Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 20:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય તથા પવિત્ર છે! એવાઓ પર બીજા મરણનો અધિકાર નથી! પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તના યાજક થશે, અને તેમની સાથે હજાર વર્ષ રાજ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 સજીવન થવાના આ પ્રથમ તબક્કામાં જેમનો સમાવેશ થયો છે તેમને ધન્ય છે અને તેઓ પવિત્ર છે. તેમની પર બીજીવારના મરણને અધિકાર નથી. તેઓ ઈશ્વરના અને ખ્રિસ્તના યજ્ઞકારો બનશે અને તેમની સાથે હજાર વર્ષ રાજ્ય કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પહેલા મરણોત્થાનમાં જેને ભાગ છે તે આશીર્વાદિત તથા પવિત્ર છે; તેવાઓ પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તનાં યાજક થશે અને તેમની સાથે હજાર વર્ષ રાજ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 એ લોકો જેનો પ્રથમ પુનરુંત્થાન માં ભાગ છે તે લોકો ધન્ય અને પવિત્ર છે. તે લોકો પર બીજા મૃત્યુનો અધિકાર નથી. તે લોકો દેવના તથા ખ્રિસ્તના યાજકો થશે. તેઓ 1,000 વર્ષ માટે તેની સાથે રાજ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 20:6
19 Iomraidhean Croise  

સિયોનમાં તથા યરુશાલેમમાં રહી ગયેલો શેષ, એટલે યરુશાલેમમાંના જીવતાઓમાં નોંધાયેલો દરેક જન પવિત્ર કહેવાશે.


પણ તમે તો યહોવાના યાજક કહેવાશો; આપણા ઈશ્વરના સેવક, એવું [નામ] તમને આપવામાં આવશે. વિદેશીઓની સંપત્તિ તમે ખાશો, ને તેમનું ગૌરવ [તમને પ્રાપ્ત થવા] માં તમે અભિમાન કરશો.


જે વાટ જુએ છે, ને એક હજાર ત્રણસો પાંત્રીસ દિવસ સુધી નભી રહેશે, તેને ધન્ય છે.


એ વાત સાંભળીને તેમની સાથે જમવા બેઠેલાઓમાંના એકે તેમને કહ્યું, “ઈશ્વરના રાજ્યમાં જે રોટલી ખાશે તેને ધન્ય છે!”


તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું, અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે.


હવે જો છોકરાં છીએ, તેઓ વારસ પણ છીએ. એટલે ઈશ્વરના વારસ છીએ, અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ. તેમની સાથે મહિમા પામવાને માટે જો આપણે તેમની સાથે દુ:ખ સહન કરીએ તો.


જો આપણે [અંત સુધી] ટકી રહીએ, તો તેમની સાથે રાજ પણ કરીશું. જો આપણે તેમનો નકાર કરીએ, તો તે આપણો પણ નકાર કરશે.


તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


અને ઈશ્વર એટલે પોતાના પિતાને માટે આપણને યાજકો [નું] રાજ્ય બનાવ્યું, તેમને મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હોજો. આમીન.


પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી, “તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મરણ પામે છે, તેઓને ધન્ય છે. આત્મા કહે છે, હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે; કેમ કે તેઓનાં કામ તેઓની સાથે આવે છે.”


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને બીજા મરણનું દુ:ખ [ભોગવવું] પડશે નહિ.


મરણ તથા હાડેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યાં. અગ્નિની ખાઈએ જ બીજું મરણ છે.


પણ બીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સર્વજૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે! એ જ બીજું મરણ છે.”


ફરીથી રાત પડશે નહિ! તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે! અને તેઓ સદાસર્વકાળ રાજ કરશે.


“જુઓ, હું થોડી વારમાં આવું છું. આ પુસ્તકમાં ભવિષ્યવચનો જે પાળે છે તેને ધન્ય છે.”


જે જીતે છે તેને હું મારા રાજયાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ.


અને અમારા ઈશ્વરને માટે, તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે, અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે.”


Lean sinn:

Sanasan


Sanasan