Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 1:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેમના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા. તેમનો સાદ પુષ્કળ પાણીના અવાજ જેવો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેમના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા; અને તેમનો અવાજ ઘણાં પાણીનાં મોજાંના જેવો ગર્જતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેના પગ ભઠ્ઠીમાં શુધ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા. તેનો અવાજ ઘુઘવતા ભરતીના પાણીના અણાજ જેવો હતો.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 1:15
11 Iomraidhean Croise  

ઘણાં પાણીઓના ખળભળાટ કરતાં, સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, યહોવા પરમ ઊંચામાં પરાક્રમી છે.


લોકો દરિયાનાં મોજાંના ઘોંઘાટની જેમ ઘુઘવાટો કરશે. તે તેઓને ધમકાવશે, ને તેઓ દૂર નાસી જશે. વાયુની સામે પર્વત પર ફોતરાંની જેમ, ને વંટોળિયાની આગળ ઊડતી ધૂળની જેમ તેઓને નસાડવામાં આવશે.


તેઓ ગતિમાં હોય ત્યારે તેમની પાંખોનો અવાજ મોટી રેલના અવાજ જેવો, સર્વશક્તિમાનના સાદ જેવો, સૈન્યના અવાજ જેવો કોલાહલનો અવાજ મને સંભળાતો. તેઓ ઊભાં રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચી નમાવી દેતાં.


તેમના પગ સીધા હતા, અને તેમનાં પગનું તળિયું વાછરડાના પગના તળિયા જેવું હતુ; અને તેઓ ઓપેલા પિત્તળની જેમ ચળકતા હતા.


તે મને ત્યાં લાવ્યા, ને જુઓ, ત્યાં [ચળકતા] પિત્તળના જેવો દેખાતો એક માણસ હતો, તેના હાથમાં શણની દોરી તથા માપવાની લાકડી હતી, તે દરવાજામાં ઊભો હતો.


અને જુઓ ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ પૂર્વને માર્ગેથી આવ્યું, તેમની વાણી ઘણાં મોજાઓની ગર્જના જેવી હતી. અને પૃથ્વી તેમના ગૌરવથી પ્રકાશિત થઈ રહી.


તેનું શરીર પણ પોખરાજના જેવું હતું, તેનો ચહેરો વીજળીના જેવો દેખાતો હતો, તેની આંખો બળતી બત્તીઓ જેવી, તેના હાથ ને તેના પગ ઓપેલા પિત્તળના રંગ જેવા હતા, ને તેના શબ્દોનો અવાજ ઘણા લોકોના કલકલાટ જેવો હતો.


પછી મેં બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથા પર મેઘધનુષ્ય હતું, તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા.


મેં ઘણાં પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી આકાશમાંથી વાણી સાંભળી. તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી.


મોટા જનસમૂહના જેવી તથા ઘણાં પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ બોલતી મેં સાંભળી, “હાલેલુયા; કેમ કે હવે સર્વશક્તિમાન પ્રભુ આપણા ઈશ્વર રાજ કરે છે.


થુઆતૈરાની મંડળીના દૂતને લખ:ઈશ્વરના પુત્ર, જેમની આંખો અગ્નિની જવાળા જેવી છે, અને જેમના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે:


Lean sinn:

Sanasan


Sanasan