Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 18:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 પ્રબોધકોનું, સંતોનું તથા પૃથ્વી પર જેઓને મારી નાખવામાં આવ્યા છે, તે સર્વનું લોહી પણ તેમાંથી જડ્યું હતું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 ઈશ્વરના સંદેશવાહકો અને તેના લોકોનું અને પૃથ્વી પર મારી નંખાયેલા સર્વ લોકોનું લોહી એ શહેરમાં મળી આવ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 અને પ્રબોધકોનું, સંતોનું તથા પૃથ્વી પર જેઓ મારી નંખાયા છે, તે સઘળાનું લોહી પણ તેમાંથી જડ્યું હતું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 બધા લોકો જેઓને પૃથ્વી પર મારી નાખવામાં આવ્યા હતા, બધા પ્રબોધકો અને સંતોનું લોહી વહાવવા માટે તે (બાબિલોન) દોષિત છે.”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 18:24
16 Iomraidhean Croise  

વળી તારા વસ્ત્રોમાં નિર્દોષ ગરીબ માણસનું રક્ત મળી આવ્યું છે. તેઓ ખાતર પાડતા હતા ત્યારે તેઓ તને જડયા એમ તો નહિ, પણ આ બધા ઉપર તે [રક્ત] છે.


બાબિલે જેમ ઇઝરાયલમાંના કતલ થયેલાઓને પાડયા છે, તેમ આખી પૃથ્વીના કતલ થયેલાઓ બાબિલમાં પડશે.


તારી અંદર લોકોએ લાંચ લઈને રક્ત વહેવડાવ્યું છે; તેં વ્યાજ તથા વટાવ લીધા છે, ને તેં લોભથી જુલમ ગુજારીને તારા પડોશી સાથે લાભ મેળવ્યો છે, ને તું મને વીસરી ગયો છે, એમ પ્રભુ યહોવા કહે છે.


તેના સરદારો શિકારને ફાડી ખાનાર વરુઓ જેવા છે; તેઓ અપ્રમાણિક લાભ મેળવવાને રક્ત વહેવડાવે છે, ને પ્રાણઘાત કરે છે.


તારી અંદર ચાડિયા રકત વહેવડાવનાર થઈ ગયા છે; અને તારી અંદર લોકોએ પર્વતો પર ભોજન કર્યા છે. તારામાં તેઓએ લંપટપણું કર્યું છે.


તે વયોવૃદ્ધ [પુરુષ] આવ્યો, ને પરાત્પરના પવિત્રોને ન્યાયાધિકાર આપવામાં આવ્યો; અને એવો વખત આવ્યો કે પવિત્રોને રાજ્ય પ્રાપ્ત થયું;


તે પરાત્પરની વિરુદ્ધ [મોટી મોટી] વાતો બોલશે, ને પરાત્પરના પવિત્રોને કાયર કરશે. અને તે [ધાર્મિક ઉત્સવોના] દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. તેઓ કાળ તથા કાળો તથા અડધા કાળ સુધી તેના હાથમાં આપવામાં આવશે.


ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મુડદાંના હાડકાંએ તથા દરેક અશુદ્ધપણાએ ભરેલી છે.


કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને મંદિરની તથા હોમવેદીની વચ્ચે તમે મારી નાખ્યો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે.


પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યો નહોતો? જેઓએ તે ન્યાયીના આવવા વિષે આગળથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા. અને હવે તમે, જેઓને દૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ,


[યહૂદીઓએ] પ્રભુ ઈસુને તથા [પોતાના] પ્રબોધકોને પણ મારી નાખ્યા, અને અમને કાઢી મૂક્યા! તેઓ ઈશ્વરને પ્રસન્‍ન કરતા નથી, અને બધા માણસોના વિરોધી છે.


જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે, ત્યારે જે શ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતશે, અને તેઓને મારી નાખશે.


કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે. તેઓ [એ માટે] લાયક છે.”


મેં તે સ્‍ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી જોઈ. હું તેને જોઈને અતિશય આશ્ચર્ય પામ્યો.


કારણ કે તેમના ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે. કેમ કે જે મોટી વેશ્યાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરિ, તેનો તેમણે ન્યાય કર્યો છે, અને પોતાના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે.”


Lean sinn:

Sanasan


Sanasan