Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 13:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેણે ઈશ્વરની નિંદા કરવા માટે પોતાનું મોં ઉઘાડયું કે, તે તેના નામની, તેના મંડપની તથા આકાશમાં રહેનારાઓની નિંદા કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તે પશુ ઈશ્વરને, તેમના નામને, તેમના નિવાસસ્થાનને અને બધા સ્વર્ગવાસીઓને શાપ આપતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેણે ઈશ્વરનું અપમાન કરવા સારુ પોતાનું મોં ખોલ્યું કે, તે ઈશ્વરના નામનું, તેમના પવિત્રસ્થાનનું તથા સ્વર્ગમાં રહેનારાઓનું અપમાન કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તે પ્રાણીએ દેવની નિંદા કરવા માટે તેનું મોં ઉઘાડ્યું. તે પ્રાણીએ દેવના નામની, દેવ જ્યાં રહે છે તે જગ્યાની અને આકાશમાં જે બધા લોકો રહે છે તેઓની નિંદા કરી.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 13:6
26 Iomraidhean Croise  

એ પછી અયૂબે પોતાનું મુખ ઉઘાડીને પોતાના [જન્મ] દિવસને શાપ આપ્યો.


તેઓ ઈશ્વર વિરુદ્ધ પોતાનું મોં ઊંચું રાખે છે, અને પૃથ્વીમાં તેઓની જીભ છૂટથી ચાલે છે.


રાજા પોતાની મરજી પ્રમાણે કરશે. તે ગર્વ કરશે ને તે પોતાને દરેક દેવ કરતાં મોટો ગણશે, ને દેવોના દેવની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે; અને ક્રોધ પૂરો થતાં સુધી તે આબાદ થશે, કેમ કે જે નિર્માણ થયેલું છે તે પૂરું કરવામાં આવશે.


તે પરાત્પરની વિરુદ્ધ [મોટી મોટી] વાતો બોલશે, ને પરાત્પરના પવિત્રોને કાયર કરશે. અને તે [ધાર્મિક ઉત્સવોના] દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. તેઓ કાળ તથા કાળો તથા અડધા કાળ સુધી તેના હાથમાં આપવામાં આવશે.


હું શિંગડા વિષે વિચાર કરતો હતો એટલામાં, જુઓ, તેઓ મધ્યે એક બીજું નાનું શિંગડું ફૂંટી નીકળ્યું કે જેના પ્રતાપથી પહેલામાંનાં ત્રણ શિંગડાં સમૂળાં ઊખડી ગયાં. અને, જુઓ, આ શિંગડામાં માણસની આંખો જેવી આંખો, તથા [બડાઈની] વાતો કરનાર એક મુખ હતું.


ઓ સર્પોના વંશ, તમે ભૂંડા છતાં તમારી વાતો સારી શી રીતે હોઈ શકે? કેમ કે મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે.


કેમ કે ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જારકર્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે.


શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો). તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.


તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે. તેઓના હોઠોમાં સર્પનું ઝેર છે!


કેમ કે તેમનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે, એમ [પિતાને] પસંદ પડયું.


કેમ કે [ખ્રિસ્ત] માં ઈશ્વરત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે.


કેમ કે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો, એટલે પહેલા [ભાગ] માં દીવી, મેજ તથા અર્પિત રોટલી હતી; તેને પવિત્રસ્થાન કહેતા હતા.


કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલું પવિત્રસ્થાન, જે ખરાનો નમૂનો છે, તેમાં ગયા નથી. પણ આકાશમાં જ ગયા કે, તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.


તેઓએ આકાશમાંથી મોટી વાણી પોતાને એમ કહેતાં સાંભળી કે, ‘તમે અહીં ઉપર ચઢી આવો.’ અને તેઓ મેઘારૂઢ થઈને આકાશમાં ચઢી ગયા. અને તેઓના શત્રુઓએ તેઓને [ચઢતાં] જોયા.


એ માટે, ઓ આકાશો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો! પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમ કે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.


ત્યાર પછી મેં જોયું, તો આકાશમાં સાક્ષ્યમંડપના મંદિરને ઉઘાડવામાં આવ્યું હતું;


ઓ આકાશ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે આનંદ કરો; કેમ કે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે.”


વળી મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી, “જુઓ, ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે, [ઈશ્વર] તેઓની સાથે વાસો કરશે, તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે.


એ બનાવો બન્યા પછી મેં જોયું, તો જુઓ, આકાશમાં એક દ્વાર ઊઘડેલું હતું! અને જે પહેલી વાણી મેં સાંભળી તે રણશિંગડાના અવાજ જેવી મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે જે થવાનું જ છે તે હું તને બતાવીશ.”


રાજ્યાસનની આસપાસ ચોવીસ આસનો હતાં. તે આસનો પર ચોવીસ વડીલોને બેઠેલા મેં જોયા, તેઓએ ઊજળાં વસ્‍ત્ર પહેરેલાં હતાં, અને તેઓના માથા પર સોનાના મુગટ હતા.


વળી ઉત્પન્‍ન થયેલું [પ્રાણી] જે આકાશમાં, પૃથ્વી પર તથા પૃથ્વીની નીચે તથા સમુદ્ર પર છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં, “રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા સત્તા સદાસર્વકાળ હો.”


માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના મંદિરમાં રાત દિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન પર જે બેઠેલા છે તે તેમના પર મંડપરૂપે રહેશે.


આ બિનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ રાજયાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.


Lean sinn:

Sanasan


Sanasan