Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 12:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેને પુત્ર, નરબાળક, અવતર્યો, એ સર્વ દેશના લોકો પર લોઢાના દંડથી રાજ કરશે, તેના બાળકને ઊંચકીને ઈશ્વર પાસે તથા તેમના રાજયાસન પાસે લઈ જવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પછી તે સ્ત્રીએ એક છોકરાને જન્મ આપ્યો, જે સઘળી પ્રજાઓ પર લોહદંડથી રાજ્ય કરશે. પણ તે છોકરાને ઝૂંટવીને ઈશ્વર અને તેમના રાજ્યાસન પાસે લઈ જવાયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ‘તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો’ જે નરબાળક હતો, તે સઘળા દેશના લોકો પર લોખંડના દંડથી રાજ કરશે. એ બાળકને ઈશ્વર પાસે તથા તેના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તે સ્ત્રીએ એક પુત્રને જન્મ આપ્યો, તે તમામ દેશો પર લોઢાનાં દંડથી રાજ કરશે. અને તેના બાળકને દેવ પાસે અને તે ના રાજ્યાસન પાસે લઈ જવામા આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 12:5
14 Iomraidhean Croise  

ચૂંક આવ્યા પહેલાં તેને પ્રસવ થયો; પ્રસવવેદના થયા પહેલાં તેને છોકરો સાંપડયો છે.


તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે, અને તેનું નામ તે ઈમાનુએલ પાડશે.


હે હઠી જનારી દીકરી, તું ક્યાં સુધી અહીંતહીં રઝળતી ફરીશ? કેમ કે યહોવાએ પૃથ્વીમાં નવી વાત ઉત્પન્ન કરી છે, સ્ત્રી પુરુષને ઘેરી લેશે.”


એ માટે જે પ્રસવવેદનાથી પીડાય છે ત્યારથી તેને પ્રસવ થશે ત્યાં સુધી તે તેમને તજી દેશે. પછી તેના બાકી રહેલા ભાઈઓ ઇઝરાયલ પ્રજાની પાસે પાછા આવશે.


અને તેને દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહિ અને તેણે તેનું નામ ‘ઈસુ’ પાડયું.


પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયા, ને ઈશ્વરને જમણે હાથે બેઠા.


ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું (તે શરીરમાં હતો તે હું જાણતો નથી કે, શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી; ઈશ્વર જાણે છે) કે, જેને ચૌદ વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો.


કે, તેને પારાદૈસમાં ઉપાડી લેવામાં આવ્યો, અને માણસથી બોલી શકાય નહિ, એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી.


તેઓએ આકાશમાંથી મોટી વાણી પોતાને એમ કહેતાં સાંભળી કે, ‘તમે અહીં ઉપર ચઢી આવો.’ અને તેઓ મેઘારૂઢ થઈને આકાશમાં ચઢી ગયા. અને તેઓના શત્રુઓએ તેઓને [ચઢતાં] જોયા.


જયારે અજગરે જોયું કે તેને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે, ત્યારે જે સ્‍ત્રીને નરબાળક અવતર્યો હતો તેને તેણે સતાવી.


તે ગર્ભવતી હતી; તેને પ્રસવેદના થતી હતી, અને તેની પીડાને લીધે તે બૂમ પાડતી હતી.


તેમના મોંમાંથી ધારવાળી તરવાર નીકળે છે કે, તે વડે તે વિદેશીઓને મારે! તે લોઢાના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે! અને સર્વશક્તિમાન ઈશ્વરના સખત કોપનો દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે.


Lean sinn:

Sanasan


Sanasan