Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 3:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 સાર્દિસમાંની મંડળીના દૂતને લખ:જેને ઈશ્વરના સાત આત્મા તથા સાત તારા છે, તે આ વાતો કહે છે: તારાં કામ હું જાણું છું કે તું નામનો જીવે છે, પણ તું મરેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 સાર્દિસમાંની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેની પાસે ઈશ્વરના સાત આત્મા છે અને સાત તારા છે તે આમ કહે છે: “હું તારાં ક્મ જાણું છું. તું જીવતો કહેવાય છે, પણ વાસ્તવમાં મરેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સાર્દિસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જેમને ઈશ્વરના સાત આત્મા તથા સાત તારા છે, તેઓ આ વાતો કહે છે તારાં કામ હું જાણું છું કે “તું જીવંત તરીકે જાણીતો છે, પણ ખરેખર તું મૃત છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “સાદિર્સમાંની મંડળીના દૂતને આ લખ કે: “તે એક કે જેની પાસે સાત આત્મા અને સાત તારા છે તે તમને આ વાતો કહે છે. “તું જે કામો કરે છે તે હું જાણું છું. લોકો કહે છે કે તું જીવે છે. પણ તું ખરેખર મૃત્યુ પામેલ છે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 3:1
30 Iomraidhean Croise  

કેમ કે આ મારો દીકરો મરી ગયો હતો, તે પાછો જીવતો થયો છે. તે ખોવાયેલો હતો પણ પાછો મળ્યો છે.’ પછી તેઓ આનંદ કરવા લાગ્યા.


તને ખુશી થવું તથા હર્ખાવું ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ મરી ગયો હતો, અને તે પાછો જીવતો થયો છે; અને ખોવાયેલો હતો, તે પાછો જડ્યો છે.’”


કેમ કે અમે સર્વ તેમના ભરપૂરીપણામાંથી કૃપા પર કૃપા પામ્યા.


મેં તેમને ઓળખ્યા ન હતા; પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા કરવાને મોકલ્યો, તેમણે જ મને કહ્યું કે, ‘જેમના પર તું આત્માને ઊતરતો તથા રહેતો જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે.’


એમ કહીને તેમણે તેઓના પર શ્વાસ નાખ્યો, અને તે તેઓને કહે છે, “તમે પવિત્ર આત્મા પામો


કેમ કે જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરનાં વચન બોલે છે; કેમ કે [ઈશ્વર] માપથી આત્મા નથી આપતા.


માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને પિતા પાસેથી પવિત્ર આત્માનું વચન પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તે તેમણે રેડ્યું છે.


વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૂએલા હતાં, ત્યારે [તેમણે તમને સજીવન કર્યાં] ;


આપણે પાપમાં મૂએલા હતા ત્યારે તેમણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યાં (કૃપાથી તમે તારણ પામેલા છો),


વળી તમે તમારા અપરાધોમાં તથા તમારા દેહની બેસુન્‍નતમાં મૂએલા છતાં, તેમણે તમારા સર્વ અપરાધોને માફ કરીને તમને તેમની સાથે જીવતા કર્યાં.


પણ જે [વિધવા] વિલાસમાં નિમગ્ન રહે છે તે તો જીવતી જ મૂએલી છે.


કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમ જ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે.


તેઓમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તનાં દુ:ખ તથા તે પછીના મહિમા વિષે અગાઉથી સાક્ષી પૂરી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો હતો એની તપાસ તેઓ કરતાં હતાં.


તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તેઓ તમારાં પ્રેમભોજનમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે. તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં, તથા ઉખેડી નાંખવામાં આવેલાં વૃક્ષો છે.


તે કહેતી હતી, “તું જે જુએ છે તે પુસ્તકમાં લખ; અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે, તેઓના ઉપર તે મોકલ.”


તેમના જમણા હાથમાં સાત તારા હતા. તેમના મોંમાંથી બેધારી પાણીદાર તરવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો.


મારા જમણા હાથમાં જે સાત તારા તેં જોયા, અને સોનાની જે સાત દીવી છે, એમનો મર્મ તું લખ. સાત તારા તે સાત મંડળીઓના દૂત છે, અને સાત દીવી તો સાત મંડળીઓ છે.


આસિયામાંની સાત મંડળીઓ પ્રતિ લખનાર યોહાન: જે છે, જે હતો, ને જે આવનાર છે તેમના તરફથી, તથા તેમના રાજયાસનની આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી.


તું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં.વળી તું મારા નામને વળગી રહે છે, અને જયારે મારા વિશ્વાસુ શાહેદ અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ તેં મારા પરના વિશ્વાસને નાકબૂલ કર્યો નહિ.


તારાં કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ, તથા તારી ધીરજ હું જાણું છું, અને તારાં છેલ્લાં કામ પહેલાંના કરતાં અધિક છે [એ પણ હું જાણું છું].


તારાં કામ, તારો‍ શ્રમ તથા તારી ધીરજ હું જાણું છું, વળી એ પણ જાણું છું કે, તું ભૂંડાં માણસને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તેં પારખી લીધા, ને તેઓ જૂઠા છે એમ તને માલૂમ પડયું.


હું તારી વિપત્તિ તથા તારી દરિદ્રતા જાણું છું (તોપણ તું ધનવાન છે), અને જે કહે છે કે, અમે યહૂદી છીએ પણ તેઓ એવા નથી પણ શેતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું.


તારાં કામ હું જાણું છું, તું ટાઢો નથી, તેમ ઊનો પણ નથી, તું ટાઢો અથવા ઊનો થાય એમ હું ચાહું છું.


તું જાગૃત થા, અને બાકીનાં જે મરવાની અણી પર છે તેઓને દઢ કર, કેમ કે મેં તારાં કામ મારા ઈશ્વરની નજરમાં સંપૂર્ણ થયેલાં જોયાં નથી.


તારાં કામ હું જાણું છું (જુઓ, તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી) કે, તારામાં થોડી શક્તિ છે, અને તેં મારી વાત પાળી છે, અને મારું નામ નાકબૂલ કર્યું નથી.


રાજયાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળે છે, અને રાજયાસનની આગળ અગ્નિના સાત દીવા બળે છે તે ઈશ્વરના સાત આત્મા છે.


અને રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચમાં તથા વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું તેને સાત શિંગડા તથા સાત આંખ હતી. એ [આંખો] ઈશ્વરના સાત આત્મા છે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે.


Lean sinn:

Sanasan


Sanasan