Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 12:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 [ત્યારે પછી] આકાશમાં મોટું ચિહ્ન જોવામાં આવ્યું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્‍ત્રી [જોવામાં આવી] , તેના પગ નીચે ચંદ્ર ને તેના માથા પર બાર તારાનો મુગટ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 એ પછી આકાશમાં એક રહસ્યમય દૃશ્ય દેખાયું. સૂર્યનું પરિધાન કર્યું હોય એવી એક સ્ત્રી હતી. તેના પગ તળે ચંદ્ર હતો અને તેને માથે બાર તારાનો મુગટ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી આકાશમાં મોટું ચિહ્ન દેખાયું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી. તેના પગ નીચે ચંદ્ર અને માથા પર બાર તારાનો મુગટ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 અને પછી આકાશમાં એક મોટું આશ્ચર્ય દેખાયું ત્યાં એક સ્ત્રી હતી, જે સૂર્યથી વેષ્ટિત હતી. ચંદ્ર તેના પગ નીચે હતો. તેના માથા પર બાર તારાવાળો મુગટ હતો.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 12:1
35 Iomraidhean Croise  

દેશમાં જે ચમત્કાર થયો હતો તે વિષે તજવીજ કરવા માટે બાબિલના સરદારોને તેની પાસે એલચીઓ મોકલ્યા હતા. તેની કસોટી થાય, ને તેના અંત:કરણમાં જે કંઈ હતું તે બધું જાણવામાં આવે માટે ઈશ્વરે તેને સ્વતંત્ર મૂક્યો.


તમે વસ્‍ત્રની જેમ અજવાળું પહેરેલું છે; અને પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો.


કેમ કે યહોવા ઈશ્વર સૂર્ય તથા ઢાલ છે; યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારું વાનું રોકી રાખશે નહિ.


પ્રભાતના જેવી પ્રકાશિત કાંતિવાળી, ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી ડાઘ વગર ઝળહળતી, ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર, એ કોણ છે?


હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા પ્રભુમાં હરખાશે; કેમ કે જેમ વર પોતાને મુગટથી સુશોભિત કરે છે, ને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્ર પહેરાવ્યાં છે, ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડયો છે.


તું યહોવાના હાથમાં શોભાયમાન તાજ, ને તારા ઈશ્વરની હથેલીમાં રાજમુગટ થઈશ.


તેમનો ઈશ્વર યહોવા તે દિવસે પોતાના લોકના ટોળા તરીકે તેઓને તારશે, કેમ કે તેઓ મુગટનાં રત્નોની જેમ તેના દેશ પર ચળકશે.


પણ તમે મારા નામનું ભય રાખનારાઓને માટે તો ન્યાયીપણાનો સૂર્ય ઊગશે, અને તેની પાંખોમાં આરોગ્ય હશે; તમે બહાર આવીને કોઢમાંના વાછરડાઓની જેમ કૂદશો.


ત્યારે કેટલાક શાસ્‍ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને ઉત્તર આપ્યો, “ઓ ઉપદેશક, અમારે કંઈ નિશાની જોવી છે.”


અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ને ત્યારે પૃથ્વી પરનાં સર્વ કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમાસહિત તેઓ આકાશના મેઘ પર આવતો જોશે.


ને આકાશના તારાઓ ખરવા લાગશે, ને આકાશમાંનાં પરાક્રમો હલાવાશે.


અને મોટા મોટા ધરતીકંપો [થશે] , તથા ઠેરઠેર દુકાળો પડશે તથા મરકીઓ ચાલશે; અને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટાં મોટાં ચિહ્નો થશે.


સૂરજ, ચંદ્ર તથા તારાઓમાં ચિહ્નો થશે. પૃથ્વી ઉપર પ્રજાઓ સમુદ્ર તથા મોજાંઓની ગર્જનાથી ત્રાસ પામીને ગભરાશે.


જેને કન્યા છે તે જ વરરાજા છે; પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે; એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.


વળી હું ઉપર આકાશમાં અદભુત કામ, તથા નીચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ. લોહી તથા અગ્નિ તથા ધુમાડાના ગોટેગોટા [દેખાડીશ].


પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો, અને દેહને માટે, એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે, ચિંતન ન કરો.


એટલે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓ માટે છે તે ઈશ્વરનું ન્યાયીપણું, કેમ કે એમાં કંઈ પણ ભેદ નથી.


કેમ કે [જાણે] ઐશ્વરી ચિંતાથી હું તમારા વિષે ચિંતાતુર છું, કેમ કે એક પતિની સાથે મેં તમારો વિવાહ કર્યો છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું.


કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધા.


પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે.


પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાઓ; તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે, અને જગત સંબંધી હું.


આ મોટો મર્મ છે, પણ હું ખ્રિસ્ત તથા મંડળી સંબંધી કહું છું.


મારા જમણા હાથમાં જે સાત તારા તેં જોયા, અને સોનાની જે સાત દીવી છે, એમનો મર્મ તું લખ. સાત તારા તે સાત મંડળીઓના દૂત છે, અને સાત દીવી તો સાત મંડળીઓ છે.


[ત્યાર પછી] આકાશમાંનું ઈશ્વરનું મંદિર ઉઘાડવામાં આવ્યું, અને તેમના મંદિરમાં તેમના કરારનો કોશ જોવામાં આવ્યો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ઘરતીકંપ થયાં તથા પુષ્કળ કરા પડયા.


વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું:જુઓ, મોટો લાલ અજગર હતો, તેને સાત માથાં ને દશ શિંગડાં હતાં. અને તેનાં માથાં પર સાત મુગટ હતા.


ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે સાત દૂત, અને તેઓની પાસે છેલ્લા સાત અનર્થ હતા. કેમ કે તેઓમાં ઈશ્વરનો કોપ પૂરો કરવામાં આવે છે.


નગરના કોટના પાયાના બાર [પથ્થર] હતા, અને તેમના પર હલવાનના બાર પ્રેરિતોનાં બાર નામ [હતાં].


નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી; કેમ કે ઈશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે, અને હલવાન તેનો દીવો છે.


Lean sinn:

Sanasan


Sanasan