Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 18:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વળી તજ, તેજાના, ધૂપદ્રવ્યો, અત્તર, લોબાન, દ્રાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, ઘઉં, તથા ઢોરઢાંક, ઘેટાં, ઘોડા, રથો, ગુલામો તથા માણસોના પ્રાણ, એ તેમનો માલ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 વળી તજ, તેજાના, ધૂપદ્રવ્યો, અત્તર, લોબાન, દ્રાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, અનાજ તથા ઢોરઢાંક, ઘેટાં, ઘોડા, રથો, ચાકરો તથા માણસોના પ્રાણ, એ તેમનો માલ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તે વેપારીઓ, તજ, તેજાનાં, ધૂપદ્ધવ્યો, અત્તર, લોબાન, દ્ધાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, ઘઉં, તથા ઢોરઢાંકર, ઘેટાં, ઘોડા, રથો, ગુલામો તથા માણસોના પ્રાણ, પણ તેઓ વેચતા. તે વેપારી માણસો રડશે અને કહેશે કે:

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 18:13
25 Iomraidhean Croise  

અને તેણે રાજાને એકસો વીસ તાલંત સોનું, પુષ્કળ સુંગંધીદ્રવ્ય, તથા મૂલ્યવાન પાષાણો આપ્યાં. શેબાની રાણીએ જે સુંગંધીદ્રવ્યો સુલેમાન રાજાને આપ્યાં તેટલાં બધાં કદી ફરીથી મળ્યાં નથી.


વળી મુસાફર લોકો લાવતા હતા તે, ને વેપારીઓના વેપારથી તથા મિશ્ર લોકના સર્વ રાજાઓ તરફથી તથા દેશના સૂબાઓ તરફથી જે મળતું તે જુદું.


તે દરેક પોતપોતાની ભેટો, એટલે રૂપાના પાત્રો તથા સોનાના પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધીદ્રવ્ય, ધોડા તથા ખચ્ચરો વાર્ષિક ખંડણી તરીકે લાવતા હતા.


તેઓ એ લોકોના ઢોર, એટલે પચાસ હજાર ઊંટ, બે લાખ પચાસ હજાર ઘેટાં, હે હજાર ગધેડાં, અને એક લાખ માણસો લઈ ગયા.


તેણે રાજાને એકસો વીસ તાલંત સોનું, પુષ્કળ સુંગંધીદ્રવ્યો તથા મૂલ્યવાન હીરામાણેક આપ્યાં. જે સુંગંધીદ્રવ્યો શેબાની રાણીએ સુલેમાન રાજાને આપ્યાં તેના જેવાં બીજાં કદી જોવામાં આવ્યાં નહોતાં.


મેં તેઓને કહ્યું, “આપણા જે યહૂદી ભાઈઓ વિદેશીઓના ગુલામ થયા હતા, તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવ્યા; છતાં તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માગો છો? શું તેઓ અમને વેચાવા જોઈએ?” ત્યારે તેઓ છાના રહ્યા. તેમને એક શબ્દ પણ બોલવો સૂઝ્યો નહિ.


અને જે કોઈ ચોરીથી મનુષ્યહરણ કરીને તેને વેચે, અથવા જો એ તેના કબજામાં મળી આવે, તો તે નક્કી માર્યો જાય.


મેં મારું બિછાનું બોળ, અગર તથા તજથી સુગંધીદાર બનાવ્યું છે.


તારા અત્તરની સુગંધ સારી છે; તારું નામ ચોળાયેલા અત્તર જેવું છે; માટે કુમારિકાઓ તને ચાહે છે.


ધુમાડાના સ્તંભો જેવો, અને બોળ, લોબાન તથા વેપારીઓનાં સર્વ [સુગંધી દ્રવ્યો] થી મહેંકતો, આ વગડાની વાટે આવતો દેખાય છે તે કોણ છે?


હું મારા પ્રીતમને માટે [દ્વાર] ઉઘાડવાને ઊઠી; કળના હાથા પર મારા હાથમાંથી બોળ, અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતાં હતાં.


યહોવા એવું પૂછે છે, “જે ફારગતીથી મેં તમારી માને તજી દીધી તે ક્યાં છે? અથવા મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા છે? જુઓ, તમારા અન્યાયને લીધે તમે વેચાયા હતા, ને તમારા અપરાધોને લીધે તમારી માને તજી દીધી હતી.


યાવાન, તુબાલ તથા મેશેખ તારી સાથે વેપાર કરતા હતા; તેઓ ગુલામો તથા પિત્તળનાં વાસણો આપીને તેમને બદલે તારો માલ લેતા.


યહોવા કહે છે: “ઇઝરાયલના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તેઓએ રૂપાને માટે નેકીવાનોને વેચ્યા છે, ને પગરખાંની જોડને માટે દરિદ્રીઓને વેચ્યા છે;


તમે પ્યાલામાંથી દ્રાક્ષારસ પીઓ છો. ને સારાં સારાં અત્તરો પોતાને અંગે લગાડો છો; પણ યૂસફની વિપત્તિથી દુ:ખી થતા નથી.


અમે ગરીબોને રૂપું આપીને ખરીદીએ, ને એક જોડ પગરખાં આપીને દરિદ્રીઓને ખરીદીએ, ને ઘઉંનું ભૂસું વેચીએ” [એવો વિચાર કરનારા] , તમે આ સાંભળો.


જો કોઈ માણસ ઇઝરાયલનાં સંતાનમાંથી પોતાના કોઈ ભાઈનું હરણ કરે, ને તેની પાસે ગુલામી કરાવે, અથવા તેને વેચે, તો તે ચોર માર્યો જાય. એમ તું તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કર.


અને જે માર્ગ વિષે મેં તને કહ્યું હતું કે, તું તે માર્ગ ફરી કદી જોશે નહિ, તે માર્ગ વહાણોમાં યહોવા તને ફરીથી મિસરમાં લાવશે. અને ત્યાં તમે દાસો તથા દાસીઓ થવા માટે તમારા શત્રુઓને ત્યાં વેચાઈ જવા માગશો, પણ તમને કોઈ ખરીદશે નહિ.


વ્યભિચારીઓ, પુંમૈથુનીઓ, મનુષ્યહરણ કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સમ ખાનારાઓ, એવા સર્વને માટે છે.


તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેઓનો નાશ ઢીલ કરતો નથી.


તારા જીવનાં વાંછિત ફળ તારી પાસેથી જતાં રહ્યાં છે, અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી [જતા રહ્યા છે, અને] નાશ પામ્યા છે, અને હવેથી તેઓ કદી મળશે નહિ.


એ વસ્તુઓથી ધનવાન થયેલા વેપારીઓ તેની વેદનાની ધાકને લીધે રુદન તથા શોક કરતા દૂર ઊભા રહીને


Lean sinn:

Sanasan


Sanasan