Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 96:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 વિદેશીઓમાં કહો, “યહોવા રાજ કરે છે; જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવેલું છે તે ખસેડી શકાય નહિ; તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 સર્વ દેશોને કહો કે, પ્રભુ રાજ કરે છે, તેમણે પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે, અને તે વિચલિત થશે નહિ; તે નિષ્પક્ષપાતપણે લોકોનો ન્યાય કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 વિદેશીઓમાં કહો, “યહોવાહ રાજ કરે છે.” જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવ્યું છે કે તે ખસેડી શકાય નહિ. તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે, તેથી તેનો વિનાશ થશે નહિ. બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 96:10
30 Iomraidhean Croise  

ત્યારે અમારું મુખ હસ્યા કરતું હતું, અને અમારી જીભ ગાયન કર્યા કરતી હતી; ત્યારે વિદેશીઓએ કહ્યું, “યહોવાએ તેને માટે ભારે કામ કર્યાં છે.”


માટે, હે યહોવા હું વિદેશીઓમાં તમારી આભારસ્તુતિ કરીશ, અને તમારા નામનાં સ્તોત્ર ગાઈશ.


છાના રહો, [નિશ્ચે] જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ. હું પૃથ્વીમાં મોટો મનાઈશ.


વિદેશીઓએ તોફાન મચાવ્યું, અને રાજ્યો ડગમગી ગયાં; તેમણે ગર્જના કરી, એટલે પૃથ્વી પીગળી ગઈ.


માટે લોકો કહેશે, “ન્યાયીને ખચીત બદલો મળે છે; ખરેખર પૃથ્વીમાં ન્યાય કરનાર ઈશ્વર છે.”


કોપથી તેઓનો નાશ કરો, નાશ કરો કે, તેઓ હતા ન હતા થઈ જાય; તેઓને ખાતરી આપો કે, પૃથ્વીની સીમા સુધી ઈશ્વર યાકૂબમાં રાજ કરે છે. (સેલાહ)


પ્રજાઓ આનંદ કરે, અને હર્ષથી ગાય; કેમ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો, અને પૃથ્વી પરની પ્રજાઓ પર રાજ કરશો. (સેલાહ)


દુષ્ટોની દુષ્ટતાનો અંત આવો, પણ ન્યાયીઓને તમે સ્થાપન કરો. કેમ કે ન્યાયી ઈશ્વર હ્રદયને તથા અંત:કરણને પારખે છે.


તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે, તે લોકોનો અદલ ઇનસાફ કરશે.


વળી યહોવા દુ:ખીઓને કિલ્લારૂપ થશે, તે સંકટસમયે ગઢ થશે.


યહોવા રાજ કરે છે; તેમણે મહત્‍ત્વ ધારણ કર્યું છે; યહોવાએ પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે; વળી ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવેલું છે.


કેમ કે તે આવે છે; તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે; તે યથાર્થપણે જગતનો, અને તેમની સત્યતાએ લોકોનો ન્યાય કરશે.


તે પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ જગતનો, અને યથાર્થપણાએ લોકોનો, ન્યાય કરશે.


યહોવા એવું કહે છે, “મેં માન્યકાળમાં તારું સાંભળ્યું છે, ને તારણને દિવસે મેં તારી સહાય કરી છે; હું તારું રક્ષણ કરીશ, ને તને લોકોના હકમાં કરારરૂપ નીમીશ, જેથી તું દેશનું પુન:સ્થાપન કરે, અને ઉજ્જડ થયેલાં વતનોને વહેંચી આપે;


જે વધામણી લાઔએ છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણથી વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે, “તારો ઈશ્વર રાજ કરે છે, ” તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે!


તે રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે, જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકૂમત તે આ સર્વ રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે, ને તે સર્વકાળ ટકશે.


કેમ કે સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ [બાળવામાં] તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે.” કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે.”


પણ જે ઠગ માનતા માનીને પોતાના ટોળામાં નર હોવા છતાં યહોવાને ખોડવાળા જાનવરનું અર્પણ ચઢાવે છે તે શાપિત થાઓ, કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું મહાન રાજા છું, ને મારું નામ વિદેશીઓમાં ભયપાત્ર છે.”


“પસ્તાવો કરો; કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.


કેમ કે તેમણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇનસાફ કરશે, જે વિષે તેમણે તેમને મૂએલાંઓમાંથી પાછા ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે.”


કે, પોતાના દીકરાને તે મારામાં પ્રગટ કરે, જેથી હું તેમની સુવાર્તા વિદેશીઓમાં પ્રગટ કરું, ત્યારે તરત જ કોઈ પણ માણસની સલાહ પૂછયા વગર,


અને તેમનામાં જડ નાખેલા તથા સ્થપાયેલા થઈને, તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દઢ રહીને તેમની વધારે ને વધારે આભારસ્તુતિ કરો.


તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે, તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન [પિતા] ની જમણી તરફ ઉચ્‍ચસ્થાને બેઠા છે.


પછી સાતમા દૂતે વગાડયું, ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું, “આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે. તે સદાસર્વકાળ રાજ કરશે.”


પછી મેં આકાશ ઊઘડેલું જોયું, તો જુઓ, એક શ્વેત ઘોડો, અને તેના પર એક જણ બેઠેલા છે, તેમનું નામ ‘વિશ્વાસુ તથા સાચા’ છે; તે પ્રામાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે.


મોટા જનસમૂહના જેવી તથા ઘણાં પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ બોલતી મેં સાંભળી, “હાલેલુયા; કેમ કે હવે સર્વશક્તિમાન પ્રભુ આપણા ઈશ્વર રાજ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan