Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 94:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 કાયદાની આડમાં ભ્રષ્ટાચાર આચરનારા દુષ્ટ શાસકો સાથે તમારે કોઈ સબંધ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 હે દેવ, ચોક્કસ, તમે દુષ્ટ શાસકોને ટેકો આપતા નથી જેઓએ પોતાના નિયમો દ્વારા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનાવી દીધું છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 94:20
23 Iomraidhean Croise  

યરોબામે આઠમાં માસમાં, માસને પંદરમે દિવસે, જે પર્વ યહૂદિયામાં છે તેના જેવું પર્વ ઠરાવ્યું, ને તેણે વેદી પર બલિદાન આપ્યાં. તે જ પ્રમાણે તેણે બેથેલમાં કર્યું, ને પોતાના બનાવેલા વાછરડાઓનાં બલિદાન આપ્યાં.ઉચ્ચસ્થાનોના જે યાજકો તેણે ઠરાવ્યા હતા, તેઓને તેણે બેથેલમાં રાખ્યા.


પણ ઈશ્વર દુષ્ટને કહે છે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ, તથા મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?


અરે જુલમગાર, તું ભૂંડાઈનું અભિમાન કેમ કરે છે? ઈશ્વરની કૃપા સર્વદા [ટકે છે].


ના, તમે મનમાં ભૂંડાઈ યોજો છો; પૃથ્વી પર તમે તમારા હાથથી જુલમ તોળી આપો છો


દેવની સભામાં ઈશ્વર ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે.


જે માણસ નિયમનું‍ શ્રવણ કરતાં પોતાનો કાન અવળો ફેરવી નાખે છે, તેની પ્રાર્થના પણ કંટાળારૂપ છે.


વળી મેં પૃથ્વી પર એવું જોયું કે ન્યાયને સ્થાને દુષ્ટતા છે; અને નેકી હોવી જોઈએ ત્યાં બદી છે.


જો ગરીબો પર [થતા] જુલમને તથા દેશમાં ઇનસાફ તથા ન્યાયને ઊંધા વાળતા જોરજુલમને તું જુએ, તો તે વાતથી આશ્ચર્ય ન પામ; કેમ કે ઊંચાઓ કરતાં જે ઊંચો તે લક્ષ આપે છે; અને તેઓ કરતાં એક ઊંચો છે.


જેઓ અન્યાયી કાયદા ઘડે છે, ને જે લેખકો જુલમી ચુકાદાઓ લખે છે;


તમે માઠા દિવસને દૂર રાખવા માગો છો, ને જોરજુલમ કરવાને આતુર છો.


કેમ કે ઓમ્રીના વિધિઓનું તથા આહાબના કુટુંબના સર્વ રીતરીવાજોનું પાલન કરવામાં આવ્યું છે, અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો; એથી હું તમને વેરાન કરીશ, ને તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ, અને તમારે મારા લોકો [હોવાનું] મહેણું સાંભળવું પડશે.”


હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ એવો હુકમ કર્યો હતો કે, તે ક્યાં છે તેની જો કોઈ માણસને ખબર પડે તો તેણે ખબર આપવી, જેથી તેઓ તેમને પકડે.


ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જાય છે. તે વખતે વહેલી સવાર હતી. તેઓ અશુદ્ધ ન થાય, અને પાસ્ખા ખાઈ શકે, માટે તેઓ પોતે દરબારમાં ગયા નહિ.


તેનાં માતપિતા યહૂદીઓથી બીતાં હતાં માટે તેઓએ એમ કહ્યું, કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.


શાઉલે કહ્યું, “અહીટૂબના દિકરા, હવે સાંભળ.” તેણે ઉત્તર આપ્યો, “મારા મુરબ્બી, હું હાજર છું.”


Lean sinn:

Sanasan


Sanasan