Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 16:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ત્યારે પહેલા દૂતે જઈને પોતાનું પ્યાલું પૃથ્વી પર રેડી દીધું. એટલે જે માણસો પર શ્વાપદની છાપ હતી, ને જેઓ તેની મૂર્તિને પૂજતાં હતાં, તેઓને ત્રાસદાયક તથા પીડાકારક ધારું થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પહેલા દૂતે જઈને તેનો પ્યાલો પૃથ્વી પર રેડી દીધો. એથી પેલા પશુની છાપવાળા અને તેની મૂર્તિની પૂજા કરનાર લોકોના શરીર પર ભયાનક અને પીડાકારક ગૂમડાં ફૂટી નીકળ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પહેલો સ્વર્ગદૂત ગયો, અને તેણે પોતાનો પ્યાલો પૃથ્વી પર રેડયો, અને જે માણસો હિંસક પશુની છાપ રાખતાં હતાં અને તેની મૂર્તિને પૂજતાં હતાં, તેઓ પર ત્રાસદાયક તથા દુઃખદાયક ગૂમડાં ફૂટી નીકળ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પ્રથમ દૂતે જગ્યા છોડી. તેણે તેનું પ્યાલું જમીન પર રેડી દીધું. પછી બધા લોકો જેઓના પર પ્રાણીની છાપ હતી અને જેઓએ તેની મૂર્તિની પૂજા કરી તેઓને પીડાકારક અને ત્રાસદાયક ગુમડાં થયાં.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 16:2
22 Iomraidhean Croise  

અને આંતરડાંના રોગની ભારે બીમારી લાગું પડશે, એ રોગ એટલો બધો વધશે કે તેથી તારા આંતરડાં દર વર્ષે ખરી પડશે.”


સર્વ બનાવ બન્યા પછી યહોવાએ તેને આંતરડાંનો અસાધ્ય રોગ લાગું કર્યો.


તેમણે આકાશમાં પૂર્વ તરફથી વાયુ ફુંકાવ્યો; અને પોતાના સામર્થ્યથી દક્ષિણ તરફથી વાયુ ચલાવ્યો.


તેથી પ્રભુ સિયોનની દીકરીઓનાં માથાંને ઉંદરીવાળાં કરી નાખશે, અને યહોવા તેમને ઉઘાડાં કરશે.


ત્યારે સુગંધને બદલે દુર્ગંધ થશે; પટકાના બદલામાં દોરડું; ગૂંથેલા કેશને બદલે ટાલ; ઝભ્ભાને બદલે ટાટની કછોડી; અને સુંદરતાને બદલે ડામ થશે.


તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહિ, માટે પ્રભુના દૂતે તરત તેને માર્યો. અને કીડાથી ખવાઈ જઈને તેણે પ્રાણ છોડયો.


મિસરનાં ગૂમડાંથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવા તને મારશે. અને તેમાંથી તું સાજો થઈ શકશે નહિ.


તારા પગના તળિયાથી તે માથાના તાલકા સુધી પીડાકારક તથા અસાધ્ય ગૂમડાંથી યહોવા તને ઘુંટણોમાં તથા પગોમાં મારશે.


અને યહોવા તારી મધ્યેથી સર્વ બિમારી દૂર કરશે. અને મિસરના જે ખરાબ રોગોનો તને અનુભવ થયો છે તેઓમાંનો કોઈ તે તારા પર લાવશે નહિ. પણ તારા સર્વ વૈરીઓ ઉપર તે રોગો લાવશે.


પહેલા શ્વાપદનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, અને જે પહેલા શ્વાપદનો પ્રાણઘાતક ઘા રૂઝાયો હતો, તેની આરાધના પૃથ્વી પાસે તથા તે પર રહેનારાંઓની પાસે તે કરાવે છે.


ત્યારે વાદળા પર બેઠેલા [પુરુષે] પૃથ્વી પર પોતાનું દાતરડું નાખ્યું. એટલે પૃથ્વી પરના પાકની કાપણી કરવામાં આવી.


પછી તેઓની પાછળ ત્રીજો દૂત આવીને મોટે સ્વરે બોલ્યો, “શ્વાપદને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે, અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લે,


ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી, તેણે સાત દૂતને કહ્યું, “તમે જાઓ, અને ઈશ્વરના કોપનાં સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.”


અને પોતાની વેદનાને લીધે તથા પોતાનાં ઘારાંને લીધે તેઓએ આકાશનાં ઈશ્વરની નિંદા કરી, પણ તેઓએ પોતાનાં કામોનો પશ્ચાત્તાપ કર્યો નહિ.


પહેલાએ વગાડયું, એટલે રક્તમિશ્રિત કરા તથા આગ થયાં, અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યાં. અને [તેથી] પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો, વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો, અને બધું લીલું ઘાસ બળી ગયું.


પણ યહોવાનો હાથ આશ્દોદીઓ પર ભારે હતો, ને તેમણે તેઓનો નાશ કર્યો, ને તેઓને એટલે આશ્દોદ તથા તેની સરહદમાં રહેનારાઓને, ગાંઠિયા રોગથી માર્યા.


તેઓ તેને ત્યાં લઈ ગયા, પછી એમ થયું કે યહોવાના હાથે તે નગરની વિરુદ્ધ થઈને તેમાં મોટો સંહાર કર્યો અને તેણે તે નગરનાં નાનાં મોટાં તમામ માણસો પર કેર વર્તાવ્યો, ને તેઓનાં અંગ પર ગાંઠો ફૂટી નીકળી.


Lean sinn:

Sanasan


Sanasan