Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 2:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનના ઝાડ પરનું [ફળ] હું ખાવાને આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેમને સાંભળવાને કાન હોય તે સાંભળે; જે વિજય પ્રાપ્ત કરશે, તેને હું ઈશ્વરના પારાદૈસમાંના જીવનવૃક્ષનું ફળ ખાવા આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પવિત્ર આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનનાં વૃક્ષ પરનું ફળ હું ખાવાને આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે, આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ. જે વ્યક્તિ વિજય મેળવે છે તેને હું જીવનનાં વૃક્ષ પરનું ફળ ખાવાનો અધિકાર આપીશ. આ વૃક્ષ દેવના પારાદૈસમાં છે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 2:7
36 Iomraidhean Croise  

અને યહોવા ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જેનાં ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારાં છે તેઓને, ને વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ, તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યાં.


નેકીવાનનું ફળ તે જીવનનું ઝાડ છે; અને જે જ્ઞાની છે તે [બીજા] આત્માઓને બચાવે છે.


આશા [નું ફળ મળવામાં] વિલંબ થયાથી અંત:કરણ ઝૂરે છે; પણ ઇચ્છાનું ફળ મળે છે ત્યારે તે જીવનવૃક્ષ છે.


નિર્મળ જીભ જીવનનું ઝાડ છે; પણ તેની કુટિલતા મનને ભાંગી નાખે છે.


જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે; જેઓ તેને પકડી રાખે છે તે દરેકને ધન્ય છે.


તું ઈશ્વરની એદન વાડીમાં હતો. તું સુવર્ણજડિત સર્વ‍ પ્રકારના મૂલ્યવાન રત્નો, એટલે માણેક, પોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસપિસ, નીલમણિ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. તારી ખંજરીઓ તથા વાંસળીઓની કારીગરી તારામાં હતી. તારી ઉત્પત્તિને દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યાં.


ઈશ્વરની વાડીમાંનાં એરેજવૃક્ષો તેને ઢાંકી શકતાં નહિ. દેવદારવૃક્ષો તેની ડાંખળીઓ સમાન પણ નહતાં, ને પ્લેનવૃક્ષો તેની ડાળીઓની બરાબર પણ નહોતાં; ખૂબીમાં પણ ઈશ્વરની વાડીમાંનું ને એકે વૃક્ષ તેની બરોબરી કરી શકતું નહોતું.


જેને સાંભળવાને કાન છે તે સાંભળે.


ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂરજની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.


જેને સાંભળવાને કાન છે તે સાંભળે.”


અને તેમણે તેઓને કહ્યું, “જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”


બહારથી માણસમાં પેસીને તેને વટાળી શકે એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે જ માણસને વટાળે છે.


[જો કોઈને સાંભળવાને કાન હોય તો તે સાંભળે.] ”


તેમણે તેને કહ્યું, “હું તને ખચીત કહું છું કે, આજ તું મારી સાથે પારાદૈશમાં હોઈશ.”


વળી બીજાં સારી જમીનમાં પડ્યાં, તે ઊગ્યાં, અને તેને સોગણું ફળ આવ્યું.” એ વાતો કહેતાં તેમણે મોટેથી કહ્યું, “જેને સાંભળવાને કાન છે તેણે સાંભળવું.”


મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યાં છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”


તે તો ઈશ્વરે આત્માથી આપણને પ્રગટ કર્યા છે.” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા [વિચારો] ને પણ શોધે છે.


કે, તેને પારાદૈસમાં ઉપાડી લેવામાં આવ્યો, અને માણસથી બોલી શકાય નહિ, એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી.


પિતાઓ, હું તમને લખું છું, કારણ કે જે આરંભથી છે, તેમને તમે ઓળખો છો, જુવાનો, હું તમને લખું છું, કારણ કે તમે દુષ્ટને જીત્યો છે. છોકરાં મેં તમને લખ્યું છે, કારણ કે તમે પિતાને ઓળખો છો.


જો કોઈને કાન હોય તો તે સાંભળે.


પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી, “તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મરણ પામે છે, તેઓને ધન્ય છે. આત્મા કહે છે, હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે; કેમ કે તેઓનાં કામ તેઓની સાથે આવે છે.”


પછી મેં જાણે કે અગ્નિમિશ્રિત ચળકતો સમુદ્ર જોયો, અને જેઓએ શ્વાપદ પર, તેની મૂર્તિ પર તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો, તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઊભા રહેલા હતા, ને તેઓની પાસે ઈશ્વરની વીણાઓ હતી.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને બીજા મરણનું દુ:ખ [ભોગવવું] પડશે નહિ.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માન્‍નામાંથી આપીશ, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ, તે પથ્થર પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ [તે નામ] જાણતું નથી.


જે જીતે છે તેને એ [સર્વ] નો વારસો મળશે, હું તેનો ઈશ્વર થઈશ, અને તે મારો પુત્ર થશે.


જીવનના ઝાડ પર તેઓને હક મળે, અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે, એ માટે જેઓ પોતાનાં વસ્‍ત્ર ધુએ છે તેઓને ધન્ય છે.


આત્મા તથા કન્યા બન્‍ને કહે છે, “આવો.” જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.” અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.


એ નદીના બન્‍ને કિનારે જીવનનું ઝાડ હતું. તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં દર માસે તેને [નવીન] ફળ આવતાં હતાં! વળી તે ઝાડનાં પાદડાં [સર્વ] પ્રજાઓને નીરોગી કરવા માટે હતા.


Lean sinn:

Sanasan


Sanasan