Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 3:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તારાં કામ હું જાણું છું, તું ટાઢો નથી, તેમ ઊનો પણ નથી, તું ટાઢો અથવા ઊનો થાય એમ હું ચાહું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 ‘તારાં કાર્ય હું જાણું છું. તું નથી ગરમ કે નથી ઠંડો. તું ગરમ કે ઠંડો હોત તો કેવું સારું!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તારાં કામ હું જાણું છું, કે તું ઠંડો નથી, તેમ જ ગરમ પણ નથી; તું ઠંડો અથવા ગરમ થાય એમ હું ચાહું છું!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 “તું શું કરે છે તે હું જાણું છું. તું ગરમ કે ઠંડો નથી; હું ઇચ્છુ છું કે તું ગરમ કે ઠંડો થાય!

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 3:15
23 Iomraidhean Croise  

અને એલિયાએ સર્વ લોકની નજીક આવીને કહ્યું, “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવા ઈશ્વર હોય; તો તેમને અનુસરો; પણ જો બાલ [દેવ હોય] , તો તેને અનુસરો.”અને લોકો ઉત્તરમાં એક પણ શબ્દ બોલ્યા નહિ.


મારા દીકરા, તારું અંત:કરણ મને સોંપી દે, અને તારી આંખો મારા માર્ગોમાં મગ્ન રહો.


તેઓનું હ્રદય ઠગારું છે; હવે તેઓ દોષિત ઠરશે. તે તેઓની વેદીઓને તોડી પાડશે, તે તેઓના ભજન-સ્તંભોનો નાશ કરશે.


એફ્રાઈમ તો વદેશી પ્રજાઓની સાથે ભળી જાય છે. એફ્રાઈમ તો ફેરવ્યા વગરની પોળી જેવો છે.


મારા કરતાં જે પિતા અથવા મા પર વત્તો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. અને દીકરા કે દીકરી પર જે મારાં કરતાં વત્તો પ્રેમ કરે છે, તે મારે યોગ્ય નથી.


અને અન્યાય વધી જવાના કારણથી ઘણાખરાનો પ્રેમ ઠંડો થઈ જશે.


કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ, કેમ કે તે એક ૫ર દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે, ઈશ્વરની તથા દ્રવ્યની સેવા તમારાથી થઈ શકે નહિ.


ઉદ્યોગમાં આળસુ ન થાઓ. આત્મામાં ઉત્સાહી થાઓ. પ્રભુની સેવા કરો.


જો કોઈ માણસ પ્રભુ પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.


કેમ કે મને ભય લાગે છે રખેને હું આવું ત્યારે, જેવા તમને જોવાની હું ઇચ્છા રાખું છું, તેવા તમને ન જોઉં, અને તમે જેવો મને જોવાની ઇચ્છા રાખો છો તેવો તમે મને ન જુઓ, રખેને ટંટા, અદેખાઈ, અંટસ, તડ, ચાડીચુગલી, કાનફૂસિયાં, ગર્વ તથા ધાંધલ થાય.


અરે, જો આ લોકોનું હ્રદય એવું હોય કે તેઓ મારો ડર રાખે ને મારા સર્વ હુકમ સદા પાળે તો કેવું સારું! કેમ કે ત્યારે તો તેમનું તથા તેમના વંશજોનું સદા ભલું થાય!


વળી હું એવી પ્રાર્થના કરું છું કે, જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ઉત્તરોઉત્તર વધતો જાય;


ભાઈઓ, અમારે તમારા વિષે હમેશાં ઈશ્વરની આભારસ્તુતિ કરવી જોઈએ, અને તે યોગ્ય છે, કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે, અને તમે સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો.


બે મનવાળું માણસ પોતાના સર્વ કાર્યમાં અસ્થિર છે.


તમે સત્યને આધીન રહીને ભાઈઓ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મન પવિત્ર કર્યા છે, માટે [ખરા] અંત:કરણથી એકબીજા ઉપર આગ્રહથી પ્રેમ કરો.


તારાં કામ, તારો‍ શ્રમ તથા તારી ધીરજ હું જાણું છું, વળી એ પણ જાણું છું કે, તું ભૂંડાં માણસને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તેં પારખી લીધા, ને તેઓ જૂઠા છે એમ તને માલૂમ પડયું.


તોપણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે, તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો.


સાર્દિસમાંની મંડળીના દૂતને લખ:જેને ઈશ્વરના સાત આત્મા તથા સાત તારા છે, તે આ વાતો કહે છે: તારાં કામ હું જાણું છું કે તું નામનો જીવે છે, પણ તું મરેલો છે.


પણ તું હૂંફાળો છે, એટલે ઊનો નથી તેમ ટાઢો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ.


Lean sinn:

Sanasan


Sanasan