Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 3:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જે જીતે છે તેને એ જ પ્રમાણે ઊજળાં વસ્‍ત્ર પહેરાવવામાં આવશે અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ ભૂંસી નાખીશ નહિ. પણ મારા પિતાની આગળ તથા તેમના દૂતોની આગળ હું તેનું નામ કબૂલ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 વિજયધ્વંતો એવી જ રીતે વસ્ત્રો પહેરશે અને ફરશે. વળી, જીવનના પુસ્તકમાંથી હું તેમનાં નામ ભૂંસી નાખીશ નહિ. મારા પિતાની અને તેમના દૂતોની સન્મુખ હું જાહેરમાં કબૂલ કરીશ કે તેઓ મારા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જે જીતે છે તેને એ જ પ્રમાણે સફેદ વસ્ત્ર પહેરાવાશે; જીવનનાં પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહિ. પણ મારા પિતાની આગળ તથા તેમના સ્વર્ગદૂતોની આગળ હું તેનું નામ સ્વીકારીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પ્રત્યેક વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરે છે તેને આ લોકોની જેમ ઊજળા વસ્ત્રો પહેરાવવામાં આવશે. હું તે વ્યક્તિનું નામ જીવનના પુસ્તકમાંથી કાઢી નાખીશ નહિ. હું મારા પિતા અને તેના દૂતોની આગળ કહીશ કે તે વ્યક્તિ મારી છે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 3:5
23 Iomraidhean Croise  

તેના વંશનો ઉચ્છેદ થાઓ, આવતી પેઢીમાં તેઓનું નામ ભૂંસાઈ જાઓ.


તેઓ [નાં નામ] જીવનના પુસ્તકમાંથી ભૂંસી નાખવામાં આવે, અને ન્યાયીઓની સાથે તેઓ [નાં નામ] નોંધાય નહિ.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તેઓ મારા યશે; જે [દિવસે] હું આ કરીશ, તે દિવસે તેઓ મારું [ખાસ દ્રવ્ય] થશે. અને જેમ કોઈ પિતા પોતાની સેવા કરનાર પોતાના પુત્ર પર દયા રાખે તેમ હું તેમના પર દયા રાખીશ.


માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે, તેને હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કબૂલ કરીશ.


પરંતુ આત્માઓ તમારે તાબે થયા, તેને લીધે હરખાઓ નહિ, પણ તમારાં નામ આકાશમાં લખેલાં છે, તેને લીધે હરખાઓ.”


હું તમને કહું છું કે, માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને ઈશ્વરના દૂતોની આગળ માણસનો દીકરો કબૂલ કરશે.


મારી આડે આવીશ નહિ, મને તેઓનો નાશ કરવા દે, ને આકાશ નીચેથી તેઓનું નામ મને ભૂંસી નાખવા દે. અને તેઓના કરતાં હું તારાથી એક સમર્થ તથા મોટી દેશજાતિ ઉત્પન્‍ન કરીશ.’


વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બાઈઓને સહાય કરજે, કારણ કે તેઓએ મારી સાથે, કલેમેન્ટની સાથે તથા મારા બીજા સહકારીઓ, જેઓનાં નામ જીવનના પુસ્તકમાં છે, તેઓની સાથે સુવાર્તા [ના પ્રચાર] માં ઘણો પ્રયાસ કર્યો છે.


હવે જે તમને ઠોકર ખાતાં બચાવવા, અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદસહિત નિર્દોષ રજૂ કરવા, સમર્થ છે,


જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી., એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની આરાધના કરશે.


જે શ્વાપદ તેં જોયું. તે હતું ને નથી, તે ઊંડાણમાંથી નીકળવાનું તથા નાશમાં જવાનું છે. અને પૃથ્વી પર રહેનારાંઓ જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી જીવનપુસ્તકમાં લખેલાં નથી, તેઓ જે શ્વાપદ હતું ને નથી ને આવનાર છે, તેને જોઈને આશ્ચર્ય પામશે.


તેને તેજસ્વી, સ્વચ્છ તથા બારીક શણનું વસ્‍ત્ર પહેરવા દીધું છે! તે બારીક શણનું વસ્‍ત્ર સંતોનાં ન્યાયી કૃત્યોરૂપ છે.”


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને બીજા મરણનું દુ:ખ [ભોગવવું] પડશે નહિ.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનના ઝાડ પરનું [ફળ] હું ખાવાને આપીશ.


પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને, ઈશ્વરની સમક્ષ ઊભાં રહેલાં જોયાં. અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને એક બીજું પુસ્તક જે જીવનનું [પુસ્તક] છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મૂએલાંઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.


જો કોઈ જીવનપુસ્તકમાં નોંધેલો માલૂમ પડયો નહિ, તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો.


જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તથા અસત્ય આચરે છે, તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહિ. પણ જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.


વળી જો કોઈ આ ભવિષ્યવચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે, તો ઈશ્વર તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે જે લખેલું છે તેમાંથી, કાઢી નાખશે.”


જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ, ને તે ફરી ત્યાંથી બહાર જશે નહિ, અને તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ.


તોપણ જેઓએ પોતાનાં વસ્‍ત્રો મલિન કર્યા નથી, એવાં થોડાંક નામ તારી પાસે સાર્દિસમાં છે. તેઓ ઊજળાં વસ્‍ત્ર પહેરીને મારી સાથે ફરશે; કેમ કે તેઓ લાયક છે.


પછી તેઓમાંના દરેકને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો. અને તેઓને એમ કહેવામાં આવ્યું, “તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી જેમ માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ થોડી વાર તમે વિસામો લો.”


અને ઇઝરાયલના માણસોએ કહ્યું, “આ જે માણસ આગળ આવ્યો છે તેને તમે જોયો છે? નક્કી ઇઝરાયલનો તિરસ્કાર કરવાને તે આગળ આવ્યો છે. અને એમ થશે કે જે માણસ એને મારી નાખશે તેને રાજા ઘણું દ્રવ્ય આપીને ધનવાન કરશે, ને પોતાની દીકરી તેને પરણાવશે ને તેના પિતાના ઘરને ઇઝરાયલમાં સ્વતંત્ર કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan