Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 16:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પછી પાંચમાએ પોતાનું પ્યાલું શ્વાપદના રાજયાસન પર રેડી દીધું. એટલે તેના રાજયમાં અંધકાર વ્યાપી ગયો. અને તેઓએ વેદનાને લીધે પોતાની જીભો કરડી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પછી પાંચમા દૂતે તેનો પ્યાલો પશુની ગાદી પર રેડી દીધો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પાંચમા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો હિંસક પશુના રાજ્યાસન પર રેડયો; અને તેના રાજ્ય પર અંધારપટ છવાયો; અને તેઓ પીડાને લીધે પોતાની જીભોને કરડવા લાગ્યા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તે પાંચમા દૂતે તેનું પ્યાલું પ્રાણીના રાજ્યાસન પર રેડી દીધું. અને પ્રાણીના રાજ્યમાં અંધકાર છવાઈ ગયો. લોકોએ વેદનાને કારણે તેઓની જીભ કરડી.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 16:10
22 Iomraidhean Croise  

તેમણે રોષ, કોપ તથા સંકટ સંહારક દૂતોની માફક મોકલીને તેઓ પર પોતાનો કોપ પ્રગટાવ્યો.


અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે. જ્યાં રડવું ને દાંત પીસવું થશે.


અને તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; જ્યાં રડવું ને દાંત પીસવું થશે.”


ત્યારે રાજાએ ચાકરોને કહ્યું, “એના હાથપગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.


ને તે તેને કાપી નાખશે, ને તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે.


પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે, જ્યાં રડવું ને દાંત પીસવું થશે.”


જ્યારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને તથા બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા [જોશો] , ત્યારે તમે રડશો તથા દાંત પીસશો.


તમે સર્વને માન આપો. બંધુમંડળ પર પ્રેમ રાખો. ઈશ્વરનું ભય રાખો. રાજાનું સન્માન કરો.


પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે ખુશી થાય છે અને આનંદ કરે છે. તેઓ એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુ:ખ દીધું હતું.


પણ મંદિરની બહારનું આગણું પડતું મૂક, તેનું માપ ન લે, કેમ કે તે વિદેશીઓને આપવામાં આવેલું છે. તેઓ બેતાળીસ મહિના સુધી પવિત્ર નગરને ખૂંદી નાખશે.


જે મોટા નગરને આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવામાં આવે છે, જ્યાં તેઓના પ્રભુને વધસ્તંભે જડાવવામાં આવ્યા, તે નગરના રસ્તામાં તેઓનાં શબ [પડયાં રહે છે.]


કેમ કે તેઓ ઈશ્વરની ઈચ્છા પૂરી કરે, એક વિચારના થાય, અને ઈશ્વરનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજય શ્વાપદને સોંપે એવું ઈશ્વરે તેઓના મનમાં મૂક્યું છે.


આનો ખુલાસો જ્ઞાની મન કરે, જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્‍ત્રી બેઠેલી છે.


તેણે મોટે સ્વરે કહ્યું, “પડયું રે, મોટું બાબિલોન પડયું, અને તે દુષ્ટાત્માઓનું નિવાસસ્થાન તથા દરેક મલિન આત્માનું રહેઠાણ, અને દરેક અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનો વાસો થયું છે!


પછી એક બળવાન દૂતે મોટી ઘંટીના પડના જેવો એક પથ્થર ઊંચકી લીધો, અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું, “તે મહાન નગર બાબિલોનને એ જ પ્રમાણે ઝપાટાથી નાખી દેવામાં આવશે, અને ફરી તે કદી પણ જોવામાં આવશે નહિ.


તારામાં દીવાનો પ્રકાશ ફરી થશે નહિ. તારામાં વરકન્યાના વરઘોડાનો અવાજ ફરીથી સંભળાશે નહિ! કેમ કે તારા વેપારીઓ જગતના મહાન પુરુષો હતા. તારી જાદુક્રિયાથી સર્વ દેશના લોકો ભુલાવામાં પડયા.


પછી ચોથા દૂતે વગાડયું, ત્યારે સૂર્યના ત્રીજા ભાગ પર તથા ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો, જેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરૂપ થાય, અને દિવસનો ત્રીજો ભાગ, તેમ જ રાતનો ત્રીજો ભાગ, પ્રકાશરહિત થાય.


તેણે ઊંડાણના ખાડાને ઉઘાડ્યો, એટલે તેમાંથી મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડા નીકળ્યો. અને ખાડાના ધુમાડાથી સૂર્ય તથા વાતાવરણ અંધરાયાં.


Lean sinn:

Sanasan


Sanasan