Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 18:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી, અને રુદન તથા વિલાપ કરતાં મોટે સાદે કહ્યું, ‘અરેરે! અરેરે! જે મોટા નગરની સંપત્તિથી સમુદ્ર પરનાં વહાણોના સર્વ માલિકો ધનવાન થયા, તે એક ઘડીમાં ઉજ્જડ થયું છે!’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 તેમણે પોતાને માથે ધૂળ નાખી અને તેઓ મોટેથી રડીને શોક કરવા લાગ્યા, “ઓ મહાનગરી તને હાય હાય! આ તો એ નગરી છે, જ્યાં વહાણવટું કરનાર બધા જ તેની સંપત્તિથી ધનવાન બન્યા છે! અને ફક્ત એક ઘડીમાં જ તે ઉજ્જડ થઈ ગઈ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હાય! હાય! તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી, અને રડતાં તથા વિલાપ કરતાં મોટે સાદે કહ્યું કે, ‘હાય! જે મોટા નગરની સંપત્તિથી સમુદ્રમાંનાં સર્વ વહાણના માલિકો ધનવાન થયા, એક ક્ષણમાં ઉજ્જડ થયું છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તેઓએ પોતાનાં માથાં પર ધૂળ ફેંકી. તેઓ રડ્યા અને વિલાપ કરવા લાગ્યાં. તેઓએ મોટા સાદે કહ્યું કે: “અરેરે! ભયંકર! કેવું ભયંકર તે મહાન નગર! તે બધા લોકો જેમની પાસે સમુદ્ર પર વહાણો છે, તેઓ તથા તેની સંપતિને કારણે તેઓ ધનવાન થયા. પરંતુ તેનો વિનાશ એક કલાકમાં થયો!

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 18:19
13 Iomraidhean Croise  

અને તામારે પોતાના માથા પર રાખ નાખી, ને પોતે પહેરેલું નવરંગી વસ્‍ત્ર ફાડ્યું. અને પોતાના હાથ માથા પર મૂકીને મોટેથી રડતી રડતી તે ચાલી ગઈ.


એ માસને ચોવીસમે દિવસે, ઇઝરાયલી લોકો ઉપવાસ કરીને, ટાટ પહેરીને અને પોતાના પર ધૂળ નાખીને ભેગા થયા.


જ્યારે તેઓએ તેને દૂરથી જોયો, અને તેને ઓળખ્યો પણ નહિ, ત્યારે તેઓ પોક મૂકીને રડયા; અને દરેકે પોતાનો જામો ફાડયો, અને આકાશ તરફ [જોઈને] પોતાનાં માથાં પર ધૂળ નાખી.


બાબિલ જે રાજ્યોમાં શિરોમણિ, ખાલદીઓનું ઉત્તમ સૌંદર્ય, તે સદોમ તથા ગમોરા જેઓને ઈશ્વરે પાયમાલ કરી નાખ્યાં તેઓના જેવું થશે.


સિયોનની દિકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે; તેઓએ ટાટનો પટો કમરે બાંધ્યો છે. યરુશાલેમની કુમારિકાઓએ પોતાનાં માથાં જમીન સુધી નમાવ્યાં છે.


તેઓ તારે માટે શોક કરીને મોટે સાદે વિલાપ કરશે, ને દુ:ખમય પોકાર કરશે, તેઓ પોતાનાં માથાં પર ધૂળ નાખશે, ને રાખમાં આળોટશે.


અને યહોશુઆએ પોતાનાં વસ્‍ત્ર ફાડ્યાં, ને પોતે ઇઝરાયલના વડીલો સહિત યહોવાના કોશની આગળ ભૂમિ ઉપર સાંજ સુધી ઊંધો પડી રહ્યો; અને તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી.


તેં જે દશ શિંગડાં તથા શ્વાપદ જોયાં તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્નિથી તેને બાળી નાખશે.


અને તેની વેદનાની ધાકને લીધે દૂર ઊભા રહીને કહેશે, ‘અરેરે! અરેરે! મહાન બાબિલોન નગર, બળવાન નગર! એક ઘડીમાં તને કેવી શિક્ષા થઈ છે!”


કેમ કે તેના વ્યભિચાર [ને લીધે રેડાયેલા] કોપરૂપી દ્રાક્ષારસથી સર્વ દેશના લોકો પીધેલા છે. પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને પૃથ્વી પરના વેપારીઓ તેના પુષ્કળ મોજશોખથી ધનવાન થયા છે.”


એ માટે એક જ દિવસમાં તેના પર અનર્થો, એટલે મરણ તથા રુદન તથા દુકાળ આવશે. અને તેને અગ્નિથી બાળી નાખવામાં આવશે, કેમ કે તેનો ન્યાય કરનાર પ્રભુ ઈશ્ચર સમર્થ છે.


અને બિન્યામીનનો એક પુરુષ સૈન્યમાંથી નાઠો, ને તેનાં વસ્‍ત્ર ફાટી ગયેલાં તથા તેના માથામાં ઘૂળ ભરાયેલી, એવી સ્થિતિમાં તે તે જ દિવસે શીલો આવી પહોંચ્યો.


Lean sinn:

Sanasan


Sanasan