Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 14:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પછી મેં જોયું, તો જુઓ, ઊજળું વાદળું ને તેના પર મનુષ્યપુત્રના જેવા એક [પુરુષ] બેઠેલા હતા. તેમના માથા પર સોનાનો મુગટ હતો, અને તેમના હાથમાં ધારવાળું દાતરડું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પછી મેં જોયું તો એક સફેદ વાદળ દેખાયું. તે વાદળ પર માનવપુત્ર જેવી એક વ્યક્તિ બિરાજી હતી. તેમને શિરે મુગટ હતો. તેમના હાથમાં ધારદાર દાતરડું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પછી મેં જોયું, તો જુઓ, સફેદ વાદળું અને તે વાદળાં પર મનુષ્યપુત્ર જેવા એક પુરુષ બેઠેલા હતા, તેમના માથા પર સોનાનો મુગટ હતો, તેમના હાથમાં ધારદાર દાતરડું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જ્યારે મેં નજર કરી ત્યારે મેં ત્યાં મારી આગળ એક ઊજળું વાદળ જોયું તે ઊજળા વાદળ પર બેઠેલો એક દૂત માણસનાં પુત્ર જેવો દેખાતો હતો. તેના માથા પર સોનાનો મુગટ અને હાથમા ધારદાર દાતરડું હતું.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 14:14
19 Iomraidhean Croise  

કેમ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો; તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો.


મેઘો તથા અંધકાર તેમની આસપાસ છે; ન્યાયીપણું તથા ઇનસાફ તેમના રાજ્યાસનનો પાયો છે.


મિસર વિષે ઈશ્વરવાણી. જુઓ, યહોવા વેગવાન વાદળા પર બેસીને મિસરમાં આવે છે; મિસરની મૂર્તિઓ તેમની આગળ ધ્રૂજશે, ને મિસરની હિંમત જતી રહેશે.


તેઓનાં માથા પરના ઘૂમટ પર નીલમ જેવા દેખાવની રાજ્યાસનની પ્રતિમા હતી, અને તે રાજ્યાસનની પ્રતિમા પર મનુષ્યના જેવા દેખાવનો એક [પુરુષ] હતો.


રાતનાં સંદર્શનોમાં હું જોતો હતો, તો જુઓ, આકાશના મેઘો સાથે મનુષ્યપુત્રના જેવો એક પુરુષ પેલા વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો, ને તેઓ તેને તેની નજીક લાવ્યા.


કાપણી સુધી બન્‍નેને સાથે વધવા દો. અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, તમે પહેલા કડવા દાણાને એકઠા કરો, ને બાળવા માટે તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.’”


તે બોલતો હતો એટલામાં જુઓ, એક ચળકતી વાદળીએ તેઓના પર છાયા કરી; અને વાદળીમાંથી એવી વાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું, તેનું સાંભળો.”


પણ દાણા પાક્યા પછી તરત તે દાતરડું લગાડે છે, કેમ કે કાપણીનો વખત થયો છે.”


ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમાસહિત વાદળાંમાં આવતા જોશે.


પણ ઈસુ, જેમને ઈશ્વરની કૃપાથી સર્વ માણસોને માટે મરણ પામવાને અર્થે દૂતો કરતાં થોડી વાર સુધી ઊતરતા કરવામાં આવ્યા, અને પછી મરણ સહેવાને લીધે જેમના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકવામાં આવ્યો, તેમને જોઈએ છીએ.


તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા, તેમણે પગની પાની સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો, અને તેમની છાતી પર સોનાનો પટો બાંધેલો હતો.


જુઓ તે વાદળાંસહિત આવે છે, દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. હા, આમીન.


પછી મેં બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથા પર મેઘધનુષ્ય હતું, તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા.


“હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, જે છે, ને જે હતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ; કેમ કે તમે તમારું મહાન સામર્થ્ય ધારણ કર્યું છે, અને તમે રાજ કરવા લાગ્યા છો.


તેમની આંખો અગ્નિની જવાળા [જેવી] છે, અને તેમના માથા પર ઘણા મુગટ છે. તેના પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી.


પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો. તેમની સંમુખથી પૃથ્વી તથા આકાશ જતાં રહ્યા. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ.


મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, ને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું, અને તેને મુગટ આપવામાં આવ્યો, અને તે જીતતો તથા જીતવા માટે નીકળ્યો.


Lean sinn:

Sanasan


Sanasan