Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 22:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 એ વાતો સાંભળનાર તથા જોનાર તે હું યોહાન છું. જ્યારે મેં સાંભળ્યું ને જોયું, ત્યારે જે દૂતે મને એ વાતો બતાવી, તેને વંદન કરવાને હું પગે પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 મેં યોહાને જ આ બધું સાંભળ્યું તથા જોયું છે. એ બધું સાંભળવાનું અને જોવાનું પૂરું થયા પછી એ બાબતો બતાવનાર દૂતનું ભજન કરવા માટે હું તેને પગે પડયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જેણે એ સાંભળ્યું તથા જોયું છે તે હું યોહાન છું; અને જ્યારે મેં સાંભળ્યું ને જોયું, ત્યારે જે સ્વર્ગદૂતે મને એ બિનાઓ બતાવી, તેનું દંડવત પ્રણામ કરવા હું તેની આગળ નમ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હું યોહાન છું. મેં આસાંભળ્યું ને જોયું ત્યારે જે દૂતે મને એ વાતો દેખાડી, તેને વંદન કરવા હું પગે પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 22:8
6 Iomraidhean Croise  

ત્યારે નબૂખાદનેસ્સાર રાજાએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને દાનિયેલની પૂજા કરી, અને એવી આજ્ઞા કરી, “તેને અર્પણ [ચઢાવો] તથા મધુર સુગંધીઓનો ધૂપ કરો.”


પણ પિતરે તેને ઉઠાડીને કહ્યું, “ઊભા થાઓ. હું પણ માણસ છું.”


ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિષેનું પ્રકટીકરણ, જે પોતાના સેવકોને કહી બતાવવા માટે ઈશ્વરે તેમને આપ્યું તે. તેમણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું.


આસિયામાંની સાત મંડળીઓ પ્રતિ લખનાર યોહાન: જે છે, જે હતો, ને જે આવનાર છે તેમના તરફથી, તથા તેમના રાજયાસનની આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી.


ત્યારે તેનું વંદન કરવાને હું તેને પગે પડયો. પણ તેણે મને કહ્યું, “જોજે, એવું ન કરતો; હું તો તારો તથા ઈસુની સાક્ષીને વળગી રહેનારા તારા ભાઈઓનો સાથીદાર છું. ઈશ્વરની આરાધના કર; કેમ કે ઈસુ વિષેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે.”


પછી મેં શ્વાપદ, પૃથ્વીના રાજાઓ તથા તેઓનાં સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેમના સૈન્યની સામે લડવાને એકત્ર થયેલાં જોયાં.


Lean sinn:

Sanasan


Sanasan