Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 18:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 કેમ કે આ સર્વ એટલી મોટી સંપત્તિ એક ઘડીમાં નષ્ટ થઈ છે. સર્વ નાખુદા, અને સર્વ સફર કરનારા, ખલાસીઓ અને સમુદ્રમાર્ગે વેપાર કરનારા, દૂર ઊભા રહ્યા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 અને એક જ ઘડીમાં બધું ધન ગુમાવી બેઠી!” બધા જ કપ્તાનો, મુસાફરો, ખલાસીઓ અને દરિયાઈ માર્ગે વેપાર કરનારા બીજા બધા ખૂબ દૂર ઊભા રહ્યા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 કેમ કે એક પળમાં એટલી મોટી સંપત્તિ નષ્ટ થઈ છે. અને સર્વ કપ્તાન, સર્વ મુસાફરો, ખલાસીઓ અને દરિયાઈ માર્ગે વેપાર કરનારા દૂર ઊભા રહ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 આ બધી સંપતિ એક કલાકમાં નષ્ટ થઈ!” સર્વ નાખુદા, બધા લોકો જે વહાણોમાં સફર કરનારા છે, બધા જ ખલાસીઓ અને તે બધા લોકો જે સમુદ્ર માર્ગે પૈસા કમાનારા છે તેઓ બાબિલોનથી દૂર ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 18:17
11 Iomraidhean Croise  

હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તમારો કિલ્લો પાયમાલ થયો છે.


આ બન્ને વિપત્તિઓ, [એટલે] વૈધવ્ય તથા પુત્રહાનિ, એક દિવસે એક ક્ષણમાં તારા પર આવી પડશે; તારાં પુષ્કળ જાદુ છતાં, તથા તારા ઘણા ધંતરમંતર છતાં, તેઓ સંપૂર્ણપણે તારા પર આવશે.


બાબિલ એકાએક પડીને પાયમાલ થયું છે; તેને લીધે વિલાપ કરો; તેના દુ:ખને માટે શેરીલોબાન લો, કદાચ તેને રૂઝ વળે.


જે સદોમ અકસ્માત નષ્ટ થયું, ને જેને કોઈએ હાથ લગાડ્યો નહોતો, તેના અન્યાય કરતાં મારા લોકોની દિકરીનો અન્યાય મોટો છે.


મારે વહાણના કપ્તાને તેની પાસે આવીને તેને કહ્યું, “હે ઊંઘણશી, તું શું ઊંઘ્યા કરે છે? ઊઠ, તારા દેવને વિનંતી કર, એટલે કદાચ એમ બને કે દેવ આપણે વિષે વિચાર કરે, ને આપણો નાશ ન થાય.”


પણ પાઉલે જે કહ્યું તે કરતાં કપ્તાન તથા વહાણના માલિકના કહેવા પર સૂબેદારે વધારે લક્ષ આપ્યું.


જે દશ શિંગડાં તેં જોયાં છે તેઓ દશ રાજા છે, તેઓને હજી સુધી રાજય મળ્યું નથી. પણ શ્વાપદની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેમને મળે છે.


તેં જે દશ શિંગડાં તથા શ્વાપદ જોયાં તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્નિથી તેને બાળી નાખશે.


તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી, અને રુદન તથા વિલાપ કરતાં મોટે સાદે કહ્યું, ‘અરેરે! અરેરે! જે મોટા નગરની સંપત્તિથી સમુદ્ર પરનાં વહાણોના સર્વ માલિકો ધનવાન થયા, તે એક ઘડીમાં ઉજ્જડ થયું છે!’


Lean sinn:

Sanasan


Sanasan