Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 13:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને મોટી મોટી વાતો બોલનાર તથા ઈશ્વરનિંદા કરનાર મોં તેને આપવામાં આવ્યું. અને બેંતાળીસ મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તે પશુને ભયંકર ઈશ્વરનિંદા કરવાની અને ગર્વિષ્ઠ દાવા કરવાની છૂટ આપવામાં આવી અને બેંતાળીસ મહિના સુધી તેને અધિકાર ચલાવવાની છૂટ આપવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 બડાઈ કરનારું તથા ઈશ્વર વિરુદ્ધ દુર્ભાષણ કરનારું મોં તેને આપવામાં આવ્યું; બેતાળીસ મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તે પ્રાણીને ઘમંડી શબ્દો અને ઘણી દુષ્ટ વસ્તુઓ કહેવાની પરવાનગી આપવામાં આવી હતી. તે પ્રાણીને તેની શક્તિનો 42 મહિના માટે ઉપયોગ કરવાની પરવાનગી આપવામા આવી હતી.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 13:5
17 Iomraidhean Croise  

યહોવા સર્વ ખુશામત કરનારા હોઠોનો તથા વડાઈ કરનારી જીભોનો નાશ કરશે.


તમે તમારે મોઢે મારી સામે વડાઈ કરી છે, ને મારી વિરુદ્ધ ફાવે તેમ બોલ્યા છો. મેં તે સાંભળ્યું છે.


રાજા પોતાની મરજી પ્રમાણે કરશે. તે ગર્વ કરશે ને તે પોતાને દરેક દેવ કરતાં મોટો ગણશે, ને દેવોના દેવની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે; અને ક્રોધ પૂરો થતાં સુધી તે આબાદ થશે, કેમ કે જે નિર્માણ થયેલું છે તે પૂરું કરવામાં આવશે.


જે વાટ જુએ છે, ને એક હજાર ત્રણસો પાંત્રીસ દિવસ સુધી નભી રહેશે, તેને ધન્ય છે.


જે શિંગડું મોટી મોટી [બડાઈની] વાતો કરતું હતું તેના અવાજને લીધે હું તે વખતે જોયા કરતો હતો. એ જાનવરને છેક મારી નાખવામાં આવ્યું, ને તેનું શરીર નાશ પામ્યું, ને તેને બાળી નાખવામાં આવ્યું ત્યાં સુધી મેં જોયા કર્યું.


તથા તેના માથા પરનાં દશ શિંગડાં તથા પેલું બીજું ફૂટી નીકળેલું શિગડું કે જેના પ્રતાપથી ત્રણ પડી ગયાં, એટલે જે શિંગડાને આંખો તથા મોટી મોટી [બડાઈની] વાતો કરનાર મુંખ હતું, ને જે દેખાવમાં તેની સાથેનાં કરતાં મજબૂત હતું, તેઓનો ખરો અર્થ જાણવાની મેં ઇચ્છા દર્શાવી.


તે પરાત્પરની વિરુદ્ધ [મોટી મોટી] વાતો બોલશે, ને પરાત્પરના પવિત્રોને કાયર કરશે. અને તે [ધાર્મિક ઉત્સવોના] દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. તેઓ કાળ તથા કાળો તથા અડધા કાળ સુધી તેના હાથમાં આપવામાં આવશે.


હું શિંગડા વિષે વિચાર કરતો હતો એટલામાં, જુઓ, તેઓ મધ્યે એક બીજું નાનું શિંગડું ફૂંટી નીકળ્યું કે જેના પ્રતાપથી પહેલામાંનાં ત્રણ શિંગડાં સમૂળાં ઊખડી ગયાં. અને, જુઓ, આ શિંગડામાં માણસની આંખો જેવી આંખો, તથા [બડાઈની] વાતો કરનાર એક મુખ હતું.


તેણે મને કહ્યું, ‘બે હજાર ત્રણસો સાંજ સવારની છે; ત્યાર પછી પવિત્રસ્થાનનું શુદ્ધિકરણ થશે.’


કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહિ, કેમ કે એમ થતાં પહેલાં ધર્મત્યાગ થશે તથા પાપનો માણસ, એટલે વિનાશનો પુત્ર, પ્રગટ થશે;


જે ઈશ્વર ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેમની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે, અને એમ ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઈશ્વર તરીકે ઈશ્વરના મંદિરમાં બેસે‌‌ છે.


ત્યાર પછી તે અધર્મી પ્રગટ થશે. પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે, તથા પોતાના આગમનના પ્રભાવથી તેનો નાશ કરશે.


જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે, ત્યારે જે શ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતશે, અને તેઓને મારી નાખશે.


તે સ્‍ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી કે, જેથી તે અજગરની [નજર] આગળથી અરણ્યમાં પોતાને [નીમેલે] સ્થળે ઊડી જાય, અને ત્યાં સમય તથા સમયો તથા અર્ધા સમય સુધી તેનું પ્રતિપાલન કરવામાં આવે છે.


અને તે સ્‍ત્રી અરણ્યમાં નાસી ગિઈ, ત્યાં ઈશ્વરે તેને માટે, બારસો સાઠ દિવસ સુધી તેનું પોષણ થાય એવું એક સ્થળ તૈયાર કરી રાખ્યું છે.


તેને [એવું સામર્થ્ય] પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે, અને તેઓને જીતે. વળી દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તને અધિકાર આપવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan