Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 4:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 “ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો. કેમ કે તમે સર્વને ઉત્પન્‍ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 “અમારા પ્રભુ અને ઈશ્વર, ગૌરવ, સન્માન અને સામર્થ્ય પામવા તમે જ યોગ્ય છો. કારણ, તમે સૌના સર્જનહાર છો, અને તમારી ઇચ્છાથી જ તેઓ અસ્તિત્વમાં આવ્યાં અને જીવન પામ્યાં.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ‘ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો; કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઉત્પન્ન થયાં.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “અમારા પ્રભુ અને દેવ! તું મહિમા, માન તથા સાર્મથ્ય પામવાને યોગ્ય છે. કારણ કે તેં સર્વને ઉત્પન્ન કર્યા, અને તારી ઈચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્ન થયાં.”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 4:11
31 Iomraidhean Croise  

આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યા.


યહોવા જે સ્તુતિપાત્ર છે, તેમને હું હાંક મારીશ; એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.


યેશૂઆ, કાહ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા, એ લેવીઓએ કહ્યું, “ઊભા થઈને આપણા ઈશ્વર યહોવા જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો; અને એમ બોલો કે, તમારું બુલંદ નામ કે કે જે સર્વ ધન્યવાદ અને પ્રશંસાની પરિસીમાથી પર છે, તેને ધન્ય હો!


હું વેગળેથી બહુવિધ જ્ઞાન લાવીને મારો કર્તા ન્યાયી છે એ હું સાબિત કરીશ.


યહોવા સ્તુતિપાત્ર છે, તેમને હું વિનંતી કરીશ. એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.


તમે ઈશ્વરને સામર્થ્યવાન માનો; ઇઝરાયલના તે રાજાધિરાજ છે, આકાશોમાં તેમનું પરાક્રમ છે.


કેમ કે છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્‍ન કર્યા, ને સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યા; એ માટે યહોવાએ સાબ્બાથ દિનને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો.


યહોવાએ દરેક વસ્તુને પોતપોતાના ઉપયોગને માટે સરજી છે; હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે [સરજ્યા છે].


તમારી દષ્ટિ ઊંચી કરીને જુઓ, એ [બધા તારા] કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના મહાત્મ્યથી તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર કાઢી લાવે છે, અને તે સર્વને નામ લઈને બોલાવે છે; એકે રહી જતો નથી.


તેં શું નથી જાણ્યું? તેં શું નથી સાંભળ્યું? યહોવા તે સનાતન ઈશ્વર છે, પૃથ્વીના દિગંત સુધી ઉત્પન્ન કરનાર તે છે; તે નિર્ગત તથા નથી, ને થાકતા પણ નથી; તેમની સમજણ અતકર્ય છે.


તેઓને કહો કે, જે દેવોએ આકાશ તથા પૃથ્વી બનાવ્યાં નહિ તેઓ પૃથ્વી પરથી તથા આકાશ નીચેથી નાશ પામશે.


“હે પ્રભુ યહોવા! તમે તમારા મહાન બળથી તથા તમારા લાંબા કરેલા ભુજથી આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે! તમને કંઈ અશક્ય નથી.


સદગૃહસ્થો, તમે આવું કામ શા માટે કરો છો? અમે પણ તમારા જેવી પ્રકૃતિના માણસ છીએ, અને આ મિથ્યા વાતો તજી દઈને આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંનાં બધાંને ઉત્પન્‍ન કરનાર જીવતા ઈશ્વરની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ.


જે ઈશ્વરે જગત તથા તેમાંનું બધું ઉત્પન્‍ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતા નથી;


કેમ કે તેમનામાંથી, તથા તેમના વડે, તથા તેમને અર્થે, સર્વસ્વ છે, તેમને સર્વકાળ મહિમા હો. આમીન.


અને સર્વને સરજનહાર ઈશ્વરમાં યુગોના યુગોથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું બધાંને જણાવું, એ માટે હું સંતોમાં નાનામાં નાનો છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે.


તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે. કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયરૂપ છે. વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ખરા છે.


વળી, “ઓ પ્રભુ, આરંભમાં તમે પૃથ્વીનો પાયો નાખ્યો, અને આકાશો તમારા હાથની કૃતિ છે.


તે આ છેલ્લા સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યા, અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું, તે દ્વારા આપણી સાથે બોલ્યા.


અને ઈશ્વર એટલે પોતાના પિતાને માટે આપણને યાજકો [નું] રાજ્ય બનાવ્યું, તેમને મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હોજો. આમીન.


અને જે સદાસર્વકાળ જીવંત છે, જેમણે આકાશ તથા તેમાં જે કંઈ છે તે, ને પૃથ્વી પર તથા તેમાં જે કંઈ છે તે, અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે સર્વને ઉત્પન્‍ન કર્યું, તેમના સમ ખાઈને તેણે કહ્યું, “હવે વિલંબ થશે નહિ.


તે મોટે સ્વરે કહે છે, “ઈશ્વરથી બીહો ને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયીકરણનો સમય આવ્યો છે. અને જેમણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્‍ન કર્યા, તેમની આરાધના કરો.”


તે પછી આકાશમાં મોટા જનસમૂહના જેવી મેં મોટી વાણી સાંભળી, તે બોલી, “હાલેલૂયા; આપણા ઈશ્વરને તારણ, મહિમા તથા પરાક્રમ છે!


તેઓએ મોટે સ્વરે પોકારીને કહ્યું, “જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા‍ સ્તુતિ પામવાને યોગ્ય છે.”


મેં એક બળવાન દૂતને જોયો, તેણે મોટે સ્વરે પોકારીને કહ્યું, “આ ઓળિયું ઉઘાડવાને ને તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે?”


તેઓ નવું કીર્તન ગાતાં કહે છે, “તમે ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, ને તમે તમારા રક્તથી ઈશ્વરને માટે સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના [લોકોને] વેચાતા લીધા છે.


Lean sinn:

Sanasan


Sanasan