Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 94:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે અન્યાય કરનારની વિરુદ્ધ કોણ ઊભો થશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 આ દુષ્ટોની સામે કોણે મારો પક્ષ લીધો? મારે માટે આ ભ્રષ્ટાચારીઓનો કોણે વિરોધ કર્યો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 મારા બચાવમાં મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે દુષ્ટની વિરુદ્ધ કોણ ઊભો રહેશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 મારો પક્ષ લઇને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે? દુષ્કમીર્ઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 94:16
19 Iomraidhean Croise  

તે ત્યાંથી વિદાય થયો. પછી રેખાબનો દીકરો યહોનાદાબ તેની સામો આવતો અચાનક તેને મળ્યો. યેહુએ તેને સલામ કરીને તેને કહ્યું, “જેમ મારું હ્રદય તારા હ્રદય પ્રત્યે શુદ્ધ છે, તેમ શું તારું હ્રદય છે?” યહોનાદાબે ઉત્તર અપ્યો કે, છે. [યેહૂએ કહ્યું,] “જો એમ હોય તો મને તારો હાથ આપ.” તેણે પોતાનો હાથ તેને આપ્યો; એટલે તેણે તેને પોતાની પાસે રથમાં ઊંચકી લીધો.


અને યેહૂએ બારી તરફ ઊંચું જોઈને કહ્યું, “મારા પક્ષનો કોણ છે? કોણ છે?” અને બે ત્રણ ખોજાઓએ બહાર ડોકિયું કર્યું.


ત્યારે મેં મનમાં વિચાર કર્યો ને અમીરોને તથા અમલદારોને ધમકાવીને કહ્યું, “તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહું આકરું વ્યાજ લો છો.” મેં તેમની વિરુદ્ધ એક મોટી સભા ભરી.


યહોવા મારા પક્ષમાં છે; હું બીવાનો નથી! માણસ મને શું કરી શકશે?


હે યહોવા, ઊઠો, તેની સામે થાઓ, ‍ તેને પાડી નાખો; તમારી તરવાર દ્વારા દુષ્ટથી મારા જીવને છોડાવો;


અન્યાય કરનારાઓથી મને છોડાવો, અને ખૂની માણસોથી મને બચાવો.


તેમણે જોયું કે કોઈ માણસ નથી, ને કોઈ મધ્યસ્થ નથી; તે જોઈને તે વિસ્મય પામ્યા, ને તેમણે પોતાને માટે પોતાને જ હાથે તારણ સાધ્યું; અને તેમનું પોતાનું ન્યાયીપણું તે તેમનો આધાર થયું.


મેં જોયું, તો કોઈ સહાય કરનાર નહોતો, અને કોઈ ટેકો આપનાર નહોતો. એ જોઈને હું વિસ્મય પામ્યો:એટલે મારે માટે મારા પોતાના ભુજે તારણ કર્યું; અને મારા કોપે મને ટેકો આપ્યો.


યરુશાલેમના મહોલ્લાઓમાં આમતેમ ફરો, અને જુઓ ને જાણો, ને તેના ચોકોમાં શોધો, ન્યાય કરનાર અને સત્યને માર્ગે ચાલનાર એવો કોઈ પુરુષ મળે, એવો એક પણ હોય, તો હું તેને ક્ષમા કરીશ.


તેઓની અંદર મેં એવો માણસ શોધ્યો કે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે છીંડામાં ઊભો રહીને મને તેનો નાશ કરતાં વારે; પણ મને એવો એકે માણસ મળ્યો નહિ.


અને કોશ ચાલી નીકળતો, ત્યારે એમ થતું કે મૂસા કહેતો, “હે યહોવા ઊઠો, ને તમારા શત્રુઓને વિખેરી નાખો. અને તમારા દ્વેષકો તમારી આગળથી નાસી જાય.”


જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, ને જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વેરી નાખે છે.


આપણે સત્ય [ફેલાવવામાં] તેઓના સહકારીઓ થઈએ, માટે આપણે એવા માણસોનો સ્વીકાર કરવો જોઈએ.


યહોવાના દૂતે કહ્યું, ‘મેરોઝને શાપ દો, તેની વસતિને સખત શાપ દો; કેમ કે યહોવાની મદદે [એટલે] બળવાનની સામે યહોવાની મદદે તેઓ આવ્યા નહિ.’


Lean sinn:

Sanasan


Sanasan