Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 22:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 આ પુસ્તકમાંનાં ભવિષ્યવચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગન દઈને કહું છું, “જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 હું આ પુસ્તકનાં ભવિષ્યકથનો સાંભળનાર પ્રત્યેકને ગંભીર ચેતવણી આપું છું: જો કોઈ આ પુસ્તકમાં નવાં ભવિષ્યકથનો ઉમેરશે તો ઈશ્વર તેમની સજામાં આ પુસ્તકમાં વર્ણન કરેલી આફતો ઉમેરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 આ પુસ્તકમાંના પ્રબોધવચનો જે કોઈ સાંભળે છે તેને હું ચેતવું છું, ‘જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલી આફતો વધારશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જે આ પ્રબોધનાં વચનો સાંભળે છે તે દરેક વ્યક્તિને હું ચેતવું છું. જો કોઈ વ્યક્તિ આ વચનોમાં કાંઈક ઉમેરો કરશે, તો દેવ તે વ્યક્તિને આ પુસ્તકમાં લખેલી મુસીબતો આપશે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 22:18
23 Iomraidhean Croise  

તેમનાં વચનોમાં તું ઉમેરો ન કર, રખેને તે તને ઠપકો દે, અને તું જૂઠો ઠરે.”


અને એ બધું થયા છતાં જો તમે મારું નહિ સાંભળો, તો હું તમને તમારાં પાપને લીધે સાતગણી વધારે શિક્ષા કરીશ.


તો હું કોપાયમાન થઈને તમારી વિરુદ્ધ ચાલીશ, અને હું તમારાં પાપને લીધે તમને સાતગણી શિક્ષા કરીશ.


અને કોઈ પાછળ લાગેલો ન હોવા છતાં જાણે તરવાર પાછળ આવતી હોય તેમ તેઓ એકબીજા પર પડાપડી કરશે; અને તમારા શત્રુઓની સામે તમારાથી ઊભા રહેવાશે નહિ.


પણ તેમણે ઉત્તર આપ્યો, “જે રોપા મારા આકાશમાંના પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે.


એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છું કે, જેમ બીજા વિદેશીઓ પોતાના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો.


જે જે વિષે હું તમને આજ્ઞા આપું છું તે તે તમારે કાળજી રાખીને કરવું. તારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ


જે વચન હું તમને ફરમાવું છું તેમાં તમારે કંઈ ઉમેરો કરવો નહિ, તેમજ તેમાં તમારે કંઈ ઘટાડો કરવો નહિ. એ માટે કે યહોવા તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે તમે પાળો.


અને તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈનો અન્યાય કરે નહિ, કારણ કે પ્રભુ એવાં બધાં કામનો બદલો લેનાર છે, તે બાબત અમે અગાઉ પણ તમને કહ્યું હતું, ને પ્રમાણ આપ્યું હતું.


આ ભવિષ્યવચનો જે વાંચે છે, ને જેઓ સાંભળે છે, અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓને ધન્ય છે; કેમ કે સમય પાસે છે.


ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે સાત દૂત, અને તેઓની પાસે છેલ્લા સાત અનર્થ હતા. કેમ કે તેઓમાં ઈશ્વરનો કોપ પૂરો કરવામાં આવે છે.


અને જે સાત દૂતની પાસે સાત અનર્થ હતા, તેઓ મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ સ્વચ્છ તથા ચળકતાં શણનાં વસ્‍ત્ર પહેરેલાં હતાં, તથા છાતી પર સોનાના પટા બાંધેલા હતા.


શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે [પકડવામાં આવ્યો]. એ બન્‍નેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતાં જ નાખી દેવામાં આવ્યાં.


અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જયાં શ્વાપદ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાતદિવસ સદાસર્વકાળ વેદના ભોગવશે.


જો કોઈ જીવનપુસ્તકમાં નોંધેલો માલૂમ પડયો નહિ, તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો.


તે મને કહે છે, “આ પુસ્તકમાંનાં ભવિષ્યવચનોને મુદ્રાથી બંધ ન કર, કેમ કે સમય પાસે છે.


મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને માટે આ સાક્ષી તમને આપે. હું દાઉદનું થડ તથા સંતાન, અને પ્રભાતનો પ્રકાશિત તારો છું.


“જુઓ, હું થોડી વારમાં આવું છું. આ પુસ્તકમાં ભવિષ્યવચનો જે પાળે છે તેને ધન્ય છે.”


પણ તે મને કહે છે, “જોજે, એમ ન કર; હું તો તારો તથા જે પ્રબોધકો તારા ભાઈઓ છે તેઓનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાઓનો સાથીદાસ છું. તું ઈશ્વરની આરાધના કર.”


લાઓદિકિયામાંની મંડળીના દૂતને લખ:જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિનું ઉદભવસ્થાન છે તે આ વાતો કહે છે:


Lean sinn:

Sanasan


Sanasan