Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 16:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પછી સાતમાએ પોતાનું પ્યાલું વાતાવરણમાં રેડી દીધું. એટલે ‘સમાપ્ત થયું’ એમ બોલતી મોટી વાણી મંદિરના રાજયાસનમાંથી થઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 પછી સાતમા દૂતે તેનો પ્યાલો વાતાવરણમાં રેડી દીધો અને મંદિરમાંના રાજ્યાસન પરથી એક મોટો અવાજ આવ્યો, “સઘળું પૂરું થયું!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો વાતાવરણમાં રેડયો, એટલે મંદિરમાંના રાજ્યાસનમાંથી મોટી વાણી એવું બોલી કે, સમાપ્ત થયું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પછી સાતમા દૂતે રાજગાદી પરથી મંદિરની બહાર તેનું પ્યાલું હવામા રેડી દીધું. રાજ્યાસનમાંથી મંદિરની બહાર એક મોટા સાદે વાણી બહાર આવી. તે વાણીએ કહ્યું કે; “તે પૂર્ણ થયું છે!”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 16:17
13 Iomraidhean Croise  

માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું, “સંપૂર્ણ થયું.” અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડયો.


તે [અપરાધો] માં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલાં ચાલતાં.


કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક [લશ્કરો] ની સામે છે.


પછી સાતમા દૂતે વગાડયું, ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું, “આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે. તે સદાસર્વકાળ રાજ કરશે.”


[ત્યાર પછી] આકાશમાંનું ઈશ્વરનું મંદિર ઉઘાડવામાં આવ્યું, અને તેમના મંદિરમાં તેમના કરારનો કોશ જોવામાં આવ્યો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ઘરતીકંપ થયાં તથા પુષ્કળ કરા પડયા.


પછી મંદિરમાંથી બીજા એક દૂતે બહાર આવીને વાદળા પર બેઠેલા [પુરુષ] ને મોટે સ્વરે હાંક મારી, “તમે તમારું દાતરડું લગાડીને કાપો, કેમ કે કાપણીની મોસમ આવી છે, કારણ કે પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે.”


ત્યાર પછી આકાશમાંના મંદિરમાંથી બીજો એક દૂત બહાર આવ્યો, તેની પાસે પણ ધારવાળું દાતરડું હતું.


ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી, તેણે સાત દૂતને કહ્યું, “તમે જાઓ, અને ઈશ્વરના કોપનાં સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.”


તેમણે મને કહ્યું, “હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan