સંદર્શન 18:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 વળી વીણા વગાડનારા, ગાનારા, વાંસળી વગાડનારા તથા રણશિંગડું વગાડનારાઓનો સાદ ફરી તારામાં સંભળાશે નહિ, તારામાં હરકોઈ કારીગરીનો કોઈ પણ કારીગર ફરી જોવામાં આવશે નહિ. તારામાં ઘંટીનો અવાજ ફરી સંભળાશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 વીણા, સંગીત, વાંસળી કે શરણાઈના સૂર તારે ત્યાં ફરી સંભળાશે નહિ! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તથા વીણા વગાડનારા, ગાનારા, વાંસળી વગાડનારા તથા રણશિંગડું વગાડનારાઓનો સાદ ફરી તારા નગરમાં સંભળાશે નહિ; અને કોઈ પણ વ્યવસાયનો કોઈ કારીગર ફરી તારામાં દેખાશે નહિ અને ઘંટીનો અવાજ તારામાં ફરી સંભળાશે નહીં. Faic an caibideilપવિત્ર બાઈબલ22 વીણા વગાડનારા, ગાનારા, બીજા વાજીંત્રો વાંસળી અને રણશિગડું વગાડનારા લોકોનું સંગીત તારામાં ફરી કદી સંભળાશે નહિ. પ્રત્યેક કસબી જે કાંઇ કામ કરતો હોય. ફરીથી કદી તારામાં જોવામાં આવશે નહિ. ઘંટીનો અવાજ ફરી કદી તારામાં સંભળાશે નહિ. Faic an caibideil |
હર્ષ તથા આનંદનો સ્વર, વરકન્યા [ના વિનોદ] નો સ્વર; અને ‘સૈન્યોના [ઈશ્વર] યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા સારા છે, ને તેમની કૃપા સદાકાળ [ટકે] છે, ’ એવું કહેનારાઓનાઓ સ્વર, અને યહોવાના મંદિરમાં આભારાર્થાર્પણો લાવનારાઓનો સ્વર હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવા કહે છે.