Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 99:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેઓ તમારા મહાન તથા ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેથી તેઓ સૌ તમારા મહાન અને આરાધ્ય નામની સ્તુતિ કરો; તે પવિત્ર ઈશ્વર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 99:3
20 Iomraidhean Croise  

“હે આકાશના ઈશ્વર યહોવા, મોટા તથા ભયાવહ ઈશ્વર, જેઓ તમારા પર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞા પાળે છે તેઓની સાથે કરેલો કરાર તમે દયાથી પાળો છો; હું તમારા કાલાવાલા કરું છું,


એમને ભયભીત થયેલા જોઈને મેં અમીરોને, અમલદારોને તથા બાકીના લોકોએ કહ્યું, “તમારે તેઓથી બીવું નહિ. મોટા ને ભયાવહ યહોવાનું સ્મરણ કરો, અને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, સ્ત્રીઓ તથા તમારાં ઘરોને માટે લડો.”


હે અમારા ઈશ્વર, મહાન, પરાક્રમી તથા ભયાવહ ઈશ્વર, કરાર પાળનાર તથા દયા રાખનાર આશૂરના રાજાઓના વખતથી તે આજ દિન સુધી જે જે કષ્ટ અમારા પર, અમારા રાજાઓ પર, અમારા સરદારો પર, અમારા યાજકો પર, અમારા પ્રબોધકો પર, અમારા પિતૃઓ પર તથા અમારા સર્વ લોકો પર પડ્યાં છે, તે સર્વને તમે તમારી નજરમાં જૂજ ગણશો નહિ.


યેશૂઆ, કાહ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા, એ લેવીઓએ કહ્યું, “ઊભા થઈને આપણા ઈશ્વર યહોવા જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો; અને એમ બોલો કે, તમારું બુલંદ નામ કે કે જે સર્વ ધન્યવાદ અને પ્રશંસાની પરિસીમાથી પર છે, તેને ધન્ય હો!


આભાર માનતાં માનતાં તેમનાં દ્વારોમાં, અને સ્તવન કરતાં તેમનાં આંગણામાં આવો; તેમનો આભાર માનીને તેમના નામને ધન્યવાદ આપો.


હે મારા આત્મા યહોવાને સ્તુત્ય માન; મારા ખરા અંત:કરણ તેમના પવિત્ર નામને [સ્તુત્ય માન].


તેમણે પોતાના લોકની પાસે ઉદ્ધાર મોકલ્યો છે; અને પોતાનો કરાર સર્વકાળ માટે ફરમાવ્યો છે. તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.


યહોવા પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે, તે પોતાનાં સર્વ કામોમાં કૃપાળુ છે.


ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.


યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.


તે સરદારોનું અભિમાન ઉતારશે, પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.


તેઓ એકબીજાને પોકારીને કહેતા, “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોના [ઈશ્વર] યહોવા; આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે.”


પણ યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે. તેથી જેઓ મારી પાછળ પડે છે તેઓ ઠોકરલ ખાઈને પડશે, તેઓ ફતેહ પામશે નહિ. તેઓ અતિશય લજ્જિત થશે, કેમ કે તેઓ ડહાપણથી ચાલ્યા નથી. તેઓનું અપમાન કાયમ રહેશે, તે કદી ભુલાશે નહિ.


હવેથી હું જગતમાં [રહેવાનો] નથી, પણ તેઓ જગતમાં છે, અને હું તમારી પાસે આવું છું. હે પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તે [નામ] દ્વારા આપણા જેવા એક થવા માટે તેઓને સંભાળી રાખો.


યહોવા તારા ઈશ્વર એ ગૌરવી તથા ભયજનક નામથી તું બીહે, માટે આ નિયમના જે સર્વ શબ્દો આ પુસ્તકમાં લખેલા છે, તે તું પાળીને અમલમાં નહિ મૂકે,


તું તેઓને જોઈને ગભરાઈશ નહિ; કેમ કે યહોવા તારા ઈશ્વર તારી મધ્યે છે, તે મહાન તથા ભયંકર ઈશ્વર [છે].


ત્યારે યહોશુઆએ લોકોને કહ્યું, “તમારાથી યહોવાની સેવા નહિ કરાય:કેમ કે તે તો પવિત્ર ઈશ્વર છે; તે આસ્થાધારી ઈશ્વર છે. તે તમારાં ઉલ્લંઘનની ને તમારાં પાપોની ક્ષમા નહિ કરે.


તે ચાર પ્રાણીમાંના દરેકને છ છ પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતાં, તેઓ “પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ ઈશ્વર, સર્વશક્તિમાન જે હતા, જે છે, ને જે આવનાર છે, ” એમ કહેતાં રાતદિવસ વિસામો લેતાં નથી.


યહોવા જેવા પવિત્ર કોઈ નથી; કેમ કે તમારા સિવાય બીજો કોઈ નથી; વળી અમારા ઈશ્વર જેવો બીજો ખડક નથી.


Lean sinn:

Sanasan


Sanasan