી હતા. તેઓમાંનો દરેક દરવાજો એક એક મોતીનો હતો; અને નગરનો રસ્તો ચોખ્ખા સોનાનો નિર્મળ કાચના જેવો હતો.


ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે બતાવી.


રાજ્યાસનની આસપાસ ચોવીસ આસનો હતાં. તે આસનો પર ચોવીસ વડીલોને બેઠેલા મેં જોયા, તેઓએ ઊજળાં વસ્‍ત્ર પહેરેલાં હતાં, અને તેઓના માથા પર સોનાના મુગટ હતા.


મેં જોયું, તો રાજ્યાસન, તથા પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણા દૂતોની વાણી સાંભળી. તેઓની ગણતરી લાખોલાખ અને હજારોહજાર હતી.


ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, “આમીન.” અને વડીલોએ પગે પડીને [તેમની] આરાધના કરી.


અને રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચમાં તથા વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું તેને સાત શિંગડા તથા સાત આંખ હતી. એ [આંખો] ઈશ્વરના સાત આત્મા છે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે.


અને જ્યારે તેણે તે ઓળિયું લીધું, ત્યારે પ્રાણી તથા ચોવીસ વડીલો હલવાનને પગે પડ્યાં; અને દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલાં સોનાનાં પ્યાલાં હતાં, એ [ધૂપ] સંતોની પ્રાર્થનાઓ છે.


જ્યારે હલવાને તે સાત મુદ્રામાંની એકને તોડી ત્યારે મેં જોયું, તો ચાર પ્રાણીઓમાંના એકને મેં બોલતાં સાંભળ્યું, જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી [તેણે] કહ્યું, “આવ.”


અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી, “અડધે [રૂપિયે] શેર ઘઉં, ને અડધે [રૂપિયે] ત્રણ શેર જવ. પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર.”


સર્વ દૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભા રહેલા હતા. તેઓએ રાજયાસનની આગળ દંડવત પ્રણામ કરતાં ઈશ્વરની આરાધના કરીને કહ્યું,


કેમ કે રાજયાસનની મધ્યે જે હલવાન છે, તે તેઓના પાળક થશે, અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે, અને ઈશ્વર તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે.”


Lean sinn:

Sanasan


Sanasan