Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 2:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. એણે બાલાકને ઇઝરાયલપુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓનાં નૈવેદ ખાય અને વ્યભિચાર કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પરંતુ મારે તારી વિરુદ્ધ થોડીક બાબતો કહેવાની છે: તારે ત્યાં કેટલાક બલઆમના શિક્ષણને અનુસરનાર છે. ઇઝરાયલી લોકોને કેવી રીતે પ્રલોભનમાં પાડવા તે બલઆમે બાલાકને શીખવ્યું, જેથી તેઓ મૂર્તિઓને અર્પેલો ખોરાક ખાય અને વ્યભિચાર કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના શિક્ષણને વળગી રહેનારા ત્યાં તારી પાસે છે; એણે બાલાકને ઇઝરાયલ પુત્રોની આગળ પાપ કરવા શીખવ્યું કે તેઓ મૂર્તિઓની પ્રસાદી ખાય અને વ્યભિચાર કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “છતાં પણ મારી પાસે તારી વિરુંદ્ધ થોડી એક વાતો છે: તારી સાથે કેટલાક લોકો છે. જે બલામના બોધને અનુસરે છે. બલામે બાલાકને શીખવ્યું કે ઈસ્રાએલના લોકોને પાપ કરતા શીખવે, તે લોકોએ મૂતિઓના નૈવેદ ખાઈને અને વ્યભિચાર કરીને પાપ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 2:14
30 Iomraidhean Croise  

વળી તે કહેશે, “સડક બાંધો, સડક બાંધો, માર્ગ તૈયાર કરો, મારા લોકોના માર્ગોમાંથી હરેક ઠોકરલ ખવડાવનારી વસ્તુ ઉઠાવી લો.”


માટે યહોવા કહે છે, “જુઓ, આ લોકોની આગળ હું ઠેસો મૂકીશ; અને પિતાઓ તથા પુત્રો બન્ને તેનાથી ઠોકર ખાઈને પડી જશે; પડોશી તથા તેના મિત્રો બન્ને નાશ પામશે.”


વળી જ્ચારે કોઈ નેક માણસ પોતાની નેકીથી ફરી જઈને દુષ્કર્મ કરે, ને તેથી હું તેની આગળ ઠેસ મૂકું, તો તે માર્યો જશે. તેં તેને ચેતવણી નથી આપી તેથી તે તો પોતાના પાપને લીધે મરશે, ને તેનાં કરેલાં સુકૃત્યોનું સ્મરણ કરવામાં આવશે નહિ. પણ તેના રક્તનો જવાબ તો હું તારી પાસેથી માગીશ.


તેઓએ તેમની મૂર્તિઓ આગળ તેમની સેવા બજાવી હતી, ને ઇઝરાયલ લોકોની પ્રત્યે અનીતિની ઠેસરૂપ થયા હતા; તે માટે પ્રભુ યહોવા કહે છે કે, મેં તેઓની વિરુદ્ધ સમ ખાધા છે, ને તેમની દુષ્ટતા તેમને માથે આવશે.


અને હવે, જો, હું મારા લોકની પાસે પાછો જાઉં છું. ચાલ, આ લોક પાછલા કાળમાં તારા લોકને શું કરશે, તે હું તને જણાવું.”


જુઓ, તેઓએ બલામની સલાહથી ઇઝરાયલીઓની પાસે પેઓરની બાબતમાં યહોવાની વિરુદ્ધ પાપ કરાવ્યું, ને તેથી યહોવાની પ્રજામાં મરકી ચાલી.


અને બીજાઓને મારી નાખ્યા તે ઉપરાંત તેઓએ મિદ્યાનના રાજાઓને, એટલે અવી તથા રેકેમ તથા સૂર તથા હૂર તથા રેબા, એ પાંચ મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બયોરના દિકરા બલામને તરવારથી મારી નાખ્યો.


ઠોકરોને લીધે જગતને અફસોસ છે! ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે!


એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, તથા ગૂંગળાવીને મારેલાંથી તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું. જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે. તમને કુશળતા થાઓ.”


પણ જે વિદેશીઓએ વિશ્વાસ કર્યો છે તેઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારી નાખેલાંથી તથા વ્યભિચારથી દૂર રહે.”


દાઉદ પણ કહે છે, “તેઓની મેજ તેઓને માટે જાળ, પાશ, ઠોકર તથા પ્રતિફળરૂપ થાઓ.


તો હવેથી આપણે એકબીજાને દોષિત ઠરાવીએ નહિ. પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિશ્ચય કરવો, તે સારું છે.


માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો, અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠેસ ખાય છે, [અથવા ઠોકરાય છે, અથવા નિર્બળ થાય છે] તે ન [કરવું] એ તારે માટે ઘટિત છે.


શા માટે નહિ? કેમ કે તેઓ વિશ્વાસથી નહિ, પણ જાણે કે [નિયમની] કરણીઓથી [તેને શોધતા હતા] , તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી.


પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, તે તો યહૂદીઓને ઠોકરરૂપ, અને ગ્રીકોને મુર્ખતારૂપ લાગે છે.


પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે તથા દરેક સ્‍ત્રીએ લગ્ન કરવું.


સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે. કેમ કે ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.


પછી મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે ઊઠીને ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું; અને તેણે તમને શાપ આપવા માટે બયોરના દીકરા બલામને બોલાવી મંગાવ્યો;


અને “ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” તેઓ આજ્ઞા માનતા નથી, તેથી તેઓ વચન વિષે ઠોકર ખાય છે; એને માટે પણ તેઓ નિર્માણ થયા હતા.


ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ગયા છે, અને બેઓરનો [દીકરો] બલામ, જે અન્યાયનાં ફળ પર મોહ પામ્યો તેને માર્ગે ચાલનારા થયા.


તેઓને અફસોસ! કેમ કે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા, તેમ જ દ્રવ્યલાલસાને માટે બલામની ભૂલમાં ઘસી ગયા, અને કોરાના બંડમાં નાશ પામ્યા.


તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે, ઈઝેબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્‍ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓનાં નૈવેદ ખાવાને શીખવે છે તથા ભમાવે છે.


તોપણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે, તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો.


પણ બીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સર્વજૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે! એ જ બીજું મરણ છે.”


કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બહાર છે.


Lean sinn:

Sanasan


Sanasan