Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 18:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 એ માટે એક જ દિવસમાં તેના પર અનર્થો, એટલે મરણ તથા રુદન તથા દુકાળ આવશે. અને તેને અગ્નિથી બાળી નાખવામાં આવશે, કેમ કે તેનો ન્યાય કરનાર પ્રભુ ઈશ્ચર સમર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 એને લીધે રોગચાળો, વેદના, દુકાળ એ બધી આફતો એક જ દિવસે તેના પર આવી પડશે, અને તેને અગ્નિમાં બાળી નાખવામાં આવશે. કારણ, તેનો ન્યાય કરનાર તો પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 એ માટે એક દિવસમાં તેના પર આફતો એટલે મરણ, રુદન તથા દુકાળ આવશે, અને તેને અગ્નિથી બાળી નંખાશે; કેમ કે પ્રભુ ઈશ્વર કે જેમણે તેનો ન્યાય કર્યો, તે સમર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેથી એક દિવસમાં આ બધી ખરાબ બાબતો મૃત્યુ, શોક અને દુકાળ તેની પાસે આવશે. તેનો અગ્નિથી નાશ થશે, કારણ કે પ્રભુ દેવ જે તેનો ન્યાય કરે છે તે શક્તિશાળી છે.”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 18:8
18 Iomraidhean Croise  

જો પરાક્રમીના બળ વિષે [બોલીએ] , તો તે જ બળવાન છે! જો ઇનસાફ વિષે [બોલીએ] તો મને અરજ કરવાનો વખત કોણ ઠરાવી આપશે?


ઈશ્વર એક વાર બોલ્યા છે, આ વાત મેં બે વાર સાંભળી છે, કે સામર્થ્ય ઈશ્વરનું જ છે;


તે દિવસે યહોવા પોતાની સખત, મહાન તથા સમર્થ તરવારથી, વેગવાન સર્પ લિવિયાથાનને, ને ગૂંછળીયા સર્પ લિવિયાથાનને જોઈ લેશે; અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાખશે.


માટે યહોવાએ ઇઝરાયલનું માથું તથા તેનું પૂછડું, ખજૂરીની ટોચ તથા સરકટ એક જ દિવસે કાપી નાખ્યાં છે.


સૈન્યોના પ્રભુ યહોવા કહે છે, “અરે ઉદ્ધત, જો, હું તારી વિરુદ્ધ છું; કેમ કે તને શિક્ષા કરવાનો સમય, નિર્માણ થયેલો દિવસ આવ્યો છે.


તેઓનો ઉદ્ધારનાર બળવાન છે; તેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે. પૃથ્વી પર શાંતિ ફેલાવવાને, ને બાબિલના રહેવાસીઓને કંપાવવાને તે નિશ્ચય તેઓનો પક્ષ લેશે.


વળી સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે: બાબિલના પહોળા કોટ છેક પાડી નાખવામાં આવશે, તેના ઊંચા દરવાજાઓ બાળી નાખવામાં આવશે; તે લોકોના શ્રમનો બદલો શૂન્યરૂપ, ને વિદેશીઓ [ના શ્રમનું ફળ] અગ્નિમાં ભસ્મ થશે, અને તેઓ કંટાળી જશે.


તમે દરેક તમારા પ્રાણ બચાવો, બાબિલમાંથી નાસો. [ત્યાં રહીને] તેની દુષ્ટતા [ની શિક્ષા] માં તમે નાશ ન પામો; કેમ કે બદલો લેવાનો યહોવાનો સમય આવ્યો છે; તે તેને પ્રતિફળ આપશે.


યહોવા પોતાના સૈન્યને મોખરે મોટે અવાજે પોકારે છે. તેમની છાવણી બહું મોટી છે. જે તેમનું વચન અમલમાં લાવે છે તે સમર્થ છે. યહોવાનો દિવસ મોટો તથા મહા ભયંકર છે; કોણ તેને સહન કરી શકે?


તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ?


“હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, જે છે, ને જે હતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ; કેમ કે તમે તમારું મહાન સામર્થ્ય ધારણ કર્યું છે, અને તમે રાજ કરવા લાગ્યા છો.


તેં જે દશ શિંગડાં તથા શ્વાપદ જોયાં તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્નિથી તેને બાળી નાખશે.


જે સ્‍ત્રીને તેં જોઈ છે, તે તો જે મોટું શહેર પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે તે છે.


કેમ કે આ સર્વ એટલી મોટી સંપત્તિ એક ઘડીમાં નષ્ટ થઈ છે. સર્વ નાખુદા, અને સર્વ સફર કરનારા, ખલાસીઓ અને સમુદ્રમાર્ગે વેપાર કરનારા, દૂર ઊભા રહ્યા,


તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી, અને રુદન તથા વિલાપ કરતાં મોટે સાદે કહ્યું, ‘અરેરે! અરેરે! જે મોટા નગરની સંપત્તિથી સમુદ્ર પરનાં વહાણોના સર્વ માલિકો ધનવાન થયા, તે એક ઘડીમાં ઉજ્જડ થયું છે!’


ફરીથી તેઓએ કહ્યું, “હાલેલૂયા! અને તેનો ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢે છે.”


Lean sinn:

Sanasan


Sanasan