Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 12:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું:જુઓ, મોટો લાલ અજગર હતો, તેને સાત માથાં ને દશ શિંગડાં હતાં. અને તેનાં માથાં પર સાત મુગટ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 આકાશમાં બીજું એક રહસ્યમય દૃશ્ય દેખાયું. લાલ રંગનો એક પ્રચંડ અજગર દેખાયો. તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. દરેક માથા પર મુગટ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 આકાશમાં બીજું ચિહ્ન પણ દેખાયું; જુઓ, મોટો લાલ અજગર હતો, જેને સાત માથાં ને દસ શિંગડાં હતાં; અને તેના દરેક માથા પર સાત મુગટ હતા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પછી આકાશમાં બીજુ એક ચિન્હ દેખાયું: ત્યા એક મોટો લાલ અજગર હતો. તે અજગરને સાત માથાં પર સાત મુગટ, દરેક માથાં પર એક મુગટ હતો. તે અજગરને દસ શિંગડા પણ હતાં.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 12:3
27 Iomraidhean Croise  

તે દિવસે યહોવા પોતાની સખત, મહાન તથા સમર્થ તરવારથી, વેગવાન સર્પ લિવિયાથાનને, ને ગૂંછળીયા સર્પ લિવિયાથાનને જોઈ લેશે; અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાખશે.


રે યહોવાના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યથી વેષ્ટિત થા; પૂર્વકાળની જેમ, અને પુરાતન કાળની પેઢીઓમાં થયું, તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?


વડીલ તથા માનવંતા તે માથું, અને અસત્ય શીખવનાર પ્રબોધક તે પૂછડું છે.


જેમ આપે પગની પાટલીઓ તથા તેનાં આંગળાંનો કેટલોક ભાગ જોયો, તેમ તે રાજ્યાના ભાગલા પડી જશે; પણ જેમ આપે લોઢાની સાથે ચીકણી માટી ભળેલી જોઈ, તેમ તે [રાજ્ય] માં કેટલેક અંશે લોઢાનું બળ હશે.


વળી જેમ પગનાં આંગળાંનો કેટલોક ભાગ માટીનો હતો, તેમ તે રાજ્યનો એક ભાગ બળવાન થશે ને બાકીનો ભાગ તકલાદી થશે.


તથા તેના માથા પરનાં દશ શિંગડાં તથા પેલું બીજું ફૂટી નીકળેલું શિગડું કે જેના પ્રતાપથી ત્રણ પડી ગયાં, એટલે જે શિંગડાને આંખો તથા મોટી મોટી [બડાઈની] વાતો કરનાર મુંખ હતું, ને જે દેખાવમાં તેની સાથેનાં કરતાં મજબૂત હતું, તેઓનો ખરો અર્થ જાણવાની મેં ઇચ્છા દર્શાવી.


પેલાં દશ શિંગડા, આ રાજ્યમાંથી દશ રાજાઓ ઉત્પન્‍ન થશે. તે આગલાઓના કરતાં જુદો થશે, ને તે ત્રણ રાજાઓને તાબે કરશે.


[ત્યારે પછી] આકાશમાં મોટું ચિહ્ન જોવામાં આવ્યું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્‍ત્રી [જોવામાં આવી] , તેના પગ નીચે ચંદ્ર ને તેના માથા પર બાર તારાનો મુગટ હતો.


જયારે અજગરે જોયું કે તેને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે, ત્યારે જે સ્‍ત્રીને નરબાળક અવતર્યો હતો તેને તેણે સતાવી.


ત્યારે અજગર તે‍‍ સ્‍ત્રી પર ગુસ્સે થયો, અને તેનાં બાકીનાં સંતાન, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે, અને ઈસુની સાક્ષીને વળગી રહે છે, તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો. અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો.


તેનાં પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને જે સ્‍ત્રીને પ્રસવ થવાનો હતો, તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે [અજગર] તેની આગળ ઊભો રહ્યો હતો.


પછી આકાશમાં લડાઈ જાગી. મીખાએલ તથા તેના દૂતો અજગરની સાથે લડયા, અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા.


તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો, અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.


પછી મેં એક શ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું, તેને દશ શિંગડાં તથા સાત માથાં હતાં, અને તેનાં શિંગડા પર દશ મુગટ તથા તેનાં માથાં પર ઈશ્વરનિંદક નામો હતાં.


જે શ્વાપદને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવ હતા, અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજયાસન તથા મોટો અધિકાર આપ્યાં.


અને અજગરે શ્વાપદને અધિકાર આપ્યો હતો તેથી તેઓએ તેની આરાધના કરી વળી, તેઓએ શ્વાપદની પણ આરાધના કરી અને કહ્યું, “શ્વાપદના જેવું બીજું કોણ છે? અને એની સામે લડી શકે એવું કોણ છે?”


ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે સાત દૂત, અને તેઓની પાસે છેલ્લા સાત અનર્થ હતા. કેમ કે તેઓમાં ઈશ્વરનો કોપ પૂરો કરવામાં આવે છે.


ત્યારે પેલા અજગરના મોંમાંથી તથા શ્વાપદના મોંમાંથી તથા જૂઠા પ્રબોધકોના મોંમાંથી દેડકાંના જેવા ત્રણ અશુદ્ધ આત્મા [નીકળતા] મેં જોયા.


જે દશ શિંગડાં તેં જોયાં છે તેઓ દશ રાજા છે, તેઓને હજી સુધી રાજય મળ્યું નથી. પણ શ્વાપદની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેમને મળે છે.


તેં જે દશ શિંગડાં તથા શ્વાપદ જોયાં તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્નિથી તેને બાળી નાખશે.


દૂતે મને પૂછયું, “તું કેમ આશ્ચર્ય પામે છે? એ સ્‍ત્રીનો, અને સાત માથાં તથા દશ શિંગડાંવાળું શ્વાપદ, જેના પર તે બેઠેલી છે, તેનો મર્મ હું તને કહીશ.


તેમની આંખો અગ્નિની જવાળા [જેવી] છે, અને તેમના માથા પર ઘણા મુગટ છે. તેના પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી.


તેણે પેલા અજગરને, એટલે ઘરડો સર્પ, જે દોષ મૂકનાર તથા શેતાન છે, તેને પકડયો, અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો.


Lean sinn:

Sanasan


Sanasan