Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 10:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી મેં બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથા પર મેઘધનુષ્ય હતું, તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પછી મેં એક બીજા પરાક્રમી દૂતને આકાશમાંથી ઊતરતો જોયો. તે વાદળોથી આચ્છાદિત હતો અને તેના કપાળની આસપાસ મેઘધનુષ હતું, તેનો ચહેરો સૂર્ય જેવો અને તેના પગ અગ્નિના થંભ જેવા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મેં બીજા એક બળવાન સ્વર્ગદૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો, તે વાદળથી ઘેરાયેલો હતો, અને તેના માથા પર મેઘધનુષ હતું, અને તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પછી મેં બીજા એક શક્તિશાળી દૂતને આકાશમાંથી નીચે ઊતરતો જોયો. તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથાં પર મેઘધનુષ્ય હતું. તે દૂતનું મોં સૂર્યના જેવું હતું. અને તેના પગો અગ્નિના સ્તંભો જેવા હતા.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 10:1
28 Iomraidhean Croise  

પાણી પર તે પોતાના ઓરડાના મોભ મૂકે છે; વાદળાંને તે પોતાનો રથ બનાવે છે; વાયુની પાંખો પર તે ચાલે છે.


મેઘો તથા અંધકાર તેમની આસપાસ છે; ન્યાયીપણું તથા ઇનસાફ તેમના રાજ્યાસનનો પાયો છે.


અને હારુન ઇઝરાયલી લોકોની આખી સભાને વાત કરતો હતો તે દરમિયાન એમ થયું કે, તેઓએ અરણ્ય તરફ જોયું, તો જુઓ, યહોવાનું ગૌરવ મેઘમાં દેખાયું.


તેના પગ! ચોખ્ખા સોનાની કૂંભીઓમાં બેસાડેલા સંગેમરમરના સ્તંભો જેવા છે; તેનો દેખાવ [ભવ્ય] લબાનોન અને ઉન્નત એરેજવૃક્ષો જેવો ઉત્તમ છે.


મિસર વિષે ઈશ્વરવાણી. જુઓ, યહોવા વેગવાન વાદળા પર બેસીને મિસરમાં આવે છે; મિસરની મૂર્તિઓ તેમની આગળ ધ્રૂજશે, ને મિસરની હિંમત જતી રહેશે.


કેમ કે મારે તો એ નૂહના જળપ્રલય સરખું છે; જે પ્રમાણે મેં સમ ખાધા હતા કે, નૂહનો જળપ્રલય ફરી ભૂમિ પર થનાર નથી, તેમ મેં સમ ખાધા છે કે હું તારા પર ફરીથી ક્રોધાયમાન થઈશ નહિ, ને તને ધમકાવીશ નહિ.


અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તમે વાદળાથી પોતાને ઢાંકી દીધા છે.


અને એ ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષના દેખાવ જેવો હતો.


તેનું શરીર પણ પોખરાજના જેવું હતું, તેનો ચહેરો વીજળીના જેવો દેખાતો હતો, તેની આંખો બળતી બત્તીઓ જેવી, તેના હાથ ને તેના પગ ઓપેલા પિત્તળના રંગ જેવા હતા, ને તેના શબ્દોનો અવાજ ઘણા લોકોના કલકલાટ જેવો હતો.


રાતનાં સંદર્શનોમાં હું જોતો હતો, તો જુઓ, આકાશના મેઘો સાથે મનુષ્યપુત્રના જેવો એક પુરુષ પેલા વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો, ને તેઓ તેને તેની નજીક લાવ્યા.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે કે, તે પવિત્રસ્‍થાનમાં પડદાની અંદરની બાજુએ કોશ પરના દયાસન આગળ સર્વ પ્રસંગે ન આવે, રખેને તે માર્યો જાય; કેમ કે હું દયાસન પર મેધમાં દર્શન આપીશ.


તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું, એટલે તેમનું મોં સૂર્યના જેવું તેજસ્વી થયું, ને તેમનાં વસ્‍ત્ર પ્રકાશના જેવાં ઊજળાં થયાં.


ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમાસહિત વાદળાંમાં આવતા જોશે.


તેવામાં, હે રાજા, મધ્યાહને માર્ગમાં સૂર્યના તેજ કરતાં પ્રકાશિત એવો આકાશથી આવેલો પ્રકાશ મેં મારી તથા મારી સાથે ચાલનારાઓની આસપાસ જોયો.


જુઓ તે વાદળાંસહિત આવે છે, દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. હા, આમીન.


એ પછી મેં બીજા એક દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તેને મોટા અધિકાર [મળેલો] હતો. અને તેની પ્રભાથી પૃથ્વી પ્રકાશિત થઈ.


પછી એક બળવાન દૂતે મોટી ઘંટીના પડના જેવો એક પથ્થર ઊંચકી લીધો, અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું, “તે મહાન નગર બાબિલોનને એ જ પ્રમાણે ઝપાટાથી નાખી દેવામાં આવશે, અને ફરી તે કદી પણ જોવામાં આવશે નહિ.


પછી મેં એક દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તેની પાસે ઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી.


જે બેઠેલા હતા તે દેખાવમાં યાસપિસ પાષાણ તથા લાલ જેવા હતા. અને રાજયાસનની આસપાસ એક મેધધનુષ્ય હતું, જેનો દેખાવ લીલમ જેવો હતો.


મેં એક બળવાન દૂતને જોયો, તેણે મોટે સ્વરે પોકારીને કહ્યું, “આ ઓળિયું ઉઘાડવાને ને તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે?”


પછી મેં જોયું, તો અંતરિક્ષમાં મેં એક ઊડતા ગરુડને મોટે સ્વરે કહેતો સાંભળ્યો કે, જે બીજા ત્રણ દૂતો વગાડવાના છે, તેઓનાં રણશિંગડાંના બાકી રહેલા નાદને લીધે પૃથ્વી પર રહેનારાંઓને અફસોસ! અફસોસ! અફસોસ!


Lean sinn:

Sanasan


Sanasan