Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 95:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ચાલીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો, “તે લોકો ભૂલકણા હ્રદયના છે, અને તેઓએ મારા માર્ગો જાણ્યા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ચાળીસ વર્ષ સુધી તે પેઢી પ્રત્યે મને ઘૃણા રહી. ત્યારે મેં કહ્યું, ‘આ લોકોનાં હૃદયો ભટકી ગયેલાં છે; તેઓ મારા માર્ગોમાં ચાલવાનો ઇનકાર કરે છે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો અને કહ્યું, ‘તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે; તેઓ મારા માર્ગો જાણતા નથી.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું, તે લોકો અવિનયી છે. તેઓએ મારા માર્ગો કદી શીખ્યાં નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 95:10
18 Iomraidhean Croise  

અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્‍ન કર્યું, તેનો યહોવાને પશ્વાત્તાપ થયો, ને હ્રદયમાં તે ખેદિત થયા.


તોપણ ઈશ્વરને કહેતા હતા, ‘અમારી પાસેથી દૂર જા; કેમ કે અમે તારા માર્ગોનું જ્ઞાન મેળવવા ઈચ્છતા નથી.


યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે; મૂર્ખો જ્ઞાન તથા શિક્ષણને તુચ્છ ગણે છે.


હે યહોવા, તમે શા માટે અમને તમારા માર્ગ પરથી ભટકાવી દો છો? અમે તમારી બીક ન રાખીએ, એવી રીતે અમારાં હ્રદયોને તમે શા માટે કઠણ કરો છો? તમારા સેવકોને માટે તમારા વારસાના કુળોને માટે પાછા આવો.


યહોવા આ લોકોને કહે છે કે, એમ જ તેઓએ ભટકવા ચાહ્યું છે; તેઓએ પોતાના પગોને રોક્યા નથી, તેથી યહોવા તેઓનો અંગીકાર કરતા નથી; હવે તે તેઓના અપરાધનું સ્મરણ કરશે, ને તેઓનાં પાપોને લીધે તેઓને જોઈ લેશે.


તું કપટમાં વસે છે! કપટને લીધે તેઓ મને જાણવાની ના પાડે છે, ” એવું યહોવા કહે છે.


અને ઇઝરાયલ ઉપર યહોવાનો કોપ સળગી ઊઠ્યો, ને તેણે ચાળીસ વર્ષ સુધી, એટલે જે પેઢીએ યહોવાની દષ્ટિમાં ભૂંડું કર્યું હતું તે બધાંનો નાશ થયો ત્યાં સુધી તેઓને અરણ્યમાં અહીંતહીં અથડાવ્યા.


તેમણે ચાળીસેક વરસ સુધી અરણ્યમાં તેઓની વર્તણૂક સહન કરી.


એ માણસે તેઓને બહાર લાવતાં મિસર દેશમાં, સૂફ સમુદ્રમાં તથા ચાળીસ વરસ સુધી અરણ્યમાં અદભુત કામો તથા ચમત્કારો કર્યા.


ઈશ્વરનું જ્ઞાન [મનમાં] રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે જે ઉચિત નથી, એવાં કામ કરવાને માટે ઈશ્વરે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને [સ્વાધીન] કર્યા.


વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્‍ન ન કરો,


અને ચાળીસમા વર્ષના અગિયારમાં માસમાં તે માસને પહેલે દિવસે એમ થયું કે, જે સર્વ આજ્ઞાઓ યહોવાએ ઇઝરાયલી લોકોને માટે મૂસાને આપી હતી, તે તેણે તેઓને કહી સંભળાવી.


વળી ચાળીસ વરસ સુધી તે કોના ઉપર નારાજ થયા? શું જેઓએ પાપ કર્યા, જેઓનાં શબ અરણ્યમાં પડયાં, તેઓના પર નહિ?


Lean sinn:

Sanasan


Sanasan