Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 14:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓના મોંમાં અસત્ય ન હતું. તેઓ નિર્દોષ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેઓ કદી જૂઠું બોલ્યા નથી અને નિષ્કલંક છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓનાં મુખમાં અસત્ય નથી; તેઓ નિર્દોષ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આ લોકો અસત્ય બોલવાના દોષિત ન હતા. તેઓ નિર્દોષ છે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 14:5
20 Iomraidhean Croise  

જેને યહોવા અન્યાયી ગણતા નથી, અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે માણસને ધન્ય છે.


તો ભૂંડું [બોલવા] થી તારી જીભને, અને કપટથી તારા હોઠને સંભાળ.


તેની વચ્ચે ભૂંડાઈ છે; જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી.


મારા મુખના બધા શબ્દો નેક છે; તેઓમાં વાંકું કે વિપરીત કંઈ નથી,


મારી પ્રિયતમા, તું અતિ સુંદર છે; તારામાં એક પણ ડાઘ નથી.


તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી, અને તેની મરણાવસ્થામાં તે દ્રવ્યવાનની સંઘાતે હતો; કેમ કે તેણે અપકાર કર્યો નહોતો, ને તેના મુખમાં કપટ નહોતું.


પેલા સરસૂબાઓ તથા સૂબાઓ રાજ્યની બાબતમાં દાનિયેલની વિરુદ્ધ બહાનું શોધી કાઢવાનો યત્ન કરવા લાગ્યા, પણ તેઓને કંઈ નિમિત્ત કે દોષ કાઢવાનું કારણ જડ્યું નહિ; કેમ કે તે વિશ્વાસુ હતો, ને તેનામાં કંઈ વાંક કે ગુનો માલૂમ પડ્યો નહિ.


તેઓનું હ્રદય ઠગારું છે; હવે તેઓ દોષિત ઠરશે. તે તેઓની વેદીઓને તોડી પાડશે, તે તેઓના ભજન-સ્તંભોનો નાશ કરશે.


ઇઝરાયલના બચી રહેલા [લોકો] અન્યાય કરશે નહિ, તેમ જૂઠું બોલશે નહિ; અને તેમના મુખમાં કપટી જીભ માલૂમ પડશે નહિ, કેમ કે તેઓ ખાશે, ને નિરાંતે સૂશે, ને કોઈ તેમને બીવડાવશે નહિ.


તેના મુખમાં સત્ય નિયમ હતો, ને તેના હોઠોમાં અધર્મ માલૂમ પડતો નહતો. તે મારી સાથે શાંતિ તથા પ્રમાણિકપણાથી ચાલતો હતો, ને તેણે ઘણાઓને દુરાચારમાંથી ફેરવ્યા.


ઓ સર્પોના વંશ, તમે ભૂંડા છતાં તમારી વાતો સારી શી રીતે હોઈ શકે? કેમ કે મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે.


પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, “આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.”


ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, “જુઓ આ ખરેખરો ઇઝરાયલી છે, એનામાં કંઈ પણ કપટ નથી!”


અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે.


જેથી તે તમને પવિત્ર, નિષ્કલંક તથા નિર્દોષ [કરીને] તેની રૂબરૂ રજૂ કરે.


તો ખ્રિસ્ત, જેમણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન ઈશ્વરને આપ્યું, તેમનું રક્ત તમારા હ્રદયને જીવતા ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે?


પણ ખ્રિસ્ત જે, નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે, તેમના મૂલ્યવાન રક્તથી, તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે


તેમણે કંઈ પાપ કર્યું નહિ, અને તેમના મોંમાં કદી કંઈ કપટ માલૂમ પડયું નહિ.


કેમ કે, “જે માણસ દીર્ઘાયુષ્ય ચાહે છે, અને સારા દિવસો જોવાને ઇચ્છે છે, તેણે પોતાની જીભને દુષ્ટતાથી, અને પોતાના હોઠને કપટી વાતો બોલવાથી અટકાવવા.


હવે જે તમને ઠોકર ખાતાં બચાવવા, અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદસહિત નિર્દોષ રજૂ કરવા, સમર્થ છે,


Lean sinn:

Sanasan


Sanasan