Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 20:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ ઉપર જે લોકો બેઠેલા હતા, તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરનાં વચનને લીધે જેઓનો શિરચ્છેદ થયો હતો, તથા જેઓએ શ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી, અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને [મેં જોયા]. તેઓ જીવતા થયા, ને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પછી મેં રાજ્યાસનો જોયાં અને જેમને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, તેમને તેમના પર બેઠેલા જોયા. ઈસુએ પ્રગટ કરેલ સત્ય અને ઈશ્વરના સંદેશને લીધે જેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો તેઓ એ હતા. તેમણે પેલા પશુની કે તેની મૂર્તિની પૂજા કરી ન હતી અને તેમના કપાળે કે હાથે પશુની છાપ લીધી ન હતી. તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ પર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને જેઓનો ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે શિરચ્છેદ કરવામાં આવ્યા હતા તથા જેઓએ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરી ન હતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લગાવી ન હતી તેઓના આત્માઓને મેં જોયાં; અને તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પછી મેં કેટલાંક રાજ્યાસનો અને લોકોને તેઓના પર બેઠેલા જોયા. આ તે લોકો હતા, જેઓને ન્યાય કરવાનો અધિકાર અપાયો હતો અને મેં એ લોકોના આત્માઓ જોયા. જેઓનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. કારણ કે તેઓ ઈસુના સત્યને અને દેવ તરફથી આવેલ સંદેશને વફાદાર હતા. એ લોકો તે પ્રાણીને કે તેની મૂર્તિને પૂજતા ન હતા. તેઓનાં કપાળ પર કે તેઓનાં હાથો પર પ્રાણીની છાપ ન હતી. તે લોકો ફરીથી સજીવન થયા અને ખ્રિસ્ત સાથે તેઓએ 1,000 વર્ષ રાજ્ય કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 20:4
40 Iomraidhean Croise  

તે રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે, જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકૂમત તે આ સર્વ રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે, ને તે સર્વકાળ ટકશે.


પણ પરાત્પર પવિત્રો રાજ્ય સંપાદન કરશે, ને તે રાજ્ય સદા, હા, સદાસર્વકાળ ભોગવશે.


ત્યાં સુધી એ જ શિંગડાએ પવિત્રોની સામે યુદ્ધ મચાવીને તેઓના ઉપર જય મેળવ્યો, તે હું જોયા કરતો હતો.


રાજ્ય તથા સત્તા, ને આખા આકાશ નીચેનાં રાજ્યોનું મહત્વ પરાત્પરના પવિત્રોની પ્રજાને આપવામાં આવશે. તેનું રાજ્ય સદા ટકનારું રાજ્ય છે, ને સર્વ રાજ્યો તેની તાબેદારી કરશે તથા તેની આજ્ઞાને આધીન રહેશે.’


હું જોયા કરતો હતો એટલામાં રાજ્યાસનો ગોઠવવામાં આવ્યાં, ને એક વયોવૃદ્ધ પુરુષ બિરાજમાન થયો. તેનો પોશાક બરફના જેવો શ્વેત, ને તેના માથાના વાળ ચોખ્ખા ઊનનાં જેવા હતા; તેનું રાજ્યાસન અગ્નિની જવાળારૂપ હતું, [ને] તેનાં પૈડાં ધગધગતા આંગારારૂપ હતાં.


જુઓ, યહોવાનો મહાન તથા ભયંકર દિવસ આવે તે યહેલાં હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલી દઈશ.


અને ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, જ્યારે પુનરુત્પત્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયેલનાં બારે કુળોનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બેસશો.


અને તે સમયે ઘણા ઠોકર ખાશે, ને એકબીજાને પરસ્વાધીન કરાવશે, ને એકબીજા પર વૈર રાખશે.


પણ હેરોદે તે સાંભળીને કહ્યું, “એ તો યોહાન છે કે જેનું માથું મેં કાપી નંખાવ્યું, તે મૂએલાંમાંથી ઊઠ્યો છે.”


અને તરત રાજાએ સિપાઈને મોકલીને યોહાનનું માથું લાવવાનો હુકમ કર્યો, ને તેણે જઈને કેદખાનામાં તેનું માથું કાપી નાખ્યું.


અને તેઓએ તેમને પૂછ્યું, “શાસ્‍ત્રીઓ કેમ કહે છે કે, પહેલાં એલિયાએ આવવું જોઈએ?”


તે એલિયાના આત્માએ તથા પરાક્રમે પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન છોકરાં તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે [ચાલવાને] ફેરવે, અને પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.”


તેથી તમે ધન્ય થશો; કેમ કે તમને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના પુનરુત્થાનમાં તમને બદલો આપવામાં આવશે.”


કે, તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ. અને તમે ઇઝરાયલનાં બારે કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બેસશો.


થોડીવાર પછી જગત મને ફરીથી જોશે નહિ, પણ તમે મને જોશો. હું જીવું છું, માટે તમે પણ જીવશો.


કેમ કે જો તેઓને તજી દેવાથી જગતનું [ઈશ્વરની સાથે] સમાધાન થયું, તો તેઓનો સ્વીકાર કરવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે?


હવે જો છોકરાં છીએ, તેઓ વારસ પણ છીએ. એટલે ઈશ્વરના વારસ છીએ, અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ. તેમની સાથે મહિમા પામવાને માટે જો આપણે તેમની સાથે દુ:ખ સહન કરીએ તો.


જો આપણે [અંત સુધી] ટકી રહીએ, તો તેમની સાથે રાજ પણ કરીશું. જો આપણે તેમનો નકાર કરીએ, તો તે આપણો પણ નકાર કરશે.


અને એણે ઈશ્વરનાં વચન વિષે તથા ઈસુ ખ્રિસ્તની શાહેદી વિષે, એટલે જેટલું પોતે જોયું હતું તે વિષે, સાક્ષી આપી.


હું યોહાન તમારો ભાઈ, અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર, ઈશ્વરના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે, પાત્મસ નામે બેટમાં હતો.


પણ સાડાત્રણ દિવસ પછી ઈશ્વર તરફથી જીવનનો આત્મા તેઓમાં પ્રવેશ્યો, એટલે તેઓ પોતાના પગ પર ઊભા રહ્યા; અને તેઓને જોનારાઓને ઘણું ભય લાગ્યું.


પછી સાતમા દૂતે વગાડયું, ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું, “આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે. તે સદાસર્વકાળ રાજ કરશે.”


મારા બે શાહેદો ટાટ પહેરીને એક હજાર બસો સાઠ દિવસ સુધી પ્રબોધ કરે, એવો હું તેઓને [અધિકાર] આપીશ.


જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે, ત્યારે જે શ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતશે, અને તેઓને મારી નાખશે.


તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે; અને છેક મરતાં સુધી તેઓએ પોતાના જીવને વહાલો ગણ્યો નહિ.


અને તેઓની પીડાનો ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢયા કરે છે. જેઓ શ્વાપદની તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે, તેઓને રાતદિવસ વિશ્રાંતિ નથી.


પછી મેં જાણે કે અગ્નિમિશ્રિત ચળકતો સમુદ્ર જોયો, અને જેઓએ શ્વાપદ પર, તેની મૂર્તિ પર તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો, તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઊભા રહેલા હતા, ને તેઓની પાસે ઈશ્વરની વીણાઓ હતી.


જે શ્વાપદ તેં જોયું. તે હતું ને નથી, તે ઊંડાણમાંથી નીકળવાનું તથા નાશમાં જવાનું છે. અને પૃથ્વી પર રહેનારાંઓ જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી જીવનપુસ્તકમાં લખેલાં નથી, તેઓ જે શ્વાપદ હતું ને નથી ને આવનાર છે, તેને જોઈને આશ્ચર્ય પામશે.


જે જીતે છે અને અંત સુધી મારાં કામ પકડી રાખે છે, તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ.


પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય તથા પવિત્ર છે! એવાઓ પર બીજા મરણનો અધિકાર નથી! પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તના યાજક થશે, અને તેમની સાથે હજાર વર્ષ રાજ કરશે.


ફરીથી રાત પડશે નહિ! તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે! અને તેઓ સદાસર્વકાળ રાજ કરશે.


જે જીતે છે તેને હું મારા રાજયાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ.


રાજ્યાસનની આસપાસ ચોવીસ આસનો હતાં. તે આસનો પર ચોવીસ વડીલોને બેઠેલા મેં જોયા, તેઓએ ઊજળાં વસ્‍ત્ર પહેરેલાં હતાં, અને તેઓના માથા પર સોનાના મુગટ હતા.


જ્યારે તેણે પાંચમી મુદ્રા તોડી, ત્યારે ઈશ્વરના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં વેદી નીચે જોયા.


“જયાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓનાં કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા વૃક્ષોને ઉપદ્રવ કરશો નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan