Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 10:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેણે સિંહની ગર્જના જેવા મોટે સ્વરે પોકાર કર્યો; અને જયારે તેણે પોકાર કર્યો ત્યારે સાત ગર્જના બોલી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 અને સિંહની ગર્જના જેવા ઘણા મોટા અવાજે પોકાર્યું. તેણે પોકાર કર્યો એટલે સાત મહાગર્જનાઓએ મોટા પડઘા પાડીને જવાબ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને જેમ સિંહ ગર્જે છે તેમ તેણે મોટે અવાજે પોકાર કર્યો અને જયારે તેણે તે પોકાર કર્યો ત્યારે, સાત ગર્જનાનો અવાજ થઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તે દૂતે મોટા સાદે સિંહની ગર્જનાની જેમ પોકાર કર્યો; દૂતના પોકાર પછી સાત ગજૅના બોલી.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 10:3
16 Iomraidhean Croise  

યહોવાનો સાદ પાણી પર [ગાજે] છે, ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, હા, યહોવા ઘણા પાણી પર [ગર્જના કરે છે].


રાજાનો કોપ સિંહની ગર્જના જેવો છે; પણ તેની રહેમનજર ઘાસ પરના ઝાકળ જેવી છે.


કેમ કે યહોવાએ મને કહ્યું છે, “જ્યારે સિંહ તથા સિંહનો બચ્ચો પોતાના શિકાર પર ઘૂરકે છે, ત્યારે જો તેની સામા ભરવાડોનો મોટો જથો બોલાવવામાં આવે, તો તેઓની બૂમ સાંભળીને તે બી જતો નથી, અને તેમના હોકારાથી તે ભયભીત થતો નથી; તેમ સૈન્યોના યહોવા સિયોન પર્વત પર, તથા તેના ડુંગર પર યુદ્ધ કરવાને ઊતરી આવશે.


યહોવા વીરની જેમ બહાર આવશે; યોદ્ધાની જેમ તે આવેશને પ્રદીપ્ત કરશે; તે મોટેથી પોકારશે, વળી તે રણનાદ કરશે; તે પોતાના વૈરીઓને પોતાનું પરાક્રમ બતાવશે.


તેમની ગર્જના સિંહના જેવી છે, તેઓ સિંહનાં બચ્ચાંની જેમ ગર્જના કરશે અને ઘૂરકશે. તેઓ શિકારને પકડીને તાણી જશે, ને તેને છોડાવનાર કોઈ મળશે નહિ.


“તે માટે તું તેઓની વિરુદ્ધનાં આ સર્વ વચનો કહે, વળી તેઓને કહે, યહોવા પોતાના ઉચ્ચસ્થાનમાંથી ગર્જના કરશે, તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી પોતાનો ઘાંટો કાઢશે; તે પોતાના વાડાની વિરુદ્ધ મોટી ગર્જના કરશે; દ્રાક્ષા ખૂંદનારાની જેમ તે પૃથ્વીના સર્વ રહેવાસીઓની વિરુદ્ધ હોકારો કરશે.


કરુબોની પાંખોનો અવાજ બહારના આંગળા સુધી સર્વશક્તિમાન ઈશ્વરના બોલવાના અવાજ જેવો સંભળાતો હતો.


યહોવા સિંહની જેમ ગર્જના કરશે, તેમની પાછળ તેઓ ચાલશે. તે ગર્જના કરશે, ને પશ્ચિમથી પુત્રો ધ્રૂજતા ધ્રૂજતા આવશે.


યહોવા સિયોનમાંથી ગર્જના કરશે, ને યેરુશાલેમમાંથી પોતાનો ઘાંટો કાઢશે. આકાશ તથા પૃથ્વી કાંપશે; પણ યહોવા પોતાના લોકોનો આશ્રય થશે, તે ઇઝરાયલ લોકોનો ગઢ થશે.


તેણે કહ્યું, “યહોવા સિયોનમાંથી ગર્જના કરશે, યરુશાલેમમાંથી ઘાંટો પાડશે; અને ભરવાડોના ગૌચરો શોકાતુર થશે, ને કાર્મેલનું શિખર કરમાઈ જશે.”


સિંહે ગર્જના કરી છે, તો કોણ નહિ બીહે? પ્રભુ યહોવા બોલ્યા છે, તો પ્રબોધ કર્યા વગર કોણ રહી શકે?


મેં ઘણાં પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી આકાશમાંથી વાણી સાંભળી. તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી.


ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે સાત દૂત, અને તેઓની પાસે છેલ્લા સાત અનર્થ હતા. કેમ કે તેઓમાં ઈશ્વરનો કોપ પૂરો કરવામાં આવે છે.


પછી ચાર પ્રાણીઓમાંના એકે સદાસર્વકાળ જીવંત ઈશ્વરના કોપથી ભરેલા સોનાનાં સાત પ્યાલાં તે સાત દૂતને આપ્યાં,


રાજયાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળે છે, અને રાજયાસનની આગળ અગ્નિના સાત દીવા બળે છે તે ઈશ્વરના સાત આત્મા છે.


પછી દૂતે ધૂપદાની લઈને તેમાં વેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો, ત્યાર પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપ થવા લાગ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan