Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 19:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 વળી તે મને કહે છે, “હલવાનના લગ્નજમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે, એમ તું લખ.” તે મને એમ પણ કહે છે, “આ તો ઈશ્વરનાં ખરાં વચનો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પછી દૂતે મને કહ્યું, “આ વાત લખી લે: જેમને હલવાનના લગ્નમાં આમંત્રણ મળ્યું છે, તેમને ધન્ય છે.” વળી, તેણે મને કહ્યું, “આ ઈશ્વરનાં સત્ય કથનો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 સ્વર્ગદૂતે મને કહ્યું કે, ‘તું એમ લખ કે હલવાનના લગ્નજમણને સારુ જેઓને નિમંત્રેલા છે તેઓ આશીર્વાદિત છે,’ તે મને એમ પણ કહે છે કે, ‘આ તો ઈશ્વરના સત્ય વચનો છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી તે દૂતે મને કહ્યું કે, “આ લખ: પેલા લોકો કે જેઓને હલવાનના લગ્નમાં ભોજન માટે નિમંત્રણ અપાયાં છે, તે લોકોને ધન્ય છે!” પછી તે દૂતે કહ્યું કે, “આ દેવના ખરાં વચનો છે.”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 19:9
27 Iomraidhean Croise  

વળી યહોવાએ મને કહ્યું, “તારે માટે મોટી પાટી લઈને તે પર સાધારણ લિપિમાં ‘માહેર-શાલાલ-હાશ-બાઝને માટે’ લખ;


પછી યહોવાએ મને ઉત્તર આપ્યો, “સંદર્શન લખ, ને તેને પાટીઓ પર એવું સ્પષ્ટ લખ કે જે તે વાંચે તે દોડે.


કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરના રાજ્યમાં તે પૂરું નહિ થાય ત્યાં સુધી હું તે ફરી ખાવાનો નથી.”


આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા; એવા [પાપીઓ] માં હું મુખ્ય છું.


આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ રીતે સ્વીકાર કરવા યોગ્ય છે.


આ વચન વિશ્વાસ કરવા યોગ્ય છે: જો આપણે તેમની સાથે મર્યા, તો તેમની સાથે જીવીશું પણ.


એ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો તેઓ સારાં કામ કરવાની કાળજી રાખે, માટે આ વાતો તું તેઓનાં મનમાં ઠસાવ્યા કરે, એવી મારી ઇચ્છા છે. આ બાબતો સારી તથા માણસોને હિતકારક છે.


ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિષેનું પ્રકટીકરણ, જે પોતાના સેવકોને કહી બતાવવા માટે ઈશ્વરે તેમને આપ્યું તે. તેમણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું.


તેં જે જે જોયું છે, અને જે જે છે, અને હવે પછી જે જે થશે, તે સર્વ લખ.


જ્યારે તે સાત ગર્જના બોલી ત્યારે [તેઓએ જે કહ્યું તે] હું લખી લેવાનો હતો, પણ મેં આકાશમાંથી એક વાણીને એમ કહેતી સાંભળી, “સાત ગર્જનાએ જે જે વાતો કહી, તેના પર તું મુદ્રા કર ને તેઓને લખ નહિ.”


પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી, “તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મરણ પામે છે, તેઓને ધન્ય છે. આત્મા કહે છે, હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે; કેમ કે તેઓનાં કામ તેઓની સાથે આવે છે.”


જે સાત દૂતની પાસે તે સાત પ્યાલાં હતાં., તેઓમાંનો એક આવ્યો, તેણે મારી સાથે વાત કરી, ને કહ્યું, “અહીં આવ, જે મોટી વેશ્યા ઘણાં પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવીશ.


કેમ કે તેઓ ઈશ્વરની ઈચ્છા પૂરી કરે, એક વિચારના થાય, અને ઈશ્વરનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજય શ્વાપદને સોંપે એવું ઈશ્વરે તેઓના મનમાં મૂક્યું છે.


તું એફેસસમાંની મંડળીના દૂતને લખ: જે પોતાન જમણા હાથમાં સાત તારા રાખે છે, અને જે સોનાની સાત દીવીની વચમાં ચાલે છે તે આ વાતો કહે છે.


પેર્ગામમમાંની મંડળીના દૂતને લખ:જેની પાસે બેધારી પાણીદાર તરવાર છે તે આ વાતો કહે છે:


થુઆતૈરાની મંડળીના દૂતને લખ:ઈશ્વરના પુત્ર, જેમની આંખો અગ્નિની જવાળા જેવી છે, અને જેમના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે:


સ્મર્નામાંની મંડળીના દૂતને લખ: જે પ્રથમ તથા છેલ્લા, જે મૃત્યુ પામ્યા હતા પણ જીવતા થયા, તે આ વાતો કહે છે:


રાજ્યાસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું, “જુઓ, હું બધું નવું બનાવું છું.” વળી તે કહે છે, “તું લખ; કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.”


પછી તેણે મને કહ્યું, “એ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે! પ્રભુ જે પ્રબોધકોના આત્માઓના ઈશ્વર છે, તેમણે જે થોડી વારમાં થવાનું જ છે તે પોતાના સેવકોને બતાવવા માટે પોતાના દૂતને મોકલ્યો છે.”


સાર્દિસમાંની મંડળીના દૂતને લખ:જેને ઈશ્વરના સાત આત્મા તથા સાત તારા છે, તે આ વાતો કહે છે: તારાં કામ હું જાણું છું કે તું નામનો જીવે છે, પણ તું મરેલો છે.


લાઓદિકિયામાંની મંડળીના દૂતને લખ:જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિનું ઉદભવસ્થાન છે તે આ વાતો કહે છે:


જુઓ, હું બારણાં આગળ ઊભો રહીને ખટખટાવું છું; જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ, ને તે મારી સાથે જમશે.


ફિલાડેલ્ફિયામાંની મંડળીના દૂતને લખ:જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની ચાવી છે. જે ઉઘાડે છે અને કોઈ બંધ કરશે નહિ, ને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડતો નથી, તે આ વાતો કહે છે:


Lean sinn:

Sanasan


Sanasan