Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 13:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને અજગરે શ્વાપદને અધિકાર આપ્યો હતો તેથી તેઓએ તેની આરાધના કરી વળી, તેઓએ શ્વાપદની પણ આરાધના કરી અને કહ્યું, “શ્વાપદના જેવું બીજું કોણ છે? અને એની સામે લડી શકે એવું કોણ છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 બધા લોકોએ પ્રચંડ અજગરની ભક્તિ કરી. કારણ, તેણે પોતાનો અધિકાર એ પશુને આપ્યો હતો. તેમણે એ પશુની પણ ભક્તિ કરી અને કહ્યું, “આ પશુના જેવું કોણ છે? તેને કોણ હરાવી શકે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેણે હિંસક પશુને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની ઉપાસના કરી; તેઓએ હિંસક પશુની પણ ઉપાસના કરી, અને કહ્યું કે, ‘હિંસક પશુના જેવું બીજું કોણ છે? એની સામે લડી શકે એવું કોણ છે?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 લોકોએ તે અજગરની આરાધના કરી. કારણ કે તેણે તેનો અધિકાર પ્રાણીને આપ્યો હતો અને તે લોકોએ તે પ્રાણીની પણ આરાધના કરી. તેઓએ પૂછયું તે, “તે પ્રાણીનાં જેટલું પરાક્રમી કોણ છે? તેની સામે યુદ્ધ કોણ કરી શકે?”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 13:4
18 Iomraidhean Croise  

હે યહોવા, દેવો મધ્યે તમારા જેવો કોણ છે? તમારા જેવો પવિત્રતામાં મહિમાવાન, સ્તોત્રોમાં ભયયોગ્ય તથા આશ્ચર્યકર્તા [બીજો] કોણ છે?


તમે કોની સાથે મને સરખાવશો, ને કોનો બરાબરિયો મને કરશો? કોની સાથે મારો મુકાબલો કરીને મને સરખાવશો?


તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય [તેઓ પર] ન થાય.


તે લોક કદાવર તથા બળવાન છે, તે અનાકીઓનાં ફરજંદ છે કે, જેઓને તું સારી રીતે ઓળખે છે, ને તેઓ વિષેની અફવા પણ તેં સાંભળી છે કે, અનાકપુત્રોની સામે કોણ ટકી શકે?


જે ઈશ્વર ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેમની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે, અને એમ ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઈશ્વર તરીકે ઈશ્વરના મંદિરમાં બેસે‌‌ છે.


વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું:જુઓ, મોટો લાલ અજગર હતો, તેને સાત માથાં ને દશ શિંગડાં હતાં. અને તેનાં માથાં પર સાત મુગટ હતા.


તેનાં પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને જે સ્‍ત્રીને પ્રસવ થવાનો હતો, તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે [અજગર] તેની આગળ ઊભો રહ્યો હતો.


પછી મેં પૃથ્વીમાંથી બીજા એક શ્વાપદને નીકળતું જોયું. તેને હલવાનનાં [શિંગડાં] જેવાં બે શિગડાં હતાં, અને અજગરની જેમ તે બોલતું હતું.


અને એને એવું [સામર્થ્ય] આપવામાં આવ્યું કે તે શ્વાપદની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે શ્વાપદની મૂર્તિ બોલે અને જેટલાં માણસો શ્વાપદની મૂર્તિની આરાધના ન કરે તેટલાંને, તે મારી નંખાવે.


જે શ્વાપદને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવ હતા, અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજયાસન તથા મોટો અધિકાર આપ્યાં.


તેઓ હલવાનની સાથે લડશે, અને હલવાન તેઓને જીતશે, કેમ કે એ પ્રભુઓના પ્રભુ તથા રાજાઓના રાજા છે. અને એમની સાથે જેઓ છે, એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ [પણ જીતશે].”


તેઓએ તેના બળવાનો ધુમાડો જોઈને પોકાર કરીને કહ્યું, ‘આ મોટા નગરના જેવું બીજું કયું છે?’


બાકીનાં જે માણસોને તે અનર્થથી મારી નાખવામાં આવ્યા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી પસ્તાવો કર્યો નહિ, એટલે તેઓએ દુષ્ટાત્માઓની તથા સોનારૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની, સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની પૂજા કરવાનો [પસ્તાવો કર્યો નહિ].


અને ઇઝરાયલના સર્વ માણસો તે જોઈને તેની આગળથી નાઠા, ને ઘણા બીધા.


Lean sinn:

Sanasan


Sanasan