Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 11:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 દેશોના લોકો ક્રોધે ભરાયા, અને તમારો કોપ પ્રગટ થયો, અને મૂએલાંનો ઇનસાફ થવાનો અને તમારા સેવકો, એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો, તથા જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 વિધર્મી પ્રજાઓ રોષે ભરાઈ છે. કારણ, તમારા કોપનો સમય અને મૃતકોનો ન્યાય કરવાનો સમય આવી પહોંચ્યો છે. તમારા સેવકોને અને તમારાથી ડરીને ચાલનાર નાનાંમોટાં સૌને બદલો વાળી આપવાનો સમય આવી પહોંચ્યો છે. “વળી, જેઓ પૃથ્વીનો વિનાશ કરી રહ્યા છે તેમનો વિનાશ કરવાનો સમય આવી પહોંચ્યો છે!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 દેશોના લોકો ગુસ્સે ભરાયા અને તમારો કોપ પ્રગટ થયો; અને સમય આવ્યો છે કે, મરેલાંઓનો ન્યાય થાય અને તમારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારાં, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીને નષ્ટ કરનારા છે તેઓનો સંહાર કરવાનો સમય આવ્યો છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જગતના લોકો ગુસ્સે થયા હતા; પરંતુ હવે તારા ગુસ્સાનો સમય છે. હવે મૂએલાંનો ઈનસાફ કરવાનો સમય છે. તારા સેવકોને, તે પ્રબોધકોને તારા સંતો તથા નાના મોટા લોકોને જે તારા નામથી ડરનારા છે, તેઓને પ્રતિફળ આપવાનો સમય આવ્યો છે, જેઓ પૃથ્વીનો વિનાશ કરે છે તે લોકોનો વિનાશ કરવાનો સમય આવી પહોંચ્યો છે!”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 11:18
48 Iomraidhean Croise  

કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેમના ભક્તો પર તેમની કૃપા વિશાળ છે.


જે‍ પ્રભુ તમારે જમણે હાથે છે તે પોતાના કોપને દિવસે રાજાઓના કકડેકકડા કરી નાખશે.


જેઓ તેમનાથી બીએ છે, અને તેમની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવા રાજી રહે છે.


ત્યારે તે ક્રોધમાં તેઓની સાથે બોલશે, અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડશે.


નિશ્ચે તેમનું તારણ તેમના ભક્તોની પાસે છે; જેથી અમારા દેશમાં ગૌરવ રહે.


વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ [ફરજ] એ છે.


જો પાપી માણસ સેંકડો વખત દુષ્કર્મ કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે, તોપણ હું જાણું છું કે સાચે જ જેઓ ઈશ્વરનો ડર રાખે છે તથા તેમની સમક્ષ બીહે છે તેમનું ભલું થશે જ;


પણ પૂર્વ તથા ઉત્તર તરફથી આવતી અફવાઓથી તે ગભરાશે; અને ઘણાઓનો નાશ કરવાને તથા તેઓનો સંહાર કરવાને તે ઘણા જ ક્રોધાવેશમાં ચાલી નીકળશે.


પણ ન્યાયસભા ભરાશે, ને તેનું રાજ્ય છીનવી લેવામાં આવશે, અને અંતે તેની પાયમાલી તથા વિનાશ થશે.


તે પોતાની હોશિયારીથી પોતાના ધારેલા પ્રપંચમાં ફતેહમંદ થશે. તે પોતાના મનમાં બડાઈ કરશે, ને તે ઘણાઓનો [તેઓની] અસાવધ સ્થિતિમાં નાશ કરશે. તે સરદારોના સરદારની સામે પણ બાથ ભીડશે; પણ [કોઈ મનુષ્ય] હાથ વગર તેનો નાશ થશે.


તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા.


જેઓ તેમનું ભય રાખે છે તેઓ પર પેઢી દરપેઢી તેમની દયા રહે છે.


જેમ માણસોને એક જ વાર મરવાનું, અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે,


પણ સાતમા દૂતની વાણીના સમયમાં, એટલે જ્યારે તે વગાડવા માંડશે ત્યારે ઈશ્વરનો મર્મ જે તેમણે પોતાના દાસોને, એટલે પ્રબોધકોને જણાવ્યો હતો, તે પ્રમાણે સંપૂર્ણ થશે.”


પણ મંદિરની બહારનું આગણું પડતું મૂક, તેનું માપ ન લે, કેમ કે તે વિદેશીઓને આપવામાં આવેલું છે. તેઓ બેતાળીસ મહિના સુધી પવિત્ર નગરને ખૂંદી નાખશે.


જો કોઈ બીજાને દાસત્વમાં લઈ જાય, તો તે પોતે દાસત્વમાં જશે. જો કોઈ બીજાને તરવારથી મારી નાખે, તો તેને પોતાને તરવારથી માર્યા જવું પડશે. આમાં સંતોનું ધૈર્ય તથા [તેઓનો] વિશ્વાસ [રહેલાં] છે.


વળી નાના તથા મોટા, ધનવાન તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણા હાથ પર અથવા તેઓનાં કપાળ પર તે છાપ લેવડાવે છે.


તો તે પણ ઈશ્વરનો કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે, તેમાંથી પીશે; અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તે રિબાશે.


ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે સાત દૂત, અને તેઓની પાસે છેલ્લા સાત અનર્થ હતા. કેમ કે તેઓમાં ઈશ્વરનો કોપ પૂરો કરવામાં આવે છે.


પછી ચાર પ્રાણીઓમાંના એકે સદાસર્વકાળ જીવંત ઈશ્વરના કોપથી ભરેલા સોનાનાં સાત પ્યાલાં તે સાત દૂતને આપ્યાં,


જેમ તેણે [બીજાઓને] ભરી આપ્યું તેમ તેને પાછું ભરી આપો, અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું આપો! જે પ્યાલું તેણે મેળવીને ભર્યું છે તેમાં તેને માટે બમણું મેળવીને ભરો!


તેમના મોંમાંથી ધારવાળી તરવાર નીકળે છે કે, તે વડે તે વિદેશીઓને મારે! તે લોઢાના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે! અને સર્વશક્તિમાન ઈશ્વરના સખત કોપનો દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે.


કે તમે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું અને સવારોનું, સર્વ સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ ખાઓ.”


પછી રાજ્યાસનમાંથી આવી વાણી થઈ, “આપણા ઈશ્વરના સર્વ સેવકો, તેમનાથી બીનારા, નાના તથા મોટા, તેમની સ્તુતિ કરો.”


પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને, ઈશ્વરની સમક્ષ ઊભાં રહેલાં જોયાં. અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને એક બીજું પુસ્તક જે જીવનનું [પુસ્તક] છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મૂએલાંઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.


જો કોઈ જીવનપુસ્તકમાં નોંધેલો માલૂમ પડયો નહિ, તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો.


જુઓ, હું થોડી વારમાં આવું છું. અને દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે.


Lean sinn:

Sanasan


Sanasan