Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 2:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તું એફેસસમાંની મંડળીના દૂતને લખ: જે પોતાન જમણા હાથમાં સાત તારા રાખે છે, અને જે સોનાની સાત દીવીની વચમાં ચાલે છે તે આ વાતો કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 એફેસસની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેમના જમણા હાથમાં સાત તારા છે અને જે સોનાની સાત દીવીઓની મયે છે તે આમ કહે છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 એફેસસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જે પોતાના જમણાં હાથમાં સાત તારા રાખે છે અને જે સોનાની સાત દીવીની વચ્ચે ચાલે છે તે આ વાતો કહે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “એફેસસમાંની મંડળીના દૂતને આ પત્ર લખ કે: “જે પોતાના જમણા હાથમાં સાત તારા રાખે છે, અને જે સોનાની સાત દીવીઓની વચમાં ચાલે છે તે તમને આ વાતો કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 2:1
20 Iomraidhean Croise  

તેઓ અંદર જાય ત્યારે સરદાર તેઓની સાથે અંદર જાય; અને તેઓ બહાર નીકળે ત્યારે તે તેઓની સાથે બહાર નીકળે.


કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકત્ર થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું”


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


તે સળગતો તથા પ્રકાશતો દીવો હતો! તેના અજવાળામાં ઘડીભર આનંદ કરવાને તમે રાજી હતા.


તેઓ એફેસસ પહોંચ્યા ત્યારે તેણે તેઓને ત્યાં મૂક્યાં. પણ પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો.


પણ ઈશ્વરેચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ. એમ કહીને તેઓની વિદાય લીધી, અને એફેસસથી વહાણમાં ઊપડયો.


જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો, અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા.


ઈશ્વરના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોય? કેમ કે જેમ ઈશ્વરે ક્હ્યું છે, “હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ; હું તેઓનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોકો થશે.” તેમ આપણે જીવતા ઈશ્વરનું મંદિર છીએ.


તેમના જમણા હાથમાં સાત તારા હતા. તેમના મોંમાંથી બેધારી પાણીદાર તરવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો.


મારા જમણા હાથમાં જે સાત તારા તેં જોયા, અને સોનાની જે સાત દીવી છે, એમનો મર્મ તું લખ. સાત તારા તે સાત મંડળીઓના દૂત છે, અને સાત દીવી તો સાત મંડળીઓ છે.


[ત્યારે પછી] આકાશમાં મોટું ચિહ્ન જોવામાં આવ્યું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્‍ત્રી [જોવામાં આવી] , તેના પગ નીચે ચંદ્ર ને તેના માથા પર બાર તારાનો મુગટ હતો.


પેર્ગામમમાંની મંડળીના દૂતને લખ:જેની પાસે બેધારી પાણીદાર તરવાર છે તે આ વાતો કહે છે:


થુઆતૈરાની મંડળીના દૂતને લખ:ઈશ્વરના પુત્ર, જેમની આંખો અગ્નિની જવાળા જેવી છે, અને જેમના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે:


સ્મર્નામાંની મંડળીના દૂતને લખ: જે પ્રથમ તથા છેલ્લા, જે મૃત્યુ પામ્યા હતા પણ જીવતા થયા, તે આ વાતો કહે છે:


સાર્દિસમાંની મંડળીના દૂતને લખ:જેને ઈશ્વરના સાત આત્મા તથા સાત તારા છે, તે આ વાતો કહે છે: તારાં કામ હું જાણું છું કે તું નામનો જીવે છે, પણ તું મરેલો છે.


લાઓદિકિયામાંની મંડળીના દૂતને લખ:જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિનું ઉદભવસ્થાન છે તે આ વાતો કહે છે:


ફિલાડેલ્ફિયામાંની મંડળીના દૂતને લખ:જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની ચાવી છે. જે ઉઘાડે છે અને કોઈ બંધ કરશે નહિ, ને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડતો નથી, તે આ વાતો કહે છે:


Lean sinn:

Sanasan


Sanasan